Gujarat GRD Recruitment 2024: ગુજરાતમાં ગ્રામ રક્ષક દળની 324+ જગ્યાઓ પર ભરતી જાહેર

Gujarat GRD Recruitment 2024: ગુજરાતમાં ગ્રામ રક્ષક દળની 324+ જગ્યાઓ પર ભરતી જાહેર થઈ ચુકી છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેમ કે જરૂરી તારીખો, પદો ના નામ, જરૂરી શેક્ષણિક તથા અન્ય લાયકાત, પોસ્ટ અનુસાર પગારધોરણ, ખાલી જગ્યાઓની સંખ્યા, અરજી કઈ રીતે કરવી વગેરે આ લેખમાં જાણવા મળશે.

Gujarat GRD Recruitment 2024 | Gujarat Gram Rakshak Dal Recruitment 2024

સંસ્થાગુજરાત પોલીસ વિભાગ
પોસ્ટગ્રામ રક્ષક દળ
અરજી માધ્યમઓફલાઇન
અરજી છેલ્લી તારીખ12 ફેબ્રુઆરી 2024
સત્તાવાર વેબસાઈટhttps://police.gujarat.gov.in/

જરૂરી તારીખો:

આ ભરતીની નોટિફિકેશન 08 ફેબ્રુઆરી 2024 ના રોજ બહાર પાડવામાં આવી હતી. ભરતીના ફોર્મ 08 ફેબ્રુઆરી 2024 ના રોજથી ભરી શકાશે જયારે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 12 ફેબ્રુઆરી 2024 રહેશે.

પોસ્ટનું નામ:

પોલીસ ડીપાર્ટમેન્ટ દ્વારા ગ્રામ રક્ષક દળ (GRD)ના પુરુષ તથા મહિલાના પદ માટે ભરતી કરવામાં આવી રહી છે.

શેક્ષણિક લાયકાત:

આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી શેક્ષણિક લાયકાત ધોરણ 03 પાસ છે. શારીરિક લાયકાત માટે ઓફિશિયલ નોટિફિકેશન જોઈ શકો છો.

વયમર્યાદા:

આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી વયમર્યાદા ઓછામાં ઓછી 20 વર્ષ તથા વધુમાં વધુ 50 વર્ષ નક્કી કરવામાં આવેલ છે.

અરજી ફી:

GRD ની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ કેટેગરીના પુરુષ તથા સ્ત્રી ઉમેદવારોએ કોઈપણ પ્રકારની અરજી ફી ચુકવવાની રહેતી નથી તમે વિના મુલ્યે જ અરજી ફોર્મ જમા કરાવી શકો છો.

ખાલી જગ્યા:

પોલીસ વિભાગ દ્વારા ગ્રામ રક્ષક દળ માટે પુરુષની 224 તથા મહિલાની 100 આમ કુલ 324 જગ્યાઓ ખાલી છે.

અરજી કરવા માટે જરૂરી પુરાવાઓ:

આ ભરતીમાં અરજી કરવા માટે તમારે નીચે મુજબના પુરાવાઓ રજુ કરવાના રહેશે.

  • વિગતો ભરેલું અરજી ફોર્મ
  • આધારકાર્ડ /પાનકાર્ડ / ચૂટણીં કાર્ડ
  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • લિવિંગ સર્ટિફિકેટ
  • માર્કશીટ
  • તથા અન્ય જરૂરી પુરાવાઓ

પસંદગી પ્રક્રિયા:

ઉમેદવારની આ ભરતીમાં પસંદગી શારીરિક કસોટી દ્વારા કરવામાં આવશે. વિભાગ દ્વારા ઇન્ટરવ્યૂ /લેખિત પરીક્ષા તથા અન્ય કોઈ પ્રક્રિયાને આધારે પણ ઉમેદવારને સિલેક્ટ કરવામાં આવી શકે છે.

પગારધોરણ:

GRD એટલે કે ગ્રામ રક્ષક દળની આ ભરતીમાં સિલેક્શન પામ્યા બાદ ઉમેદવારને નિયમોઅનુસાર અંદાજે દરરોજ રૂપિયા 300 થી 400 રૂપિયા વેતન ચુકવવામાં આવશે. વેતન સંબંધિત માહિતી જાહેરાતમાં આપવામાં આવી નથી.

અરજી કઈ રીતે કરવી?

આ ભરતીમાં તમારે ઓફલાઈન માધ્યમથી અરજી કરવાની રહેશે. તમે રાજકોટ ગ્રામ્યના પોલીસ સ્ટેશન ખાતે ફોર્મ જમા કરાવી શકો છો.

તમારે નીચે મુજબની ભરતીઓની માહિતી પણ અવશ્ય મેળવવી જોઈએ:

અરજી કરવા માટે જરૂરી લિંક:

સત્તાવાર વેબસાઈટ માટેઅહીં ક્લિક કરો
જાહેરાત માટેઅહીં ક્લિક કરો
ઈગુજરાતી પર જવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment