Gujarat Sahakari Bank Bharti 2024: ગુજરાત સહકારી બેંકમાં વિવિધ પદો પર ભરતી જાહેર

Gujarat Sahakari Bank Bharti 2024: ગુજરાત સહકારી બેંકમાં વિવિધ પદો પર ભરતી જાહેર થઇ ચુકી છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેમ કે જરૂરી તારીખો, પદો ના નામ, જરૂરી શેક્ષણિક તથા અન્ય લાયકાત, પોસ્ટ અનુસાર પગારધોરણ, ખાલી જગ્યાઓની સંખ્યા, અરજી કઈ રીતે કરવી વગેરે આ લેખમાં જાણવા મળશે.

Gujarat Sahakari Bank Bharti 2024 । ગુજરાત સહકારી બેંક ભરતી 2024

સંસ્થાધ કાલુપુર કોમર્શિયલ કો-ઓપરેટીવ બેંક લિ.
પોસ્ટવિવિધ
અરજી માધ્યમઓનલાઇન
જાહેરાત તારીખ01 ફેબ્રુઆરી 2024
સત્તાવાર વેબસાઈટhttps://www.kalupurbank.com/

જરૂરી તારીખો:

ગુજરાતની સહકારી બેંકની આ ભરતીની નોટિફિકેશન 01 ફેબ્રુઆરી 2024 ના રોજ બહાર પાડવામાં આવી હતી. ભરતીના ફોર્મ 01 ફેબ્રુઆરી 2024 ના રોજથી ભરી શકાશે જયારે ફોર્મ ભરવાની કોઈ છેલ્લી તારીખ જાહેરાતમાં આપવામાં આવી નથી જેથી જે ઉમેદવારો આ ભરતીમાં અરજી કરવા ઇચ્છુક છે તેઓએ જેમ બને તેમ વહેલી તકે અરજી કરી દેવી.

પોસ્ટનું નામ:

કાલુપુર સહકારી બેંક દ્વારા ક્રેડિટ એનાલિસ્ટ તથા ઓફિસ આસિસ્ટન્ટના પદો માટે ભરતી કરવામાં આવી રહી છે.

ખાલી જગ્યા:

કાલુપુર સહકારી બેંકની આ ભરતીમાં ક્રેડિટ એનાલિસ્ટની 20 તથા ઓફિસ આસિસ્ટન્ટની 20 આમ કુલ 40 જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે.

અરજી ફી:

કાલુપુર કો-ઓપરેટીવ બેંકની આ ભરતીમાં તમામ કેટેગરીના ઉમેદવારો નિઃશુલ્ક અરજી કરી શકે છે તેઓએ કોઈપણ પ્રકારની ફી ચુકવવાની રહેતી નથી.

પગારધોરણ:

કાલુપુર કો-ઓપરેટીવ બેંકની આ ભરતી માટે જાહેરાતમાં પગારધોરણની માહિતી આપવામાં આવી નથી પરંતુ અમુક સોર્સથી મળેલ માહિતી અનુસાર આ બેંકમાં પસંદગી પામ્યા બાદ બેંક દ્વારા તમને ક્રેડિટ એનાલિસ્ટના પદ માટે માસિક પગાર રૂપિયા 30,000 થી લઈ 60,000 સુધી તથા ઓફિસ આસિસ્ટન્ટના પદ માટે માસિક પગાર રૂપિયા 12,000 થી લઈ 30,000 સુધી ચૂકવી શકે છે.

વયમર્યાદા:

સહકારી બેંક ની આ ભરતીમાં અરજી કરવા માટે કોઈ વયમર્યાદા નક્કી કરવામાં આવેલ નથી. જેથી 18 વર્ષથી ઉપરના તમામ લોકો અરજી કરી શકે છે.

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ:

કો-ઓપરેટીવ બેંકની આ ભરતીમાં અરજી કરવા માટે તમારે તમારી જરૂરી માહિતી આપવાની રહેશે તથા જરૂરી ડોક્યુમેન્ટમાં ફક્ત રીઝયુમ અપલોડ કરવાનું રહેશે.

શેક્ષણિક લાયકાત:

મિત્રો, બેંક દ્વારા અલગ અલગ પોસ્ટ ઉપર ભરતી કરવામાં આવી રહી છે જેથી તમામ પોસ્ટની શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે. લાયકાત સંબંધિત તમામ માહિતી તમે નીચે આપેલ સત્તાવાર જાહેરાતમાં જોઈ શકો છો.

પસંદગી પ્રક્રિયા:

બેંકની આ ભરતીમાં પસંદગી પામવા માટે તમારે નીચે મુજબની પરીક્ષાઓમાં સફળ થવાનું રહેશે.

  • ઇન્ટરવ્યૂ
  • લેખિત પરીક્ષા (બેંક ઈચ્છે તો)
  • ડોક્યુમેન્ટ વેરિફિકેશન

અરજી કઈ રીતે કરવી?

આ વેકેન્સીમાં જોબ મેળવવા ઇચ્છુક ઉમેદવારો ઓનલાઇન અરજી કરી શકે છે. અરજી કરવા માટેની સત્તાવાર વેબસાઈટ www.kalupurbank.com છે.

તમારે નીચે મુજબની ભરતીઓની માહિતી પણ અવશ્ય મેળવવી જોઈએ:

અરજી કરવા માટે જરૂરી લિંક:

સત્તાવાર વેબસાઈટ માટેઅહીં ક્લિક કરો
જાહેરાત માટેઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
ઈગુજરાતી પર જવા માટેઅહીં ક્લિક કરો

નોંધ: મિત્રો, આ ભરતીની માહિતી સમાચાર પત્ર, રોજગાર સમાચાર, ન્યુઝ, સરકારી પ્લેટફોર્મ તથા અન્ય સોર્સ પરથી લેવામાં આવે છે. આ ભરતીની માહિતીમાં કોઈ ત્રુટી પણ હોઈ શકે છે. જેથી અમારી તમને વિનંતી છે કે આ ભરતીમાં અરજી કરતા પહેલા સત્તાવાર વેબસાઈટ પર જઈ તથા સંસ્થાનો સંપર્ક કરી સંપૂર્ણ માહિતી જાણી લેવી.

Leave a Comment