BOB 7th Pass Job: બેંક ઓફ બરોડામાં 07 પાસ માટે માળી તથા ઓફિસ આસિસ્ટન્ટ માટે સીધી ભરતી જાહેર, અરજીના ફક્ત 3 દિવસ બાકી

BOB 7th Pass Job: બેંક ઓફ બરોડામાં 07 પાસ માટે માળી તથા ઓફિસ આસિસ્ટન્ટ માટે સીધી ભરતી જાહેર થઈ ચુકી છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેમ કે જરૂરી તારીખો, પદો ના નામ, જરૂરી શેક્ષણિક તથા અન્ય લાયકાત, પોસ્ટ અનુસાર પગારધોરણ, ખાલી જગ્યાઓની સંખ્યા, અરજી કઈ રીતે કરવી વગેરે આ લેખમાં જાણવા મળશે.

BOB 7th Pass Job | Bank of Baroda 7th Pass Job

સંસ્થાબેંક ઓફ બરોડા
પોસ્ટવિવિધ
અરજી માધ્યમઓફલાઇન
અરજી છેલ્લી તારીખ23 માર્ચ 2024
સત્તાવાર વેબસાઈટhttps://www.bankofbaroda.in/

જરૂરી તારીખો:

બેંક ઓફ બરોડાની આ ભરતીની નોટિફિકેશન 11 માર્ચ 2024 ના રોજ બહાર પાડવામાં આવી હતી. ભરતીના ફોર્મ 11 માર્ચ 2024 ના રોજથી ભરી શકાશે જયારે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 23 માર્ચ 2024 છે.

પોસ્ટનું નામ:

બેંક ઓફ બરોડા દ્વારા ઓફિસ આસિસ્ટન્ટ તથા વાયરમેન/માળીના પદ પર ભરતી કરવામાં આવી રહી છે.

અરજી ફી:

બેંક ઓફ બરોડાની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ કેટેગરીના ઉમેદવારોએ અરજી ફી ચુકવવાની જરૂર નથી. તમામ કેટેગરીના ઉમેવારો વિનામૂલ્યે ફોર્મ સબમિટ કરાવી શકે છે.

વયમર્યાદા:

BOBની આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી વયમર્યાદા 22 થી 40 વર્ષ નક્કી કરવામાં આવેલ છે.

અરજી કરવા માટે જરૂરી પુરાવાઓ:

આ ભરતીમાં અરજી કરવા માટે તમારે નીચે મુજબના પુરાવાઓ રજુ કરવાના રહેશે.

  • આધારકાર્ડ /પાનકાર્ડ / ચૂટણીં કાર્ડ
  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • લિવિંગ સર્ટિફિકેટ
  • માર્કશીટ
  • ડિગ્રી
  • જાતિનો દાખલો
  • તથા અન્ય જરૂરી પુરાવાઓ

પસંદગી પ્રક્રિયા:

BOB ની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી પરીક્ષાના આધારે કરવામાં આવશે. વધુમાં તમને જણાવી દઈએ કે ઉમેદવારની પસંદગી 11 માસના કોન્ટ્રાકટ ઉપર કરવામાં આવશે.

શેક્ષણિક લાયકાત:

આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી શેક્ષણિક લાયકાત તમે નીચે મુજબ જોઈ શકો છો.

પોસ્ટનું નામશેક્ષણિક લાયકાત
વાયરમેન/માળીધોરણ-07 પાસ
ઓફિસ આસિસ્ટન્ટસ્નાતક

પગારધોરણ:

આ ભરતીમાં ઉમેદવારની ફાઈનલ પસંદગી બાદ તેમને કેટલા રૂપિયા વેતન ચુકવવામાં આવશે તેની માહિતી તમે નીચે મુજબ જોઈ શકો છો.

પોસ્ટનું નામપગારધોરણ
વાયરમેન/માળીરૂપિયા 7,500
ઓફિસ આસિસ્ટન્ટરૂપિયા 14,000

અરજી કઈ રીતે કરવી?

આ ભરતીમાં તમારે ઓફલાઈન માધ્યમ જેવા કે પોસ્ટ, કુરિયરથી અરજી કરવાની રહેશે. અરજી કરવાની છેલ્લી 23 માર્ચ 2024 છે. અરજી કરવાનું સરનામું – નિયામકશ્રી, બરોડા ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થાન, પંચમહાલ-ગોધરા, શિવમ પાર્ક સોસાયટી, સત્યમ સોસાયટીની પાછળ, બામરોલી રોડ ગોધરા-389001 છે.

તમારે નીચે મુજબની ભરતીઓની માહિતી પણ અવશ્ય મેળવવી જોઈએ:

અરજી કરવા માટે જરૂરી લિંક:

સત્તાવાર વેબસાઈટ માટેઅહીં ક્લિક કરો
જાહેરાત માટેઅહીં ક્લિક કરો
ઈગુજરાતી પર જવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment