Gujarat Samaj Suraksha Vibhag Bharti: ગુજરાત સમાજ સુરક્ષા વિભાગમાં કોઈપણ પરીક્ષા તથા અરજી ફી વગર સીધી ભરતી જાહેર થઈ ચુકી છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેમ કે જરૂરી તારીખો, પદો ના નામ, જરૂરી શેક્ષણિક તથા અન્ય લાયકાત, પોસ્ટ અનુસાર પગારધોરણ, ખાલી જગ્યાઓની સંખ્યા, અરજી કઈ રીતે કરવી વગેરે આ લેખમાં જાણવા મળશે.
Gujarat Samaj Suraksha Vibhag Bharti | Department of Social Justice & Empowerment Gujarat Recruitment
સંસ્થા | સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ |
પોસ્ટ | વિવિધ |
અરજી માધ્યમ | ઓફલાઇન |
અરજી છેલ્લી તારીખ | 08 ફેબ્રુઆરી 2024 |
સત્તાવાર વેબસાઈટ | https://sje.gujarat.gov.in/ |
જરૂરી તારીખો:
ગુજરાત સરકારની સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની આ ભરતીની નોટિફિકેશન 01 ફેબ્રુઆરી 2024 ના રોજ બહાર પાડવામાં આવી હતી. આ ભરતીમાં ઓનલાઇન કે ઓફલાઈન કોઈપણ રીતે ફોર્મ ભરવાના રહેતા નથી. નોકરી મેળવવા ઇચ્છુક ઉમેદવારોએ રૂબરૂ સ્વખર્ચે ઇન્ટરવ્યૂની તારીખે ઇન્ટરવ્યૂ સ્થળે હાજર રહેવાનું રહેશે.
પોસ્ટનું નામ:
સમાજ સુરક્ષા વિભાગ દ્વારા એજ્યુકેટર, આર્ટ એન્ડ ક્રાફટ કમ મ્યુઝિક ટીચર, પી.ટી ઇન્સ્ટ્રકટર કમ યોગા ટ્રેઈનર, પેરામેડિકલ સ્ટાફ, રસોઈયા (કુક) તથા હેલ્પર કમ નાઈટ વોચમેનના પદ માટે ભરતી કરવામાં આવી રહી છે.
અરજી ફી:
ગુજરાત સરકારના સમાજ સુરક્ષા વિભાગની આ ભરતીમાં તમામ કેટેગરીના ઉમેદવારો નિઃશુલ્ક અરજી કરી શકે છે તેઓએ કોઈપણ પ્રકારની ફી ચુકવવાની રહેતી નથી.
પસંદગી પ્રક્રિયા:
સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી નિયત તારીખે ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે. ઇન્ટરવ્યૂની તારીખ તથા સ્થળની માહિતી નીચે આપવામાં આવેલ છે.
વયમર્યાદા:
ગુજરાત સરકાર અંતર્ગતની આ ભરતી પ્રક્રિયામાં ભાગ લેવા માટે તથા નોકરી મેળવવા માટે તમામ કેટેગરીના ઉમેદવારોની ઓછામાં ઓછી ઉંમર 21 વર્ષ તથા 40 વર્ષથી વધુ ન હોવી જોઈએ.
અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ:
આ ભરતીમાં અરજી કરવા માટે તમારે નીચે મુજબના ડોક્યુમેન્ટ રજુ કરવાના રહેશે.
- આધારકાર્ડ /પાનકાર્ડ / ચૂટણીં કાર્ડ
- પાસપોર્ટ સાઈઝ ફોટો
- લિવિંગ સર્ટિફિકેટ
- માર્કશીટ
- ડિગ્રી
- અનુભવનું પ્રમાણપત્ર (જો હોય તો)
- તથા અન્ય જરૂરી પુરાવાઓ
શેક્ષણિક લાયકાત:
મિત્રો, સમાજ સુરક્ષા વિભાગ માટે ગુજરાત સરકાર દ્વારા અલગ અલગ પોસ્ટ ઉપર ભરતી કરવામાં આવી રહી છે જેથી તમામ પોસ્ટની શેક્ષણિક તથા અન્ય લાયકાત અલગ અલગ છે. લાયકાત સંબંધિત તમામ માહિતી તમે નીચે આપેલ સત્તાવાર જાહેરાતમાં જોઈ શકો છો.
પગારધોરણ:
ડીપાર્ટમેન્ટ ઓફ સોસીયલ જસ્ટિસ એન્ડ એમ્પાવરમેન્ટ, ગવર્નમેન્ટ ઓફ ગુજરાતની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ તમને માસિક કેટલા રૂપિયા પગારધોરણ ચુકવવામાં આવશે તેની માહિતી તમે નીચે મુજબ જોઈ શકો છો. વધુમાં તમને જણાવી દઈએ કે ઉમેદવારની પસંદગી 11 માસના કરાર ઉપર કરવામાં આવશે તથા આ કરાર પૂર્ણ તથા કામગીરી સંતોષકારક હશે તો ફરીથી નવો કરાર રીન્યુ કરી દેવામાં આવશે. કરાર રીન્યુ થતાની સાથે તમારા પગારના બેઝીક પે માં 5 ટકા નો વધારો કરવામાં આવશે.
પોસ્ટનું નામ | પગારધોરણ |
એજ્યુકેટર | રૂપિયા 17,318 |
આર્ટ એન્ડ ક્રાફટ કમ મ્યુઝિક ટીચર | રૂપિયા 12,318 |
પી.ટી ઇન્સ્ટ્રકટર કમ યોગા ટ્રેઈનર | રૂપિયા 12,318 |
પેરામેડિકલ સ્ટાફ | રૂપિયા 12,318 |
રસોઈયા (કુક) | રૂપિયા 12,026 |
હેલ્પર કમ નાઈટ વોચમેન | રૂપિયા 11,767 |
ઇન્ટરવ્યૂની તારીખ તથા સ્થળ:
આ ભરતીમાં 1 થી 3 પોસ્ટ માટે ઇન્ટરવ્યૂની તારીખ 07 ફેબ્રુઆરી 2024 તથા 4 અને 6 નંબરની પોસ્ટ માટે ઇન્ટરવ્યૂ તારીખ 08 ફેબ્રુઆરી 2024ના રોજ સવારે 09:00 કલાક થી 11:00 કલાક દરમ્યાન છે. તથા ઇન્ટરવ્યુનું સ્થળ – શ્રી વા.હી ગાંધી બહેરા-મૂંગા શાળા, બસ સ્ટેશન પાછળ, અરવલ્લી-મોડાસા છે. વધુમાં તમને જણાવી દઈએ કે આ ભરતીમાં ફક્ત મહિલા ઉમેદવારો જ અરજી કરી શકશે.
તમારે નીચે મુજબની ભરતીઓની માહિતી પણ અવશ્ય મેળવવી જોઈએ:
- ગુજરાત જાહેર સેવા આયોગનું વર્ષ 2024 માટે ભરતી કેલેન્ડર જાહેર, કુલ 1625+ જગ્યાઓ પર ભરતી
- ગુજરાત બાળ સુરક્ષા યોજનામાં કોઈપણ પરીક્ષા તથા અરજી ફી વગર સીધી ભરતી જાહેર
- સરકારી કંપનીમાં ડેટા એન્ટ્રી ઓપરેટર તથા એમટીએસ માટે ભરતી જાહેર
- અમદાવાદ દૂધ મંડળીમાં પરીક્ષા વગર સીધી ભરતી જાહેર
અરજી કરવા માટે જરૂરી લિંક:
સત્તાવાર વેબસાઈટ માટે | અહીં ક્લિક કરો |
જાહેરાત માટે | અહીં ક્લિક કરો |
ઈગુજરાતી પર જવા માટે | અહીં ક્લિક કરો |
નોંધ: મિત્રો, આ ભરતીની માહિતી સમાચાર પત્ર, રોજગાર સમાચાર, ન્યુઝ, સરકારી પ્લેટફોર્મ તથા અન્ય સોર્સ પરથી લેવામાં આવે છે. આ ભરતીની માહિતીમાં કોઈ ત્રુટી પણ હોઈ શકે છે. જેથી અમારી તમને વિનંતી છે કે આ ભરતીમાં અરજી કરતા પહેલા સત્તાવાર વેબસાઈટ પર જઈ તથા સંસ્થાનો સંપર્ક કરી સંપૂર્ણ માહિતી જાણી લેવી.