AMC Junior Clerk Recruitment 2024: અમદાવાદ મહાનગરપાલિકામાં જુનિયર ક્લાર્કની 612+ જગ્યાઓ પર કાયમી નોકરીની તક, પગાર ₹ 63,200 સુધી

AMC Junior Clerk Recruitment 2024: અમદાવાદ મહાનગરપાલિકામાં જુનિયર ક્લાર્કની 612+ જગ્યાઓ પર કાયમી નોકરીની તક આવી ચુકી છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેમ કે જરૂરી તારીખો, પદો ના નામ, જરૂરી શેક્ષણિક તથા અન્ય લાયકાત, પોસ્ટ અનુસાર પગારધોરણ, ખાલી જગ્યાઓની સંખ્યા, અરજી કઈ રીતે કરવી વગેરે આ લેખમાં જાણવા મળશે.

AMC Junior Clerk Recruitment 2024 | Ahmedabad Municipal Corporation Junior Clerk Recruitment 2024

સંસ્થાઅમદાવાદ મહાનગરપાલિકા
પોસ્ટક્લાર્ક
અરજી માધ્યમઓનલાઈન
અરજી છેલ્લી તારીખ15 એપ્રિલ 2024
સત્તાવાર વેબસાઈટhttps://ahmedabadcity.gov.in/

જરૂરી તારીખો:

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા આ ભરતીની નોટિફિકેશન 15 માર્ચ 2024 ના રોજ બહાર પાડવામાં આવી હતી. ભરતીના ફોર્મ 15 માર્ચ 2024 ના રોજથી ભરી શકાશે જયારે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 15 એપ્રિલ 2024 છે.

પોસ્ટનું નામ:

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા જુનિયર ક્લાર્કની પોસ્ટ પર ભરતીનું આયોજન કરવામાં આવ્યું છે.

ખાલી જગ્યા:

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા જુનિયર ક્લાર્કની કુલ 612 ખાલી જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા માટે ફોર્મ મંગાવવામાં આવ્યા છે. ઇચ્છુક ઉમેદવારોએ સમયમર્યાદા પહેલા પોતાના ફોર્મ જમા કરાવી દેવું.

પગારધોરણ:

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આ ભરતીમાં તમારું સહાયક જુનિયર ક્લાર્કની પોસ્ટ પર ફાઈનલ સિલેક્શન મેળવ્યા બાદ તમને પ્રથમ ત્રણ વર્ષ માટે ફિક્સ માસિક રૂપિયા 26,000 પગારધોરણ ચુકવવામાં આવશે ત્યારબાદ આ પગાર રકમ વધીને 19,900 થી 63,200 સુધી થઈ જશે. વધુમાં તમને જણાવી દઈએ કે આ પોસ્ટ પર તમને અન્ય સરકારી લાભો પણ મળવાપાત્ર રહેશે.

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ:

આ ભરતીમાં અરજી કરવા માટે તમારે નીચે મુજબના ડોક્યુમેન્ટ રજુ કરવાના રહેશે.

  • આધારકાર્ડ /પાનકાર્ડ / ચૂટણીં કાર્ડ
  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • લિવિંગ સર્ટિફિકેટ
  • જાતિનો દાખલો
  • માર્કશીટ
  • ડિગ્રી
  • તથા અન્ય જરૂરી પુરાવાઓ

પસંદગી પ્રક્રિયા:

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી નિયત તારીખે લેખિત પરીક્ષા અથવા ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે.

શેક્ષણિક લાયકાત:

AMC ની આ ભરતીમાં અરજી કરવા માટે તમારે કોમર્સ/સાયન્સ કે આર્ટસ કોઈ પણ સ્ટ્રીમના કોઈપણ કોર્સથી ગ્રેજ્યુએશન એટલે કે સ્નાતક પૂર્ણ કરેલું હોવું જોઈએ. લાયકાત સંબંધિત તમામ માહિતી તમે નીચે આપેલ સત્તાવાર જાહેરાતમાં જોઈ શકો છો.

અરજી કઈ રીતે કરવી?

આ ભરતીમાં તમારે ઓનલાઈન AMCની વેબસાઈટના માધ્યમથી કરવાની રહેશે. અરજી કરવાની છેલ્લી તારીખ 15 એપ્રિલ 2024 છે. અરજી કરવા માટેની વેબસાઈટ www.ahmedabadcity.gov.in છે.

તમારે નીચે મુજબની ભરતીઓની માહિતી પણ અવશ્ય મેળવવી જોઈએ:

અરજી કરવા માટે જરૂરી લિંક:

સત્તાવાર વેબસાઈટ માટેઅહીં ક્લિક કરો
જાહેરાત માટેઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
ઈગુજરાતી પર જવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment