10th Pass Airport Recruitment 2024: એરપોર્ટ વિભાગમાં 10 પાસ માટે 422+ જગ્યાઓ પર ભરતી જાહેર થઈ ચુકી છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેમ કે જરૂરી તારીખો, પદો ના નામ, જરૂરી શેક્ષણિક તથા અન્ય લાયકાત, પોસ્ટ અનુસાર પગારધોરણ, ખાલી જગ્યાઓની સંખ્યા, અરજી કઈ રીતે કરવી વગેરે આ લેખમાં જાણવા મળશે.
10th Pass Airport Recruitment 2024 | SSC Pass Airport Recruitment 2024
સંસ્થા | એર ઈન્ડિયા એર ટ્રાન્સપોર્ટ સર્વિસ લિમિટેડ |
પોસ્ટ | વિવિધ |
અરજી માધ્યમ | ઓફલાઇન |
છેલ્લી તારીખ | 4 મે 2024 |
સત્તાવાર વેબસાઈટ | https://www.aiasl.in/ |
જરૂરી તારીખો:
એરપોર્ટ વિભાગની આ ભરતીની નોટિફિકેશન 16 એપ્રિલ 2024 ના રોજ બહાર પાડવામાં આવી હતી. આ ભરતીમાં તમારે ઓનલાઇન કે ઓફલાઈન કોઈ ફોર્મ ભરવાનું થતું નથી પરંતુ નોકરી મેળવવા ઇચ્છુક ઉમેદવારોએ ઇન્ટરવ્યૂમાં રૂબરૂ જવાનું રહેશે.
પોસ્ટનું નામ:
એરપોર્ટ વિભાગ દ્વારા યુટીલીટી એજન્ટ/રેમ્પ ડ્રાઈવર તથા હેન્ડીમેન/હેન્ડીવુમનના પદ માટે ભરતી કરવામાં આવી રહી છે.
ખાલી જગ્યા:
એરપોર્ટ વિભાગ દ્વારા યુટીલીટી એજન્ટ/રેમ્પ ડ્રાઈવરની 130 તથા હેન્ડીમેન/હેન્ડીવુમનની 292 આમ કુલ 422 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવી રહી છે.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી
પગારધોરણ:
એરપોર્ટ ડીપાર્ટમેન્ટની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ વિભાગ દ્વારા તમને યુટીલીટી એજન્ટ/રેમ્પ ડ્રાઈવરના પદ પર રૂપિયા 24,960 તથા હેન્ડીમેન/હેન્ડીવુમનના પદ પર રૂપિયા 22,530 માસિક પગારધોરણ મળવાપાત્ર રહેશે.
વયમર્યાદા:
AIASLની આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી વયમર્યાદા 18 થી 28 વર્ષ નક્કી કરવામાં આવેલ છે.
અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ:
આ ભરતીમાં અરજી કરવા માટે તમારે નીચે મુજબના ડોક્યુમેન્ટ રજુ કરવાના રહેશે.
- આધારકાર્ડ /પાનકાર્ડ / ચૂટણીં કાર્ડ
- પાસપોર્ટ સાઈઝ ફોટો
- સહી
- લિવિંગ સર્ટિફિકેટ
- માર્કશીટ
- જાતિનો દાખલો
- તથા અન્ય જરૂરી પુરાવાઓ
ધોરણ 10 તથા 12 પાસ માટે સરકારી ભરતી
શેક્ષણિક લાયકાત:
આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારોએ ધોરણ-10 પૂર્ણ કરેલ હોવું જોઈએ. લાયકાત સંબંધિત વધુ માહિતી માટે જાહેરાતનો અભ્યાસ અવશ્ય કરવો.
પસંદગી પ્રક્રિયા:
AIASL ની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી વોલ્ક ઈન ઇન્ટરવ્યૂ તથા સ્કિલ ટેસ્ટ દ્વારા કરવામાં આવશે.
ગુજરાતમાં પરીક્ષા વગર સીધી ભરતી
અરજી કરવા માટે જરૂરી લિંક:
સત્તાવાર વેબસાઈટ માટે | અહીં ક્લિક કરો |
જાહેરાત માટે | અહીં ક્લિક કરો |
ઈગુજરાતી પર જવા માટે | અહીં ક્લિક કરો |