Gujarat University Recruitment 2024: ગુજરાત યુનિવર્સિટીમાં વિવિધ પદો પર સીધી ભરતી જાહેર

Gujarat University Recruitment 2024: ગુજરાત યુનિવર્સિટીમાં વિવિધ પદો પર સીધી ભરતી જાહેર થઈ ચુકી છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેમ કે જરૂરી તારીખો, પદો ના નામ, જરૂરી શેક્ષણિક તથા અન્ય લાયકાત, પોસ્ટ અનુસાર પગારધોરણ, ખાલી જગ્યાઓની સંખ્યા, અરજી કઈ રીતે કરવી વગેરે આ લેખમાં જાણવા મળશે.

Gujarat University Recruitment 2024 | ગુજરાત યુનિવર્સિટી ભરતી 2024

સંસ્થાગુજરાત યુનિવર્સિટી
પોસ્ટવિવિધ
અરજી માધ્યમઓફલાઇન
અરજી છેલ્લી તારીખ07 માર્ચ 2024
સત્તાવાર વેબસાઈટhttps://www.guts.ac.in/

જરૂરી તારીખો:

ગુજરાત યુનિવર્સિટીની આ ભરતીની નોટિફિકેશન 21 ફેબ્રુઆરી 2024 ના રોજ બહાર પાડવામાં આવી હતી. ભરતીના ફોર્મ 21 ફેબ્રુઆરી 2024 ના રોજથી ભરી શકાશે જયારે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 07 માર્ચ 2024 છે.

પોસ્ટનું નામ:

ગુજરાત યુનિવર્સિટી દ્વારા લેબ ટેક્નિશિયન, મલ્ટી ટાસ્કીંગ સ્ટાફ, ડેટા એન્ટ્રી ઓપરેટર તથા સ્ટડી કોઓર્ડીનેટરના પદ માટે ભરતી કરવામાં આવી રહી છે.

અરજી ફી:

આ ભરતીમાં આવેદન કરવા માટે તમારે કોઈપણ પ્રકારની અરજી ફી ચુકવવાની થતી નથી.

વયમર્યાદા:

આ ભરતીમાં આવેદન કરવા માટે ઓછામાં ઓછી વયમર્યાદા 18 વર્ષ નક્કી કરવામાં આવી છે તથા વધુમાં વધુ વયમર્યાદાનો જાહેરાતમાં કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યી નથી.

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ:

આ ભરતીમાં અરજી કરવા માટે તમારે નીચે મુજબના ડોક્યુમેન્ટ રજુ કરવાના રહેશે.

  • આધારકાર્ડ /પાનકાર્ડ / ચૂટણીં કાર્ડ
  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • સહી
  • લિવિંગ સર્ટિફિકેટ
  • માર્કશીટ
  • ડિગ્રી
  • તથા અન્ય જરૂરી પુરાવાઓ

શેક્ષણિક લાયકાત:

મિત્રો, આ ભરતીમાં અરજી કરવા માટે તમામ પોસ્ટની લાયકાત ધોરણ 10 પાસ થી લઇ અનુસ્નાતક એટલે પોસ્ટ ગ્રેજ્યુએટ સુધી અલગ અલગ છે. લાયકાત સંબંધિત વધુ માહિતી માટે જાહેરાતનો અભ્યાસ અવશ્ય કરવો.

પસંદગી પ્રક્રિયા:

આ ભરતીમાં ઉમેદવારની પસંદગી ઇન્ટરવ્યૂના આધારે કરવામાં આવી શકે છે. સંસ્થા ઈચ્છે તો ઉમેરવારની પસંદગી માટે લેખિત પરીક્ષા, મેરીટ તથા અન્ય કોઈ પ્રક્રિયાનો પણ ઉપયોગ કરી શકે છે.

પગારધોરણ:

યુનિવર્સિટીની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ તમને કેટલો પગાર ચુકવવામાં આવશે તેની માહિતી તમે નીચે આપેલ ટેબલમાં જોઈ શકો છો.

પોસ્ટનું નામપગારધોરણ
લેબ ટેક્નિશિયનરૂપિયા 18,000
મલ્ટી ટાસ્કીંગ સ્ટાફરૂપિયા 15,800
ડેટા એન્ટ્રી ઓપરેટર રૂપિયા 12,000
સ્ટડી કોઓર્ડીનેટરરૂપિયા 18,000

અરજી કઈ રીતે કરવી?

આ વેકેન્સીમાં ઇચ્છુક ઉમેદવારો ઓફલાઇન માધ્યમ જેવા કે ઇન્ડિયા પોસ્ટ અથવા રૂબરૂ જઈ અરજી કરી શકે છે. અરજી કરવાની છેલ્લી તારીખ 07 માર્ચ 2024 છે. અરજી કરવા માટેનું સરનામું ગુજરાત યુનિવર્સિટી ઓફ ટ્રાન્સપ્લાંટેશન સાયન્સીઝ, ટ્રોમા સેન્ટર સામે સિવિલ હોસ્પિટલ કેમ્પસ, અસારવા, અમદાવાદ – 380 016 છે.

તમારે નીચે મુજબની ભરતીઓની માહિતી પણ અવશ્ય મેળવવી જોઈએ:

અરજી કરવા માટે જરૂરી લિંક:

સત્તાવાર વેબસાઈટ માટેઅહીં ક્લિક કરો
જાહેરાત માટેઅહીં ક્લિક કરો
ઈગુજરાતી પર જવા માટેઅહીં ક્લિક કરો

નોંધ: મિત્રો, આ ભરતીની માહિતી સમાચાર પત્ર, રોજગાર સમાચાર, ન્યુઝ, સરકારી પ્લેટફોર્મ તથા અન્ય સોર્સ પરથી લેવામાં આવે છે. આ ભરતીની માહિતીમાં કોઈ ત્રુટી પણ હોઈ શકે છે. જેથી અમારી તમને વિનંતી છે કે આ ભરતીમાં અરજી કરતા પહેલા સત્તાવાર વેબસાઈટ પર જઈ તથા સંસ્થાનો સંપર્ક કરી સંપૂર્ણ માહિતી જાણી લેવી.

Leave a Comment