Gujarat Bal Suraksha Yojana Recruitment: ગુજરાત બાળ સુરક્ષા યોજનામાં કોઈપણ પરીક્ષા તથા અરજી ફી વગર સીધી ભરતી જાહેર

Gujarat Bal Suraksha Yojana Recruitment: ગુજરાત બાળ સુરક્ષા યોજનામાં કોઈપણ પરીક્ષા તથા અરજી ફી વગર સીધી ભરતી જાહેર થઈ ચુકી છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેમ કે જરૂરી તારીખો, પદો ના નામ, જરૂરી શેક્ષણિક તથા અન્ય લાયકાત, પોસ્ટ અનુસાર પગારધોરણ, ખાલી જગ્યાઓની સંખ્યા, અરજી કઈ રીતે કરવી વગેરે આ લેખમાં જાણવા મળશે.

Gujarat Bal Suraksha Yojana Recruitment | Gujarat State Child Protection Society Recruitment

સંસ્થાગુજરાત બાળ સુરક્ષા યોજના
પોસ્ટવિવિધ
અરજી માધ્યમઓફલાઇન
અરજી છેલ્લી તારીખ08 ફેબ્રુઆરી 2024
સત્તાવાર વેબસાઈટhttps://gscps.gujarat.gov.in/

જરૂરી તારીખો:

ગુજરાત સરકારની બાળ સુરક્ષા યોજનાની આ ભરતીની નોટિફિકેશન 31 જાન્યુઆરી 2024 ના રોજ બહાર પાડવામાં આવી હતી. આ ભરતીમાં ઓનલાઇન કે ઓફલાઈન કોઈપણ રીતે ફોર્મ ભરવાના રહેતા નથી. નોકરી મેળવવા ઇચ્છુક ઉમેદવારોએ રૂબરૂ સ્વખર્ચે ઇન્ટરવ્યૂની તારીખે ઇન્ટરવ્યૂ સ્થળે હાજર રહેવાનું રહેશે.

પોસ્ટનું નામ:

બાળ સુરક્ષા યોજના દ્વારા ઓફિસ ઈન્ચાર્જ સુપ્રિટેન્ડેન્ટ, ગૃહપિતા, પેરામેડિકલ સ્ટાફ, એજ્યુકેટર, યોગ ટ્રેઈનર, રસોઈયા, હેલ્પર કમ નાઈટ વોચમેન, આઉટરિચ વર્કર તથા આસિસ્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટરના પદ માટે ભરતી કરવામાં આવી રહી છે.

અરજી ફી:

ગુજરાત સરકારના બાળ સુરક્ષા એકમની આ ભરતીમાં તમામ કેટેગરીના ઉમેદવારો નિઃશુલ્ક અરજી કરી શકે છે તેઓએ કોઈપણ પ્રકારની ફી ચુકવવાની રહેતી નથી.

પસંદગી પ્રક્રિયા:

દૂધ મંડળી ની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી નિયત તારીખે ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે. ઇન્ટરવ્યૂની તારીખ તથા સ્થળની માહિતી નીચે આપવામાં આવેલ છે.

વયમર્યાદા:

ગુજરાત સરકાર અંતર્ગતની આ ભરતી પ્રક્રિયામાં ભાગ લેવા માટે તથા નોકરી મેળવવા માટે તમામ કેટેગરીના ઉમેદવારોની ઓછામાં ઓછી ઉંમર 21 વર્ષ તથા 40 વર્ષથી વધુ ન હોવી જોઈએ.

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ:

આ ભરતીમાં અરજી કરવા માટે તમારે નીચે મુજબના ડોક્યુમેન્ટ રજુ કરવાના રહેશે.

  • આધારકાર્ડ /પાનકાર્ડ / ચૂટણીં કાર્ડ
  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • લિવિંગ સર્ટિફિકેટ
  • માર્કશીટ
  • ડિગ્રી
  • અનુભવનું પ્રમાણપત્ર (જો હોય તો)
  • તથા અન્ય જરૂરી પુરાવાઓ

શેક્ષણિક લાયકાત:

મિત્રો, બાળ સુરક્ષા એકમ માટે ગુજરાત સરકાર દ્વારા અલગ અલગ પોસ્ટ ઉપર ભરતી કરવામાં આવી રહી છે જેથી તમામ પોસ્ટની શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે. લાયકાત સંબંધિત તમામ માહિતી તમે નીચે આપેલ સત્તાવાર જાહેરાતમાં જોઈ શકો છો.

પગારધોરણ:

ગુજરાત સ્ટેટ ચાઈલ્ડ પ્રોટેક્શન સોસાયટીની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ તમને માસિક કેટલા રૂપિયા પગારધોરણ ચુકવવામાં આવશે તેની માહિતી તમે નીચે મુજબ જોઈ શકો છો. વધુમાં તમને જણાવી દઈએ કે ઉમેદવારની પસંદગી 11 માસના કરાર ઉપર કરવામાં આવશે તથા આ કરાર પૂર્ણ તથા કામગીરી સંતોષકારક હશે તો ફરીથી નવો કરાર રીન્યુ કરી દેવામાં આવશે. કરાર રીન્યુ થતાની સાથે તમારા પગારના બેઝીક પે માં 5 ટકા નો વધારો કરવામાં આવશે.

પોસ્ટનું નામપગારધોરણ
ઓફિસ ઈન્ચાર્જ સુપ્રિટેન્ડેન્ટરૂપિયા 33,100
ગૃહપિતારૂપિયા 14,564
પેરામેડિકલ સ્ટાફરૂપિયા 12,318
એજ્યુકેટરરૂપિયા 12,318
યોગ ટ્રેઈનરરૂપિયા 12,318
રસોઈયારૂપિયા 12,026
હેલ્પર કમ નાઈટ વોચમેનરૂપિયા 11,767
આઉટરિચ વર્કર રૂપિયા 12,318
આસિસ્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટરરૂપિયા 12,318

ઇન્ટરવ્યૂની તારીખ તથા સ્થળ:

આ ભરતીમાં 1 થી 7 પોસ્ટ માટે ઇન્ટરવ્યૂની તારીખ 07 ફેબ્રુઆરી 2024 તથા 8 અને 9 નંબરની પોસ્ટ માટે ઇન્ટરવ્યૂ તારીખ 08 ફેબ્રુઆરી 2024ના રોજ સવારે 09:00 કલાક થી 11:00 કલાક દરમ્યાન છે. તથા ઇન્ટરવ્યુનું સ્થળ – જિલ્લા બાળ સુરક્ષા એકમ, પ્રથમ માળ, રાજકમલ ચેમ્બર્સ, હોટલ પેરામાઉન્ટની સામે, પોલો ગ્રાઉન્ડ, હિંમતનગર, જી- સાબરકાંઠા રહેશે.

તમારે નીચે મુજબની ભરતીઓની માહિતી પણ અવશ્ય મેળવવી જોઈએ:

અરજી કરવા માટે જરૂરી લિંક:

સત્તાવાર વેબસાઈટ માટેઅહીં ક્લિક કરો
જાહેરાત માટેઅહીં ક્લિક કરો
ઈગુજરાતી પર જવા માટેઅહીં ક્લિક કરો

નોંધ: મિત્રો, આ ભરતીની માહિતી સમાચાર પત્ર, રોજગાર સમાચાર, ન્યુઝ, સરકારી પ્લેટફોર્મ તથા અન્ય સોર્સ પરથી લેવામાં આવે છે. આ ભરતીની માહિતીમાં કોઈ ત્રુટી પણ હોઈ શકે છે. જેથી અમારી તમને વિનંતી છે કે આ ભરતીમાં અરજી કરતા પહેલા સત્તાવાર વેબસાઈટ પર જઈ તથા સંસ્થાનો સંપર્ક કરી સંપૂર્ણ માહિતી જાણી લેવી.

Leave a Comment