GWSSB Recruitment 2024: ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડમાં ભરતી જાહેર થઈ ચુકી છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેમ કે જરૂરી તારીખો, પદો ના નામ, જરૂરી શેક્ષણિક તથા અન્ય લાયકાત, પોસ્ટ અનુસાર પગારધોરણ, ખાલી જગ્યાઓની સંખ્યા, અરજી કઈ રીતે કરવી વગેરે આ લેખમાં જાણવા મળશે.
GWSSB Recruitment 2024 | Gujarat Water Supply and Sewerage Board Recruitment 2024
સંસ્થા | ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ |
પોસ્ટ | વિવિધ |
અરજી માધ્યમ | ઓફલાઇન |
સત્તાવાર વેબસાઈટ | https://gwssb.gujarat.gov.in/ |
જરૂરી તારીખો:
ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા આ ભરતીની નોટિફિકેશન 16 ફેબ્રુઆરી 2024 ના રોજ બહાર પાડવામાં આવી હતી. આ ભરતીમાં ઓનલાઇન કે ઓફલાઈન કોઈપણ રીતે ફોર્મ ભરવાના રહેતા નથી. નોકરી મેળવવા ઇચ્છુક ઉમેદવારોએ રૂબરૂ સ્વખર્ચે ઇન્ટરવ્યૂની તારીખે ઇન્ટરવ્યૂ સ્થળે હાજર રહેવાનું રહેશે.
પોસ્ટનું નામ:
ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા ગ્રેજ્યુએટ એન્જીનીયર, ડિપ્લોમા એન્જીનીયર તથા કોપા આઈ.ટી.આઈના પદ માટે ભરતી કરવામાં આવી રહી છે.
અરજી ફી:
ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડની આ ભરતીમાં તમામ કેટેગરીના ઉમેદવારો નિઃશુલ્ક અરજી કરી શકે છે તેઓએ કોઈપણ પ્રકારની ફી ચુકવવાની રહેતી નથી.
પસંદગી પ્રક્રિયા:
ગુજરાત વોટર સપ્લાય એન્ડ સીવરેજ સિસ્ટમની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી નિયત તારીખે ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે.
વયમર્યાદા:
ગુજરાત સરકાર અંતર્ગતની આ ભરતી પ્રક્રિયામાં ભાગ લેવા માટે તથા નોકરી મેળવવા માટે તમામ કેટેગરીના ઉમેદવારોની કોઈ ઉંમર નક્કી કરવામાં આવી નથી
અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ:
આ ભરતીમાં અરજી કરવા માટે તમારે નીચે મુજબના ડોક્યુમેન્ટ રજુ કરવાના રહેશે.
- આધારકાર્ડ /પાનકાર્ડ / ચૂટણીં કાર્ડ
- પાસપોર્ટ સાઈઝ ફોટો
- લિવિંગ સર્ટિફિકેટ
- માર્કશીટ
- તથા અન્ય જરૂરી પુરાવાઓ
શેક્ષણિક લાયકાત:
લાયકાત સંબંધિત તમામ માહિતી તમે નીચે આપેલ સત્તાવાર જાહેરાતમાં જોઈ શકો છો.
પગારધોરણ:
GWSSBની આ એપ્રેન્ટિસ ભરતી હોવાથી એપ્રેન્ટિસ એક્ટ અનુસાર તમને કેટલો સ્ટાઈપેન્ડ ચુકવવામાં આવશે તેની માહિતી તમે નીચે મુજબ જોઈ શકો છો.
પોસ્ટનું નામ | સ્ટાઈપેન્ડ |
ગ્રેજ્યુએટ એન્જીનીયર | રૂપિયા 15,000 |
ડિપ્લોમા એન્જીનીયર | રૂપિયા 13,000 |
કોપા આઈ.ટી.આઈ | રૂપિયા 9,000 |
ઇન્ટરવ્યૂની તારીખ તથા સ્થળ:
GWSSBની આ ભરતીમાં ઇન્ટરવ્યૂની તારીખ 19 ફેબ્રુઆરી 2024 છે જયારે ઇન્ટરવ્યુનું સ્થળ કાર્યપાલક ઈજનેરશ્રી, જાહેરાત આરોગ્ય બાંધકામ વિભાગ, ગુ.પા.પુ અને ગ. વ્ય. બોર્ડ, લેન્ડ રેકર્ડ ટાવર બિલ્ડીંગ, પ્રથમ માળ કોઠી કચેરી, રાવપુરા-વડોદરા 390001 છે.
તમારે નીચે મુજબની ભરતીઓની માહિતી પણ અવશ્ય મેળવવી જોઈએ:
- VMC Recruitment: વડોદરા મહાનગરપાલિકામાં વિવિધ પદો પર સીધી ભરતી જાહેર
- GSSSB Recruitment 2024: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 265+ જગ્યાઓ પર ભરતી જાહેર, પગાર ₹ 1,26,600 સુધી
- AMC Recruitment 2024: અમદાવાદ મહાનગરપાલિકામાં વિવિધ પદો પર સીધી ભરતી જાહેર, પગાર ₹ 75,000 સુધી
- Gujarat Paryatan Vibhag Bharti 2024: ગુજરાત પર્યટન વિભાગમાં વિવિધ પદો પર સીધી ભરતી જાહેર
અરજી કરવા માટે જરૂરી લિંક:
સત્તાવાર વેબસાઈટ માટે | અહીં ક્લિક કરો |
જાહેરાત માટે | અહીં ક્લિક કરો |
ઈગુજરાતી પર જવા માટે | અહીં ક્લિક કરો |
નોંધ: મિત્રો, આ ભરતીની માહિતી સમાચાર પત્ર, રોજગાર સમાચાર, ન્યુઝ, સરકારી પ્લેટફોર્મ તથા અન્ય સોર્સ પરથી લેવામાં આવે છે. આ ભરતીની માહિતીમાં કોઈ ત્રુટી પણ હોઈ શકે છે. જેથી અમારી તમને વિનંતી છે કે આ ભરતીમાં અરજી કરતા પહેલા સત્તાવાર વેબસાઈટ પર જઈ તથા સંસ્થાનો સંપર્ક કરી સંપૂર્ણ માહિતી જાણી લેવી.