AMC Bharti 2024: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 100+ જગ્યાઓ પર ભરતી જાહેર

AMC Bharti 2024: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 100+ જગ્યાઓ પર ભરતી જાહેર થઈ ચુકી છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેમ કે જરૂરી તારીખો, પદો ના નામ, જરૂરી શેક્ષણિક તથા અન્ય લાયકાત, પોસ્ટ અનુસાર પગારધોરણ, ખાલી જગ્યાઓની સંખ્યા, અરજી કઈ રીતે કરવી વગેરે આ લેખમાં જાણવા મળશે.

AMC Bharti 2024 | Ahmedabad Municipal Corporation Recruitment 2024

સંસ્થાઅમદાવાદ મહાનગરપાલિકા
પોસ્ટવિવિધ
અરજી માધ્યમઓફલાઈન
અરજી છેલ્લી તારીખ22 માર્ચ 2024
સત્તાવાર વેબસાઈટhttps://ahmedabadcity.gov.in/

જરૂરી તારીખો:

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આ ભરતીની નોટિફિકેશન 12 માર્ચ 2024 ના રોજ બહાર પાડવામાં આવી હતી. ભરતીના ફોર્મ 12 માર્ચ 2024 ના રોજથી ભરી શકાશે જયારે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 22 માર્ચ 2024 છે.

પોસ્ટનું નામ:

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા બેંકિંગ આસિસ્ટન્ટના પદ માટે ભરતી કરવામાં આવી રહી છે.

ખાલી જગ્યા:

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા બેંકિંગ આસિસ્ટન્ટના પદ માટે કુલ 100 જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે.

અરજી ફી:

અમદાવાદ મહાનગરપાલિકાની આ ભરતીમાં તમામ કેટેગરીના ઉમેદવારો નિઃશુલ્ક અરજી કરી શકે છે તેઓએ કોઈપણ પ્રકારની ફી ચુકવવાની રહેતી નથી.

પસંદગી પ્રક્રિયા:

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી નિયત તારીખે ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે.

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ:

આ ભરતીમાં અરજી કરવા માટે તમારે નીચે મુજબના ડોક્યુમેન્ટ રજુ કરવાના રહેશે.

  • આધારકાર્ડ /પાનકાર્ડ / ચૂટણીં કાર્ડ
  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • લિવિંગ સર્ટિફિકેટ
  • માર્કશીટ
  • ડિગ્રી
  • તથા અન્ય જરૂરી પુરાવાઓ

શેક્ષણિક લાયકાત:

આ ભરતીમાં કોમર્સ/મેનેજમેન્ટ/ઇકોનોમિક્સમાં ગ્રેજ્યુએટ લોકો અરજી કરી શકે છે. લાયકાત સંબંધિત તમામ માહિતી તમે નીચે આપેલ સત્તાવાર જાહેરાતમાં જોઈ શકો છો.

પગારધોરણ:

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આ એપ્રેન્ટિસ ભરતીમાં પસંદગી પામ્યા બાદ તમને માસિક 9,000 રૂપિયા સ્ટાઈપેન્ડ ચુકવવામાં આવશે.

અરજી કઈ રીતે કરવી?

આ ભરતીમાં તમારે ઓફલાઈન માધ્યમથી રૂબરૂ જઈ અથવા ઇન્ડિયા પોસ્ટ રજીસ્ટર એ.ડી થી અરજી કરી શકો છો. અરજી કરવાની છેલ્લી તારીખ 22 માર્ચ 2024 છે. અરજી કરવાનું સરનામું – અર્બન કોમ્યુનિટી ડેવેલપમેન્ટ ડિપાર્ટમેન્ટ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, યુ.સી.ડી ભવન, પરીક્ષીતલાલ નગર રોડ, બહેરામપુરા, અમદાવાદ – 380022 છે.

તમારે નીચે મુજબની ભરતીઓની માહિતી પણ અવશ્ય મેળવવી જોઈએ:

અરજી કરવા માટે જરૂરી લિંક:

સત્તાવાર વેબસાઈટ માટેઅહીં ક્લિક કરો
જાહેરાત માટેઅહીં ક્લિક કરો
ઈગુજરાતી પર જવા માટેઅહીં ક્લિક કરો

નોંધ: મિત્રો, આ ભરતીની માહિતી સમાચાર પત્ર, રોજગાર સમાચાર, ન્યુઝ, સરકારી પ્લેટફોર્મ તથા અન્ય સોર્સ પરથી લેવામાં આવે છે. આ ભરતીની માહિતીમાં કોઈ ત્રુટી પણ હોઈ શકે છે. જેથી અમારી તમને વિનંતી છે કે આ ભરતીમાં અરજી કરતા પહેલા સત્તાવાર વેબસાઈટ પર જઈ તથા સંસ્થાનો સંપર્ક કરી સંપૂર્ણ માહિતી જાણી લેવી.

Leave a Comment