Gujarat Education Department Recruitment: ગુજરાત શિક્ષણ વિભાગમાં 3000+ જગ્યાઓ પર સીધી ભરતી જાહેર થઈ ચુકી છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેમ કે જરૂરી તારીખો, પદો ના નામ, જરૂરી શેક્ષણિક તથા અન્ય લાયકાત, પોસ્ટ અનુસાર પગારધોરણ, ખાલી જગ્યાઓની સંખ્યા, અરજી કઈ રીતે કરવી વગેરે આ લેખમાં જાણવા મળશે.
Gujarat Education Department Recruitment | Gujarat Shikshan Vibhag Bharti
સંસ્થા | ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ |
પોસ્ટ | વિવિધ |
અરજી માધ્યમ | ઓનલાઇન |
અરજી છેલ્લી તારીખ | 28 ફેબ્રુઆરી 2024 |
સત્તાવાર વેબસાઈટ | http://vsb.dpegujarat.in/ |
જરૂરી તારીખો:
ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા આ ભરતીની નોટિફિકેશન 17 ફેબ્રુઆરી 2024 ના રોજ બહાર પાડવામાં આવી હતી. ભરતીના ફોર્મ 19 ફેબ્રુઆરી 2024 ના રોજથી ભરી શકાશે જયારે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 28 ફેબ્રુઆરી 2024 રહેશે.
પોસ્ટનું નામ:
ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા સ્પેશીયલ એજ્યુકેટર ધોરણ 1 થી 5 તથા સ્પેશીયલ એજ્યુકેટર ધોરણ 6 થી 8ના પદ માટે ભરતી કરવામાં આવી રહી છે.
ખાલી જગ્યા:
ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા સ્પેશીયલ એજ્યુકેટર ધોરણ 1 થી 5ની 1861 તથા સ્પેશીયલ એજ્યુકેટર ધોરણ 6 થી 8ની 1139 આમ કુલ 3000 ખાલી જગ્યાઓ માટે ભરતી કરવામાં આવી રહી છે.
વયમર્યાદા:
ગુજરાત સરકાર અંતર્ગતની આ ભરતી પ્રક્રિયામાં ભાગ લેવા માટે તથા નોકરી મેળવવા માટે તમામ કેટેગરીના ઉમેદવારોની ઓછામાં ઓછી 18 વર્ષ તથા વધુમાં વધુ 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ. આરક્ષિત કેટેગરીના અરજદારોને આ વયમર્યાદામાં છૂટ મળવાપાત્ર રહેશે.
અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ:
આ ભરતીમાં અરજી કરવા માટે તમારે નીચે મુજબના ડોક્યુમેન્ટ રજુ કરવાના રહેશે.
- આધારકાર્ડ /પાનકાર્ડ / ચૂટણીં કાર્ડ
- પાસપોર્ટ સાઈઝ ફોટો
- લિવિંગ સર્ટિફિકેટ
- માર્કશીટ
- ડિગ્રી
- અનુભવનું પ્રમાણપત્ર (જો હોય તો)
- તથા અન્ય જરૂરી પુરાવાઓ
શેક્ષણિક લાયકાત:
લાયકાત સંબંધિત તમામ માહિતી તમે નીચે આપેલ સત્તાવાર જાહેરાતમાં જોઈ શકો છો.
પગારધોરણ:
ગુજરાત સ્ટેટ પ્રાઈમરી એજ્યુકેશન સિલેક્શન કમિટીની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ તમને પ્રથમ પાંચ વર્ષ માટે રૂપિયા 26,000 ફિક્સ પગારધોરણ ચુકાવવામાં આવશે. ત્યારબાદ મહત્તમ પગાર ચુકવવામાં આવશે.
અરજી ફી:
ગુજરાત સરકારના શિક્ષણ વિભાગની આ ભરતીમાં અરજી કરવા માટે જનરલ કેટેગરીના ઉમેદવારોએ રૂપિયા 200 તથા અન્ય તમામ કેટેગરીના ઉમેદવારોએ રૂપિયા 100 અરજી ફી પેટે ચૂકવવાના રહેશે.
પસંદગી પ્રક્રિયા:
ગુજરાત એજ્યુકેશન ડીપાર્ટમેન્ટની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી નિયત તારીખે લેખિત પરીક્ષા દ્વારા કરવામાં આવશે.
અરજી કઈ રીતે કરવી?
આ ભરતીમાં તમારે ઓનલાઈન માધ્યમથી અરજી કરવાની રહેશે. અરજી કરવાની છેલ્લી તારીખ 28 ફેબ્રુઆરી 2024 છે. અરજી કરવા માટેની વેબસાઈટ www.vsb.dpegujarat.in છે.
તમારે નીચે મુજબની ભરતીઓની માહિતી પણ અવશ્ય મેળવવી જોઈએ:
- Work From Home Jobs 2024: ભારત સરકારના પ્લેટફોર્મ પર ઘરબેઠા કામ કરી કમાઓ, પગાર ₹ 15,000
- Civil Hospital Recruitment 2024: સિવિલ હોસ્પિટલમાં ડેટા એન્ટ્રી ઓપરેટર તથા અન્ય પદો પર સીધી ભરતી જાહેર, પગાર ₹ 60,000 સુધી
- GWSSB Recruitment 2024: ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડમાં ભરતી જાહેર
- VMC Recruitment: વડોદરા મહાનગરપાલિકામાં વિવિધ પદો પર સીધી ભરતી જાહેર
અરજી કરવા માટે જરૂરી લિંક:
સત્તાવાર વેબસાઈટ માટે | અહીં ક્લિક કરો |
જાહેરાત માટે | અહીં ક્લિક કરો |
અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
ઈગુજરાતી પર જવા માટે | અહીં ક્લિક કરો |
નોંધ: મિત્રો, આ ભરતીની માહિતી સમાચાર પત્ર, રોજગાર સમાચાર, ન્યુઝ, સરકારી પ્લેટફોર્મ તથા અન્ય સોર્સ પરથી લેવામાં આવે છે. આ ભરતીની માહિતીમાં કોઈ ત્રુટી પણ હોઈ શકે છે. જેથી અમારી તમને વિનંતી છે કે આ ભરતીમાં અરજી કરતા પહેલા સત્તાવાર વેબસાઈટ પર જઈ તથા સંસ્થાનો સંપર્ક કરી સંપૂર્ણ માહિતી જાણી લેવી.