WhatsApp ગ્રૂપમાં જોડાવો!

ISRO Recruitment 2024: ઈસરોમાં 10 પાસથી લઈ તમામ માટે 155+ જગ્યાઓ પર ભરતી જાહેર

ISRO Recruitment 2024: ઈસરોમાં 10 પાસથી લઈ તમામ માટે 155+ જગ્યાઓ પર ભરતી જાહેર થઈ ચુકી છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેમ કે જરૂરી તારીખો, પદો ના નામ, જરૂરી શેક્ષણિક તથા અન્ય લાયકાત, પોસ્ટ અનુસાર પગારધોરણ, ખાલી જગ્યાઓની સંખ્યા, અરજી કઈ રીતે કરવી વગેરે આ લેખમાં જાણવા મળશે.

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો
Telegram ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો
YouTube Channel Subscribe કરવા અહીં ક્લિક કરો
Google News પર Follow કરવા અહીં ક્લિક કરો
Facebook Page Like કરવા અહીં ક્લિક કરો

ISRO Recruitment 2024 | Indian Space Research Organisation Recruitment 2024

સંસ્થાઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન
પોસ્ટવિવિધ
અરજી માધ્યમઓનલાઇન
અરજી છેલ્લી તારીખ16 ફેબ્રુઆરી 2024
સત્તાવાર વેબસાઈટhttps://www.isro.gov.in/

જરૂરી તારીખો:

ઈસરોની આ ભરતીની નોટિફિકેશન 24 જાન્યુઆરી 2024 ના રોજ બહાર પાડવામાં આવી હતી. ભરતીના ફોર્મ 27 જાન્યુઆરી 2024 ના રોજથી ભરી શકાશે જયારે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 16 ફેબ્રુઆરી 2024 છે.

પોસ્ટનું નામ:

ઈસરો દ્વારા સાઇન્ટીસ્ટ, ટેક્નિકલ આસિસ્ટન્ટ, સાયન્ટિફિક આસિસ્ટન્ટ, લાઇબ્રરી આસિસ્ટન્ટ, ટેક્નિશિયન, ડ્રાફ્ટ્સમેન, ફાયરમેન, કુક, લાઈટ વિહિકલ ડ્રાઈવર, હેવી વિહિકલ ડ્રાઈવરના પદ માટે ભરતી કરવામાં આવી રહી છે.

પગારધોરણ:

ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશનની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ સંસ્થા દ્વારા તમને સરકારના ધારાધોરણ લેવલ-2 થી લેવલ-10 મુજબ માસિક રૂપિયા 19,900 થી લઈ 63,200 તથા રૂપિયા 56,100 થી 1,77,500 સુધી પગારધોરણ ચુકવવામાં આવશે.

વયમર્યાદા:

આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી વયમર્યાદા 18 થી 35 વર્ષ નક્કી કરવામાં આવેલ છે. રિઝર્વ કેટેગરીના અરજદારોને આ વયમર્યાદામાં છૂટ મળી શકે છે.

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ:

આ ભરતીમાં અરજી કરવા માટે તમારે નીચે મુજબના ડોક્યુમેન્ટ રજુ કરવાના રહેશે.

  • આધારકાર્ડ /પાનકાર્ડ / ચૂટણીં કાર્ડ
  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • સહી
  • લિવિંગ સર્ટિફિકેટ
  • માર્કશીટ
  • ડિગ્રી
  • ડ્રાઇવિંગ લાયસન્સ
  • જાતિનો દાખલો
  • તથા અન્ય જરૂરી પુરાવાઓ

ખાલી જગ્યા:

ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશનની આ ભરતીમાં કુલ ખાલી જગ્યા 157 છે. પોસ્ટ અનુસાર ખાલી જગ્યાની સંખ્યા તમે નોટિફિકેશનમા જોઈ શકો છો.

શેક્ષણિક લાયકાત:

આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી શેક્ષણિક લાયકાત ધોરણ 10 પાસ થી લઇ અનુસ્નાતક સુધી તમામ પદ માટે અલગ અલગ માંગવામાં આવી છે. લાયકાત સંબંધિત વધુ માહિતી માટે જાહેરાતનો અભ્યાસ અવશ્ય કરવો.

પસંદગી પ્રક્રિયા:

આ ભરતીમાં પસંદગી પામવા માટે તમારે નીચે મુજબની પરીક્ષાઓમાં સફળ થવાનું રહેશે.

  • લેખિત પરીક્ષા
  • ડોક્યુમેન્ટ વેરિફિકેશન
  • તબીબી પરીક્ષા

અરજી કઈ રીતે કરવી?

ઈસરોની આ વેકેન્સીમાં ઇચ્છુક ઉમેદવારો ઓનલાઇન અરજી કરી શકે છે. અરજી કરવાની છેલ્લી તારીખ 16 ફેબ્રુઆરી 2024 છે.

તમારે નીચે મુજબની ભરતીઓની માહિતી પણ અવશ્ય મેળવવી જોઈએ:

અરજી કરવા માટે જરૂરી લિંક:

સત્તાવાર વેબસાઈટ માટેઅહીં ક્લિક કરો
જાહેરાત માટેઅહીં ક્લિક કરો
ઈગુજરાતી પર જવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment