GSSSB Recruitment 2024: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 265+ જગ્યાઓ પર ભરતી જાહેર થઈ ગઈ છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેમ કે જરૂરી તારીખો, પદો ના નામ, જરૂરી શેક્ષણિક તથા અન્ય લાયકાત, પોસ્ટ અનુસાર પગારધોરણ, ખાલી જગ્યાઓની સંખ્યા, અરજી કઈ રીતે કરવી વગેરે આ લેખમાં જાણવા મળશે.
GSSSB Recruitment 2024 | Gujarat Subordinate Service Selection Board Recruitment 2024
સંસ્થા | ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ |
પોસ્ટ | વિવિધ |
અરજી માધ્યમ | ઓનલાઇન |
અરજી છેલ્લી તારીખ | 01 માર્ચ 2024 |
સત્તાવાર વેબસાઈટ | https://gsssb.gujarat.gov.in/ |
જરૂરી તારીખો:
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની આ ભરતીની નોટિફિકેશન 15 ફેબ્રુઆરી 2024 ના રોજ બહાર પાડવામાં આવી હતી. ભરતીના ફોર્મ 15 ફેબ્રુઆરી 2024 ના રોજથી ભરી શકાશે જયારે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 01 માર્ચ 2024 છે.
પોસ્ટનું નામ:
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પેટા હિસાબનીશ / સબ ઓડિટર તથા હિસાબનીશ, ઓડીટર/ પેટા તિજોરી અધિકારી / અધિક્ષકના વર્ગ-3 ના પદો માટે ભરતી કરવામાં આવી રહી છે.
ખાલી જગ્યા:
ગુજરાત સબોર્ડીનેટ સર્વિસ સિલેક્શન બોર્ડ દ્વારા કુલ 266 જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે. જેમાં પેટા હિસાબનીશ / સબ ઓડિટરની 116 તથા હિસાબનીશ, ઓડીટર/ પેટા તિજોરી અધિકારી / અધિક્ષકની 150 જગ્યા ખાલી છે.
પગારધોરણ:
ગુજરાત સબોર્ડીનેટ સર્વિસ સિલેક્શન બોર્ડની આ ભરતીમાં સિલેક્શન પામ્યા બાદ ઉમેદવારને ગુજરાત સરકારના નિયમોઅનુસાર પ્રથમ પાંચ વર્ષ માટે ફિક્સ માસિક પગારધોરણ ચુકવવામાં આવશે ત્યારબાદ મહત્તમ પગાર ચુકવવામાં આવશે જેની માહિતી તમે નીચે મુજબ જોઈ શકો છો.
પોસ્ટનું નામ | પ્રથમ પાંચ વર્ષ માટે ફિક્સ પગાર | પાંચ વર્ષ પછીનો પગાર |
પેટા હિસાબનીશ / સબ ઓડિટર | 26,000 | 25,500 થી 81,100 સુધી |
હિસાબનીશ, ઓડીટર/ પેટા તિજોરી અધિકારી / અધિક્ષક | 49,600 | 39,900 થી 1,26,600 સુધી |
વયમર્યાદા:
ગુજરાત સરકારની આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી વયમર્યાદા 20 થી 35 વર્ષ નક્કી કરવામાં આવેલ છે. રિઝર્વ કેટેગરીના ઉમેદવારોને વયમર્યાદામાં છૂટ મળવાપાત્ર રહેશે.
અરજી કરવા માટે જરૂરી પુરાવાઓ:
આ ભરતીમાં અરજી કરવા માટે તમારે નીચે મુજબના પુરાવાઓ રજુ કરવાના રહેશે.
- આધારકાર્ડ /પાનકાર્ડ / ચૂટણીં કાર્ડ
- પાસપોર્ટ સાઈઝ ફોટો
- લિવિંગ સર્ટિફિકેટ
- માર્કશીટ
- ડિગ્રી
- જાતિનો દાખલો
- તથા અન્ય જરૂરી પુરાવાઓ
શેક્ષણિક લાયકાત:
મિત્રો, GSSSB ની આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી શેક્ષણિક કોઈપણ સ્નાતક જરૂરી છે. લાયકાત સંબંધિત વધુ માહિતી માટે જાહેરાતનો અભ્યાસ અવશ્ય કરવો.
પસંદગી પ્રક્રિયા:
GSSSB ની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી પ્રથમ પરીક્ષા એટલે કે પ્રિલીમ તથા મુખ્ય પરીક્ષા એટલે કે મેઈન પરીક્ષા પાસ કરવાની રહેશે.
તમારે નીચે મુજબની ભરતીઓની માહિતી પણ અવશ્ય મેળવવી જોઈએ:
- AMC Recruitment 2024: અમદાવાદ મહાનગરપાલિકામાં વિવિધ પદો પર સીધી ભરતી જાહેર, પગાર ₹ 75,000 સુધી
- Gujarat Paryatan Vibhag Bharti 2024: ગુજરાત પર્યટન વિભાગમાં વિવિધ પદો પર સીધી ભરતી જાહેર
- Gujarat Shikshan Vibhag Bharti: ગુજરાત શિક્ષણ વિભાગમાં સીધી ભરતી જાહેર
- 12 પાસ માટે 260+ જગ્યાઓ પર સરકારી નોકરી મેળવવાનો ગોલ્ડન ચાન્સ, પગાર ₹ 21,700 થી શરુ
અરજી કરવા માટે જરૂરી લિંક:
સત્તાવાર વેબસાઈટ માટે | અહીં ક્લિક કરો |
જાહેરાત માટે | અહીં ક્લિક કરો |
અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
ઈગુજરાતી પર જવા માટે | અહીં ક્લિક કરો |