Ahmedabad Milk Union Recruitment: અમદાવાદ જિલ્લા દૂધ મંડળીમાં પરીક્ષા વગર સીધી ભરતી આવી ગઈ છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેમ કે જરૂરી તારીખો, પદો ના નામ, જરૂરી શેક્ષણિક તથા અન્ય લાયકાત, પોસ્ટ અનુસાર પગારધોરણ, ખાલી જગ્યાઓની સંખ્યા, અરજી કઈ રીતે કરવી વગેરે આ લેખમાં જાણવા મળશે.
Ahmedabad District Co Op Milk Producer Union Ltd Recruitment | Ahmedabad Jilla Sahakari Dudh Mandali Bharti
સંસ્થા | અમદાવાદ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ. |
પોસ્ટ | વિવિધ |
અરજી માધ્યમ | ઓફલાઇન |
અરજી છેલ્લી તારીખ | 05 ફેબ્રુઆરી 2024 |
સત્તાવાર વેબસાઈટ | https://www.supremeagro.com/ |
જરૂરી તારીખો:
અમદાવાદ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડની આ ભરતીની નોટિફિકેશન 29 જાન્યુઆરી 2024 ના રોજ બહાર પાડવામાં આવી હતી. આ ભરતીમાં ઓનલાઇન કે ઓફલાઈન કોઈપણ રીતે ફોર્મ ભરવાના રહેતા નથી. નોકરી મેળવવા ઇચ્છુક ઉમેદવારોએ રૂબરૂ સ્વખર્ચે ઇન્ટરવ્યૂની તારીખે ઇન્ટરવ્યૂ સ્થળે હાજર રહેવાનું રહેશે.
પોસ્ટનું નામ:
અમદાવાદ જિલ્લા દૂધ મંડળી દ્વારા ગ્રામ્ય વિસ્તારના લોકોને બેન્કિંગ સેવા અને સહકારી સેવાઓ બાબતે સમજાવી શકે તેવા લોકોની ભરતી કરવામાં આવી રહી છે.
ખાલી જગ્યા:
મિત્રો, આ ભરતીમાં ખાલી જગ્યા કેટલી છે તેની જાહેરાતમાં માહિતી આપવામાં આવી નથી પરંતુ ઇન્ટરવ્યૂ પ્રક્રિયા 5 દિવસ સુધી ચાલતી હોવાથી અનુમાન લગાવી શકાય છે કે આ ભરતીમાં ખાલી જગ્યા વધુ પણ હોઈ શકે છે.
પગારધોરણ:
અમદાવાદ જિલ્લા દૂધ મંડળીની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ સંઘ દ્વારા તમને માસિક રૂપિયા પગાર રૂપિયા 15,000 તથા બીજા 5,000 રૂપિયા પેટ્રોલ એલાઉન્સ તરીકે ચુકવવામાં આવશે. વધુમાં તમને જણાવી દઈએ કે ઉમેદવાર નોકરી પર લાગ્યા બાદ તેમનામાં વિશિષ્ટ કાર્યક્ષતામાં તથા સારી કામગીરી જોવા મળે તો તેમને સંસ્થામાં નોકરી આપવાનું વિચારવામાં આવશે.
વયમર્યાદા:
અમદાવાદ ડીસ્ટ્રીકટ મિલ્ક યુનિયનની આ ભરતીમાં અરજી કરવા માટે કોઈ જરૂરી વયમર્યાદા નક્કી કરવામાં આવેલ નથી.
અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ:
આ ભરતીમાં અરજી કરવા માટે તમારે નીચે મુજબના ડોક્યુમેન્ટ રજુ કરવાના રહેશે.
- આધારકાર્ડ /પાનકાર્ડ / ચૂટણીં કાર્ડ
- પાસપોર્ટ સાઈઝ ફોટો
- લિવિંગ સર્ટિફિકેટ
- માર્કશીટ
- અનુભવનું પ્રમાણપત્ર (જો હોય તો)
- ડ્રાઇવિંગ લાયસન્સ
- વાહન સંબંધિત ડોક્યુમેન્ટ
- તથા અન્ય જરૂરી પુરાવાઓ
શેક્ષણિક લાયકાત:
દૂધ મંડળીની આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી શેક્ષણિક લાયકાત ધોરણ 12 પાસ અથવા સ્નાતક (ગ્રેજ્યુએટ) માંગવામાં આવી છે. લાયકાત સંબંધિત વધુ માહિતી માટે જાહેરાતનો અભ્યાસ અવશ્ય કરવો.
પસંદગી પ્રક્રિયા:
દૂધ મંડળી ની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી નિયત તારીખે ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે. ઇન્ટરવ્યૂની તારીખ તથા સ્થળની માહિતી તમે નીચે મુજબ જોઈ શકો છો.
ઇન્ટરવ્યૂની તારીખ તથા સ્થળ:
દૂધ મંડળી ની આ ભરતીમાં ઇન્ટરવ્યૂની તારીખ 31 જાન્યુઆરી 2024 થી લઈ 05 ફેબ્રુઆરી 2024 સુધી (રવિવાર સિવાય) દરરોજ બપોરે 02:00 કલાક થી 4:00 કલાક સુધી છે. તથા ઇન્ટરવ્યુનું સ્થળ – અમદાવાદ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ. “ઉત્તમ ડેરી” હૈ.: રામદેવપીર મંદિની સામે, એન.એમ,પડાલીયા ફાર્મસી કોલેજની બાજુમાં, સરખેજ – બાવળા હાઈવે રોડ, મુ. નવાપુરા, તા.સાણંદ, જી. અમદાવાદ-382210 છે.
તમારે નીચે મુજબની ભરતીઓની માહિતી પણ અવશ્ય મેળવવી જોઈએ:
- પોલીસ વિભાગમાં કોમ્પ્યુટર ઓપરેટરની 930+ જગ્યાઓ પર ભરતી જાહેર
- નેશનલ થર્મલ પાવર કોર્પોરેશનમાં 220+ જગ્યાઓ પર ભરતી જાહેર, પગાર ₹ 55,000
- ગુજરાત આરોગ્ય વિભાગમાં વિવિધ પદો પર કોઈપણ પરીક્ષા તથા અરજી ફી વગર સીધી ભરતી
- વડોદરા મહાનગરપાલિકામાં 09 પાસથી તમામ માટે ભરતીનો મોકો, પગાર ₹ 35,000 સુધી
અરજી કરવા માટે જરૂરી લિંક:
સત્તાવાર વેબસાઈટ માટે | અહીં ક્લિક કરો |
જાહેરાત માટે | અહીં ક્લિક કરો |
ઈગુજરાતી પર જવા માટે | અહીં ક્લિક કરો |
નોંધ: મિત્રો, આ ભરતીની માહિતી સમાચાર પત્ર, રોજગાર સમાચાર, ન્યુઝ, સરકારી પ્લેટફોર્મ તથા અન્ય સોર્સ પરથી લેવામાં આવે છે. આ ભરતીની માહિતીમાં કોઈ ત્રુટી પણ હોઈ શકે છે. જેથી અમારી તમને વિનંતી છે કે આ ભરતીમાં અરજી કરતા પહેલા સત્તાવાર વેબસાઈટ પર જઈ તથા સંસ્થાનો સંપર્ક કરી સંપૂર્ણ માહિતી જાણી લેવી.