Gujarat Bharti Mela 2024: ગુજરાતમાં 500+ જગ્યાઓ માટે ભરતી મેળો જાહેર, કોઈપણ અરજી ફી તથા પરીક્ષા વગર સીધી નોકરી

Gujarat Bharti Mela 2024: ગુજરાતમાં 500+ જગ્યાઓ માટે ભરતી મેળો જાહેર થઇ ચુક્યો છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેમ કે જરૂરી તારીખો, પદો ના નામ, જરૂરી શેક્ષણિક તથા અન્ય લાયકાત, પોસ્ટ અનુસાર પગારધોરણ, ખાલી જગ્યાઓની સંખ્યા, અરજી કઈ રીતે કરવી વગેરે આ લેખમાં જાણવા મળશે.

Gujarat Bharti Mela 2024 | Gujarat Job Fair 2024

સંસ્થાસુઝુકી મોટર ગુજરાત
પોસ્ટવિવિધ
અરજી માધ્યમઓફલાઇન
અરજી છેલ્લી તારીખ30 જાન્યુઆરી 2024
સત્તાવાર વેબસાઈટhttps://www.suzukimotorcycle.co.in/

જરૂરી તારીખો:

ભારતની નામાંકિત કંપની સુઝુકી મોટર ગુજરાત દ્વારા ખુબ મોટો ભરતી મેળો જાહેર કરી દેવામાં આવ્યો છે. આ ભરતી મેળાની નોટિફિકેશન 26 જાન્યુઆરી 2024 ના રોજ બહાર પાડવામાં આવી હતી. આ ભરતીમાં ઓનલાઇન કે ઓફલાઈન કોઈપણ રીતે ફોર્મ ભરવાના રહેતા નથી. નોકરી મેળવવા ઇચ્છુક ઉમેદવારોએ રૂબરૂ સ્વખર્ચે ઇન્ટરવ્યૂની તારીખે ઇન્ટરવ્યૂ સ્થળે હાજર રહેવાનું રહેશે.

પોસ્ટનું નામ:

સુઝુકી મોટર દ્વારા ઈલેક્ટ્રીશિયન, મશીનીસ્ટ, ટૂલ એન્ડ ડાયમેકર, ટ્રેક્ટર મિકેનિક, પેઈન્ટર, મોટર મિકેનિક, ડીઝલ મેકેનિક, ફીટર, વેલ્ડર, પ્લાસ્ટિક પ્રોસેસિંગ ઓપરેટર તથા ટર્નરના પદ પર ભરતી કરવામાં આવી રહી છે.

અરજી ફી:

સુઝુકી મોટરની આ ભરતીમાં આવેદન કરવા માટે તમારે કોઈપણ પ્રકારની અરજી ફી ચુકવવાની થતી નથી. તમામ કેટેગરીના ઉમેદવારો વિનામૂલ્યે એટલે કે ફ્રી ઓફ કોસ્ટ અરજી સબમિટ કરી શકો છો.

પગારધોરણ:

નામાંકિત કંપનીના આ ભરતી મેળામાં પસંદગી પામ્યા બાદ ઉમેદવારોને માસિક રૂપિયા 16,900 પગારધોરણ ચુકવવામાં આવશે. વધુમાં તમને જણાવી દઈએ કે કંપની દ્વારા તમને રહેવાની, જમવાની, સેફટી શૂઝ, 2 જોડી યુનિફોર્મ વગેરે સુવિધાઓનો લાભ પણ આપવામાં આવશે.

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ:

આ ભરતીમાં અરજી કરવા માટે તમારે નીચે મુજબના ડોક્યુમેન્ટ રજુ કરવાના રહેશે.

  • આધારકાર્ડ /પાનકાર્ડ / ચૂટણીં કાર્ડ
  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • સહી
  • લિવિંગ સર્ટિફિકેટ
  • માર્કશીટ
  • તથા અન્ય જરૂરી પુરાવાઓ

શેક્ષણિક લાયકાત:

આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી શેક્ષણિક લાયકાત 10 પાસ માંગવામાં આવી છે. લાયકાત સંબંધિત વધુ માહિતી માટે જાહેરાતનો અભ્યાસ અવશ્ય કરવો.

પસંદગી પ્રક્રિયા:

પ્રખ્યાત કંપનીની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી કોઈપણ પરીક્ષા વગર એટલે કે ઇન્ટરવ્યૂના પ્રદર્શનના આધારે કરવામાં આવશે.

ઇન્ટરવ્યૂની તારીખ તથા સ્થળ:

સુઝુકી મોટરની આ ભરતીમાં ઇન્ટરવ્યૂની તારીખ 30 જાન્યુઆરી 2024 સવારે 09:30 કલાકે છે જ્યારે ઇન્ટરવ્યુનું સ્થળ તમે નીચે મુજબ છે.

  • ગવર્મેન્ટ ITI આણંદ: GRID પાસે, લાંભવેલ રોડ, આણંદ
  • ગવર્મેન્ટ ITI સુરત: મજુરાગેટ, સુરત
  • ગવર્મેન્ટ ITI દાહોદ: ઝાલોદ રોડ, દાહોદ
  • ગવર્મેન્ટ ITI ભાવનગર: પોલીટેકનીક કોલેજ પાછળ, વિદ્યાનગર, ભાવનગર
  • ગવર્મેન્ટ ITI કાલાવાડ: સીતારામ ગૌશાળા પાસે, જામનગર રોડ, કાલાવાડ

તમારે નીચે મુજબની ભરતીઓની માહિતી પણ અવશ્ય મેળવવી જોઈએ:

અરજી કરવા માટે જરૂરી લિંક:

સત્તાવાર વેબસાઈટ માટેઅહીં ક્લિક કરો
જાહેરાત માટેઅહીં ક્લિક કરો
ઈગુજરાતી પર જવા માટેઅહીં ક્લિક કરો

નોંધ: મિત્રો, આ ભરતીની માહિતી સમાચાર પત્ર, રોજગાર સમાચાર, ન્યુઝ, સરકારી પ્લેટફોર્મ તથા અન્ય સોર્સ પરથી લેવામાં આવે છે. આ ભરતીની માહિતીમાં કોઈ ત્રુટી પણ હોઈ શકે છે. જેથી અમારી તમને વિનંતી છે કે આ ભરતીમાં અરજી કરતા પહેલા સત્તાવાર વેબસાઈટ પર જઈ તથા સંસ્થાનો સંપર્ક કરી સંપૂર્ણ માહિતી જાણી લેવી.

Leave a Comment