SSC Recruitment 2024: સ્ટાફ સિલેક્શન કમિશનમાં 10 પાસ તથા અન્ય માટે 2049+ જગ્યાઓ પર ભરતી જાહેર થઇ ચુકી છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેમ કે જરૂરી તારીખો, પદો ના નામ, જરૂરી શેક્ષણિક તથા અન્ય લાયકાત, પોસ્ટ અનુસાર પગારધોરણ, ખાલી જગ્યાઓની સંખ્યા, અરજી કઈ રીતે કરવી વગેરે આ લેખમાં જાણવા મળશે.
SSC Recruitment 2024 | Staff Selection Commission Recruitment 2024
સંસ્થા | સ્ટાફ સિલેક્શન કમિશન |
પોસ્ટ | વિવિધ |
અરજી માધ્યમ | ઓનલાઇન |
અરજી છેલ્લી તારીખ | 18 માર્ચ 2024 |
સત્તાવાર વેબસાઈટ | https://ssc.nic.in/ |
જરૂરી તારીખો:
સ્ટાફ સિલેક્શન કમિશનની આ ભરતીની નોટિફિકેશન 26 ફેબ્રુઆરી 2024 ના રોજ બહાર પાડવામાં આવી હતી. ભરતીના ફોર્મ 26 ફેબ્રુઆરી 2024 ના રોજથી ભરી શકાશે જયારે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 18 માર્ચ 2024 છે.
પોસ્ટનું નામ:
સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા લેબ આસિસ્ટન્ટ, ટેકનિકલ ઓપરેટર, સ્ટોર કીપર, જુનિયર ઈજનેર, વૈજ્ઞાનિક મદદનીશ, ક્ષેત્ર સહાયક, ટેકનિકલ ઓફિસર, ડાયેટિશિયન, ટેકનિકલ અધિક્ષક, ટેક્સટાઇલ ડિઝાઇનર, સિનિયર વૈજ્ઞાનિક મદદનીશ, ગર્લ્સ કેડેટ પ્રશિક્ષક, લેબોરેટરી એટેન્ડન્ટ, પુસ્તકાલય અને માહિતી સહાયક, પુસ્તકાલય કારકુન, જુનિયર ટેકનિકલ આસિસ્ટન્ટ, સિનિયર ટેકનિકલ આસિસ્ટન્ટ જેવી સિલેક્શન પોસ્ટ માટે ભરતી કરવામાં આવી રહી છે.
ખાલી જગ્યા:
સ્ટાફ સિલેક્શન કમિશનની આ ભરતીમાં કુલ ખાલી જગ્યા 2049 છે.
પગારધોરણ:
SSCની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ સંસ્થા દ્વારા તમને સરકારના ધારાધોરણ મુજબ રૂપિયા 5200 થી લઇ 34800 સુધી પગારધોરણ ચુકવવામાં આવશે.
શેક્ષણિક લાયકાત:
આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી શેક્ષણિક લાયકાત ધોરણ-10 પાસ, ધોરણ-12 પાસ તથા સ્નાતક માંગવામાં આવેલ છે. લાયકાત સંબંધિત વધુ માહિતી માટે જાહેરાતનો અભ્યાસ અવશ્ય કરવો.
અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ:
આ ભરતીમાં અરજી કરવા માટે તમારે નીચે મુજબના ડોક્યુમેન્ટ રજુ કરવાના રહેશે.
- આધારકાર્ડ /પાનકાર્ડ / ચૂટણીં કાર્ડ
- પાસપોર્ટ સાઈઝ ફોટો
- સહી
- લિવિંગ સર્ટિફિકેટ
- માર્કશીટ
- જાતિનો દાખલો
- તથા અન્ય જરૂરી પુરાવાઓ
વયમર્યાદા:
કર્મચારી પસંદગી મંડળની આ ભરતીમાં અરજી કરવા માટે ઓછામાં ઓછી વયમર્યાદા 18 વર્ષ તથા વધુમાં વધુ વયમર્યાદા 30 વર્ષ નક્કી કરવામાં આવેલ છે. વધુમાં તમને જણાવી દઈએ કે આ વયમર્યાદામાં અનામત વર્ગના ઉમેદવારોને છૂટ મળવાપાત્ર રહેશે.
પસંદગી પ્રક્રિયા:
કર્મચારી પસંદગી મંડળની આ ભરતીમાં પસંદગી પામવા માટે તમારે નીચે મુજબની પરીક્ષાઓમાં સફળ થવાનું રહેશે.
- કોમ્પ્યુટર ટેસ્ટ
- લેખિત પરીક્ષા
અરજી કઈ રીતે કરવી?
SSCની આ વેકેન્સીમાં ઇચ્છુક ઉમેદવારો ઓનલાઇન અરજી કરી શકે છે. અરજી કરવાની છેલ્લી તારીખ 18 માર્ચ 2024 છે. અરજી કરવા માટેની વેબસાઈટ www.ssc.nic.in છે.
તમારે નીચે મુજબની ભરતીઓની માહિતી પણ અવશ્ય મેળવવી જોઈએ:
- ssc RPF Recruitment 2024: રેલવે પ્રોટેક્શન ફોર્સમાં 10 પાસ તથા અન્ય માટે 4660+ જગ્યાઓ પર સરકારી નોકરીનો મોકો, પગાર ₹ 35,400 સુધી
- MDM Gandhingar Recruitment: મધ્યાહન ભોજન યોજના ગાંધીનગરમાં પરીક્ષા વગર સીધી ભરતી જાહેર
- Gujarat University Recruitment 2024: ગુજરાત યુનિવર્સિટીમાં વિવિધ પદો પર સીધી ભરતી જાહેર
- Axis Bank DEO Recruitment: એક્સિસ બેંકમાં ડેટા એન્ટ્રી ઓપરેટરના પદ પર પરીક્ષા વગર સીધી ભરતી, પગાર ₹ 25,000 +
અરજી કરવા માટે જરૂરી લિંક:
સત્તાવાર વેબસાઈટ માટે | અહીં ક્લિક કરો |
જાહેરાત માટે | અહીં ક્લિક કરો |
ઈગુજરાતી પર જવા માટે | અહીં ક્લિક કરો |