Gujarat High Court Recruitment 2024: ગુજરાત હાઈકોર્ટમાં 10 પાસ માટે ભરતી જાહેર, પગાર ₹ 47,600 સુધી

Gujarat High Court Recruitment 2024: ગુજરાત હાઈકોર્ટમાં 10 પાસ માટે ભરતી જાહેર થઈ ચુકી છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેમ કે જરૂરી તારીખો, પદો ના નામ, જરૂરી શેક્ષણિક તથા અન્ય લાયકાત, પોસ્ટ અનુસાર પગારધોરણ, ખાલી જગ્યાઓની સંખ્યા, અરજી કઈ રીતે કરવી વગેરે આ લેખમાં જાણવા મળશે.

Gujarat High Court Recruitment 2024 | ગુજરાત હાઈકોર્ટ ભરતી 2024

સંસ્થાગુજરાત હાઈકોર્ટ
પોસ્ટઅટેન્ડન્ટ
અરજી માધ્યમઓનલાઇન
અરજી છેલ્લી તારીખ19 ફેબ્રુઆરી 2024
સત્તાવાર વેબસાઈટhttps://gujarathighcourt.nic.in/

જરૂરી તારીખો:

ગુજરાત હાઇકોર્ટની આ ભરતીની નોટિફિકેશન 03 ફેબ્રુઆરી 2024 ના રોજ બહાર પાડવામાં આવી હતી. ભરતીના ફોર્મ 05 ફેબ્રુઆરી 2024 ના રોજથી ભરી શકાશે જયારે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 19 ફેબ્રુઆરી 2024 છે.

પોસ્ટનું નામ:

ગુજરાત હાઇકોર્ટ દ્વારા અટેન્ડન્ટ કમ કુકના પદ માટે ભરતી કરવામાં આવી રહી છે.

પગારધોરણ:

ગુજરાત હાઈકોર્ટની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ હાઇકોર્ટના ધારાધોરણ અનુસાર રેગ્યુલર પગારની પોસ્ટ માટે પગાર રૂપિયા 15,000 થી 47,600 તથા ફિક્સ પગારની પોસ્ટ માટે પગાર રૂપિયા 14,800 મળવાપાત્ર રહેશે.

વયમર્યાદા:

આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી વયમર્યાદા 18 થી 35 વર્ષ નક્કી કરવામાં આવેલ છે. રિઝર્વ કેટેગરીના અરજદારોને આ વયમર્યાદામાં છૂટ મળવાપાત્ર રહેશે.

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ:

આ ભરતીમાં અરજી કરવા માટે તમારે નીચે મુજબના ડોક્યુમેન્ટ રજુ કરવાના રહેશે.

  • આધારકાર્ડ /પાનકાર્ડ / ચૂટણીં કાર્ડ
  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • સહી
  • લિવિંગ સર્ટિફિકેટ
  • માર્કશીટ
  • જાતિનો દાખલો
  • તથા અન્ય જરૂરી પુરાવાઓ

શેક્ષણિક લાયકાત:

આ ભરતીમાં અરજી કરવા માટે શેક્ષણિક લાયકાત ધોરણ-10 પાસ જરૂરી છે. લાયકાત સંબંધિત વધુ માહિતી માટે જાહેરાતનો અભ્યાસ અવશ્ય કરવો.

ખાલી જગ્યા:

ગુજરાત હાઈકોર્ટ દ્વારા અટેન્ડન્ટ કમ કુકના પદ માટે કુલ 18 જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે જેમાં રેગ્યુલર પગાર માટે 05 જગ્યા તથા ફિક્સ પગાર માટે 13 જગ્યાઓ ખાલી છે.

પસંદગી પ્રક્રિયા:

આ ભરતીમાં પસંદગી પામવા માટે તમારે લેખિત પરીક્ષા પાસ કરવાની રહેશે.

અરજી કઈ રીતે કરવી?

આ વેકેન્સીમાં જોબ મેળવવા ઇચ્છુક ઉમેદવારો ઓનલાઇન અરજી કરી શકે છે. અરજી કરવાની છેલ્લી તારીખ 19 ફેબ્રુઆરી 2024 છે. અરજી કરવા માટેની સત્તાવાર વેબસાઈટ www.gujarathighcourt.nic.in છે.

તમારે નીચે મુજબની ભરતીઓની માહિતી પણ અવશ્ય મેળવવી જોઈએ:

અરજી કરવા માટે જરૂરી લિંક:

સત્તાવાર વેબસાઈટ માટેઅહીં ક્લિક કરો
જાહેરાત માટેઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
ઈગુજરાતી પર જવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment