Gujarat Traffic Brigade Bharti 2024: ગુજરાત ટ્રાફિક બ્રિગેડમાં 09 પાસ માટે 176+ જગ્યાઓ પર ભરતી જાહેર

Gujarat Traffic Brigade Bharti 2024: ગુજરાત ટ્રાફિક બ્રિગેડમાં 176+ જગ્યાઓ પર ભરતી જાહેર થઈ ચુકી છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેમ કે જરૂરી તારીખો, પદો ના નામ, જરૂરી શેક્ષણિક તથા અન્ય લાયકાત, પોસ્ટ અનુસાર પગારધોરણ, ખાલી જગ્યાઓની સંખ્યા, અરજી કઈ રીતે કરવી વગેરે આ લેખમાં જાણવા મળશે.

Gujarat Traffic Brigade Bharti 2024 | Gujarat TRB Bharti 2024

સંસ્થાગુજરાત ટ્રાફિક બ્રિગેડ
પોસ્ટટ્રાફિક બ્રિગેડ સેવક
અરજી માધ્યમઓફલાઇન
અરજી છેલ્લી તારીખ07 માર્ચ 2024
સત્તાવાર વેબસાઈટhttps://police.gujarat.gov.in/

જરૂરી તારીખો:

આ ભરતીની નોટિફિકેશન ગુજરાત ટ્રાફિક બ્રિગેડ દ્વારા 01 માર્ચ 2024 ના રોજ બહાર પાડવામાં આવી હતી. ભરતીના ફોર્મ 02 માર્ચ 2024 ના રોજથી ભરી શકાશે જયારે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 07 માર્ચ 2024 છે.

પોસ્ટનું નામ:

ટ્રાફિક બ્રિગેડ દ્વારા ટ્રાફિક બ્રિગેડ સેવક માનદ સેવાના પુરુષ તથા મહિલાના પદ માટે ભરતી કરવામાં આવી રહી છે.

વયમર્યાદા:

આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી વયમર્યાદા ઓછામાં ઓછી 18 વર્ષ તથા વધુમાં વધુ 40 વર્ષ નક્કી કરવામાં આવેલ છે.

અરજી ફી:

TRB ની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ કેટેગરીના પુરુષ તથા સ્ત્રી ઉમેદવારોએ કોઈપણ પ્રકારની અરજી ફી ચુકવવાની રહેતી નથી તમે વિના મુલ્યે જ અરજી ફોર્મ જમા કરાવી શકો છો.

ખાલી જગ્યા:

TRB દ્વારા પુરુષ તથા મહિલાની કુલ 176 ખાલી જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

અરજી કરવા માટે જરૂરી પુરાવાઓ:

આ ભરતીમાં અરજી કરવા માટે તમારે નીચે મુજબના પુરાવાઓ રજુ કરવાના રહેશે.

  • વિગતો ભરેલું અરજી ફોર્મ
  • આધારકાર્ડ /પાનકાર્ડ / ચૂટણીં કાર્ડ
  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • લિવિંગ સર્ટિફિકેટ
  • માર્કશીટ
  • તથા અન્ય જરૂરી પુરાવાઓ

શેક્ષણિક લાયકાત:

આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી શેક્ષણિક લાયકાત ધોરણ 09 પાસ છે. શારીરિક લાયકાત માટે ઓફિશિયલ નોટિફિકેશન જોઈ શકો છો.

પસંદગી પ્રક્રિયા:

ઉમેદવારની આ ભરતીમાં પસંદગી શારીરિક કસોટી દ્વારા કરવામાં આવશે. વિભાગ દ્વારા ઇન્ટરવ્યૂ /લેખિત પરીક્ષા તથા અન્ય કોઈ પ્રક્રિયાને આધારે પણ ઉમેદવારને સિલેક્ટ કરવામાં આવી શકે છે.

પગારધોરણ:

TRB એટલે કે ટ્રાફિક બ્રિગેડની આ ભરતીમાં સિલેક્શન પામ્યા બાદ ઉમેદવારને નિયમોઅનુસાર અંદાજે દરરોજ રૂપિયા 300 થી 400 રૂપિયા વેતન ચુકવવામાં આવશે. વેતન સંબંધિત માહિતી જાહેરાતમાં આપવામાં આવી નથી.

અરજી કઈ રીતે કરવી?

આ ભરતીમાં તમારે ઓફલાઈન માધ્યમ ઇન્ડિયા પોસ્ટ અથવા કુરિયર દ્વારા તેમજ રૂબરૂ જઈ અરજી જમા કરાવી શકે છે. તમે અરજી ફોર્મ ટ્રાફિક બ્રિગેડની વેબસાઈટ https://spgandhinagar.gujarat.gov.in/ પરથી ડાઉનલોડ કરી શકો છો. અરજી મોકલવાનું સરનામું પોલીસ અધિક્ષકશ્રીની કચેરી, સેકટર – 27, ગાંધીનગર છે. મિત્રો, જો તમને આ ભરતી વિષે પ્રશ્ન કે મૂંઝવણ હોય તો તમે હેલ્પલાઇન નંબર 9978405968 પર સંપર્ક કરી શકો છો.

તમારે નીચે મુજબની ભરતીઓની માહિતી પણ અવશ્ય મેળવવી જોઈએ:

અરજી કરવા માટે જરૂરી લિંક:

સત્તાવાર વેબસાઈટ માટેઅહીં ક્લિક કરો
જાહેરાત માટેઅહીં ક્લિક કરો
ઈગુજરાતી પર જવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment