GSEB SSC Result 2024: અહીંથી તમે ગુજરાત બોર્ડ ધોરણ-10 નું પરિણામ જોઈ શકો છો

GSEB SSC Result 2024: અહીંથી તમે ગુજરાત બોર્ડ ધોરણ-10 નું પરિણામ જોઈ શકો છો. શું મિત્રો તમે અથવા તમારા પરિવારના કોઈ સભ્યએ ધોરણ 10 ની બોર્ડ પરીક્ષા આપી છે અને તમે રીઝલ્ટની રાહ જોઈ રહ્યા છો તો અમે તમારા માટે ખુબ જ અગત્યના સમાચાર લાવ્યા છે. કારણ કે આ લેખમાં તમને ધોરણ-10 બોર્ડ પરિણામ સંબંધિત તમામ લેટેસ્ટ સમાચાર જાણવા મળી જશે.

GSEB SSC Result 2024 । Gujarat Secondary and Higher Secondary Education Board Secondary School Certificate Result 2024

મિત્રો, તમને જણાવી દઈએ કે, ગુજરાત બોર્ડે દ્વારા ધોરણ-10ના પરિણામની તારીખ અને સમય સંબંધિત સત્તાવાર સૂચના ટૂંક સમયમાં gseb.org પર ઉપલબ્ધ થવા જઈ રહી છે. વિદ્યાર્થીઓને 10મા ધોરણના પરિણામ સંબંધિત નવીનતમ સમાચાર માટે અમારી વેબસાઇટ ઈગુજરાતીની નિયમિત મુલાકાત લઈને અપડેટ રહેવાની સલાહ આપવામાં આવે છે જેથી જયારે રિઝલ્ટ તારીખ જાહેર કરવામાં આવે તો તમને સૌથી પહેલા માહિતી મળી શકે છે.

🔥 આ પણ વાંચો – નમો ટેબલેટ સહાય યોજના 2024

GSEB SSC પરીક્ષા ટાઈમ ટેબલ:

GSEB દ્વારા લેવામાં આવેલી ધોરણ 10ની બોર્ડ પરીક્ષાઓ 11મી માર્ચથી 22મી માર્ચ, 2024 દરમિયાન વિવિધ પરીક્ષા કેન્દ્રોમાં સમયપત્રક મુજબ યોજાઈ હતી. પરીક્ષાના પૂર્ણ થયા બાદ, વિદ્યાર્થીઓ અને વાલીઓ ધોરણ 10ના પરિણામની જાહેરાતની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

GSEB SSC પરિણામનો સંભવિત સમય:

GSEB વર્ગ 10મી (SSC) 2024 માટેની ઉત્તરવહીઓની ચકાસણીની પ્રક્રિયા 10મી એપ્રિલ, 2024 સુધીમાં પૂર્ણ કરી દેવામાં આવી છે. બોર્ડ રિઝલ્ટ જાહેર કરવાના બે દિવસ પહેલા પરિણામની તારીખ અને સમય સંબંધિત નોટિસ જાહેર કરે તેવી સંભાવના છે. અમુક એક્સપર્ટ તથા સોર્સ દ્વારા મળેલ માહિતી મુજબ, GSEB SSC પરિણામ મે મહીનાના પ્રથમ સપ્તાહમાં સત્તાવાર વેબસાઇટ પર પ્રકાશિત કરવામાં આવશે તેવી સંભાવના છે.

🔥 આ પણ વાંચો – વ્હાલી દીકરી યોજના અંતર્ગત ગુજરાત સરકાર ₹ 1,10,000 ની સહાય આપી રહી છે

GSEB SSC પરિણામ ક્યાં જોઈ શકાશે?

વિદ્યાર્થીઓ result.gseb.org પર જઈને પરિણામના સેક્શનમાં જઈ પરિણામની લિંકને ખોલી શકે છે. ગુજરાત બોર્ડના ધોરણ 10માનું પરિણામ ડાઉનલોડ કરવા માટેની સત્તાવાર વેબસાઇટ્સમાં www.gseb.org અને result.gseb.orgનો સમાવેશ થાય છે.

GSEB SSC પરિણામ કઈ રીતે જોઈ શકાય છે?

GSEB SSC પરિણામ જોવા માટે, વિદ્યાર્થીઓએ નીચે મુજબના સ્ટેપ ફોલો કરવાના રહેશે.

  • GSEB ની સત્તાવાર વેબસાઇટ www.gseb.org વિઝીટ કરો.
  • અહીં તમને હોમપેજ પર બોર્ડ વેબસાઈટ અંગ્રેજીમાં લખેલું જોવા મળશે એની ઉપર ક્લિક કરો.
  • હવે તમને રિઝલ્ટ સેક્શન જોવા મળશે એની ઉપર ક્લિક કરો.
  • હવે તમારી સામે નવું પેજ ખુલશે એમાં સીટ નંબર દાખલ કરો અને સબમિટ કરો.
  • હવે તમે વિષય મુજબના ગુણ એટલે કે રિઝલ્ટ જોઈ શકશો.
  • અહીંથી તમે પરિણામ માર્કશીટની પીડીએફ પણ ડાઉનલોડ કરી શકશો.

🔥 આ પણ વાંચો – ફ્રી સિલાઈ મશીન યોજના ગુજરાત 2024

GSEB SSC રિઝલ્ટ જોવા માટેની જરૂરી લિંક

રિઝલ્ટ જોવા માટેની લિંકઅહીં ક્લિક કરો
ઈ-ગુજરાતી હોમપેજ પર જવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment