City Bus Gandhingar Recruitment: ગાંધીનગર સીટી બસમાં વિવિધ પદો પર પરીક્ષા વગર સીધી ભરતી જાહેર

City Bus Gandhingar Recruitment: ગાંધીનગર સીટી બસમાં વિવિધ પદો પર પરીક્ષા વગર સીધી ભરતી જાહેર થઈ ચુકી છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેમ કે જરૂરી તારીખો, પદો ના નામ, જરૂરી શેક્ષણિક તથા અન્ય લાયકાત, પોસ્ટ અનુસાર પગારધોરણ, ખાલી જગ્યાઓની સંખ્યા, અરજી કઈ રીતે કરવી વગેરે આ લેખમાં જાણવા મળશે.

City Bus Gandhingar Recruitment । સીટી બસ ગાંધીનગર ભરતી

સંસ્થાગાંધીનગર સીટી બસ
પોસ્ટવિવિધ
અરજી માધ્યમઓફલાઇન
અરજી છેલ્લી તારીખખુબજ નજીક
સત્તાવાર વેબસાઈટhttps://gandhinagarmunicipal.com/

જરૂરી તારીખો:

ગાંધીનગર સીટી બસની આ ભરતીની નોટિફિકેશન 21 ફેબ્રુઆરી 2024 ના રોજ બહાર પાડવામાં આવી હતી. આ ભરતીમાં ઓનલાઇન કે ઓફલાઈન કોઈપણ રીતે ફોર્મ ભરવાના રહેતા નથી. નોકરી મેળવવા ઇચ્છુક ઉમેદવારોએ રૂબરૂ સ્વખર્ચે ઇન્ટરવ્યૂની તારીખે ઇન્ટરવ્યૂ સ્થળે હાજર રહેવાનું રહેશે.

પોસ્ટનું નામ:

ગાંધીનગર સીટી બસ દ્વારા એકાઉન્ટન્ટ, ડ્રાઈવર તથા સુપરવાઈઝરના પદ માટે ભરતી કરવામાં આવી રહી છે.

અરજી ફી:

સીટી બસની આ ભરતીમાં આવેદન કરવા માટે તમારે કોઈપણ પ્રકારની અરજી ફી ચુકવવાની થતી નથી.

વયમર્યાદા:

સીટી બસની આ ભરતીમાં આવેદન કરવા જાહેરાતમાં કોઈપણ વયમર્યાદાનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી .

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ:

આ ભરતીમાં અરજી કરવા માટે તમારે નીચે મુજબના ડોક્યુમેન્ટ રજુ કરવાના રહેશે.

  • આધારકાર્ડ /પાનકાર્ડ / ચૂટણીં કાર્ડ
  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • સહી
  • લિવિંગ સર્ટિફિકેટ
  • માર્કશીટ
  • ડિગ્રી
  • તથા અન્ય જરૂરી પુરાવાઓ

પગારધોરણ:

સીટી બસની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ વિભાગ દ્વારા તમને ધારાધોરણ મુજબ માસિક કેટલા રૂપિયા પગારધોરણ ચુકવવામાં આવશે તેની માહિતી જાહેરાતમાં આપવામાં આવી નથી. મિત્રો, તમને જણાવી દઈએ કે આ ભરતી કોન્ટ્રાકટ એટલે કે કરાર ઉપર કરવામાં આવી રહી છે.

શેક્ષણિક લાયકાત:

મિત્રો, આ ભરતીમાં અરજી કરવા માટે તમામ પોસ્ટની લાયકાત અલગ અલગ છે. લાયકાત સંબંધિત વધુ માહિતી માટે જાહેરાતનો અભ્યાસ અવશ્ય કરવો.

પસંદગી પ્રક્રિયા:

આ ભરતીમાં ઉમેદવારની પસંદગી કોઈપણ પરીક્ષા વગર એટલે કે ઇન્ટરવ્યૂના પ્રદર્શનના આધારે કરવામાં આવશે.

ઇન્ટરવ્યૂની તારીખ તથા સ્થળ:

આ ભરતીમાં ઇન્ટરવ્યૂની તારીખ 24 ફેબ્રુઆરી 2024 11:00 થી 4:00 કલાક દરમિયાન છે જ્યારે ઇન્ટરવ્યુનું સ્થળ આર/15 ઓફિસ નં-3, ગોલ્ડ પ્લાઝા, ગ્રીન સીટી, ડી- માર્ટની પાછળ, સેક્ટર-26, ગાંધીનગર છે.

તમારે નીચે મુજબની ભરતીઓની માહિતી પણ અવશ્ય મેળવવી જોઈએ:

અરજી કરવા માટે જરૂરી લિંક:

સત્તાવાર વેબસાઈટ માટેઅહીં ક્લિક કરો
જાહેરાત માટેઅહીં ક્લિક કરો
ઈગુજરાતી પર જવા માટેઅહીં ક્લિક કરો

નોંધ: મિત્રો, આ ભરતીની માહિતી સમાચાર પત્ર, રોજગાર સમાચાર, ન્યુઝ, સરકારી પ્લેટફોર્મ તથા અન્ય સોર્સ પરથી લેવામાં આવે છે. આ ભરતીની માહિતીમાં કોઈ ત્રુટી પણ હોઈ શકે છે. જેથી અમારી તમને વિનંતી છે કે આ ભરતીમાં અરજી કરતા પહેલા સત્તાવાર વેબસાઈટ પર જઈ તથા સંસ્થાનો સંપર્ક કરી સંપૂર્ણ માહિતી જાણી લેવી.

Leave a Comment