Pashupalan Vibhag Bharti 2024: પશુપાલન વિભાગમાં 1125+ જગ્યાઓ પર સરકારી નોકરીની તક આવી ચુકી છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેમ કે જરૂરી તારીખો, પદો ના નામ, જરૂરી શેક્ષણિક તથા અન્ય લાયકાત, પોસ્ટ અનુસાર પગારધોરણ, ખાલી જગ્યાઓની સંખ્યા, અરજી કઈ રીતે કરવી વગેરે આ લેખમાં જાણવા મળશે.
Pashupalan Vibhag Bharti 2024 | Animal Husbandry Department Recruitment 2024
સંસ્થા | ભારતીય પશુપાલન નિગમ લિમિટેડ |
પોસ્ટ | વિવિધ |
અરજી માધ્યમ | ઓનલાઇન |
અરજી છેલ્લી તારીખ | 21 માર્ચ 2024 |
સત્તાવાર વેબસાઈટ | https://bharatiyapashupalan.com/ |
જરૂરી તારીખો:
ભારતીય પશુપાલન નિગમ લિમિટેડની આ ભરતીની નોટિફિકેશન 14 માર્ચ 2024 ના રોજ બહાર પાડવામાં આવી હતી. ભરતીના ફોર્મ 14 માર્ચ 2024 ના રોજથી ભરી શકાશે જયારે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 21 માર્ચ 2024 છે.
પોસ્ટનું નામ:
ભારતીય પશુપાલન નિગમ લિમિટેડ દ્વારા કેન્દ્ર સંયોજક, સેન્ટર ઈન્ચાર્જ તથા કેન્દ્ર સહાયકના પદ પર ભરતી કરવામાં આવી રહી છે.
ખાલી જગ્યા:
ભારતીય પશુપાલન નિગમ લિમિટેડ દ્વારા કુલ 1125 જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે. જેમાં કેન્દ્ર સંયોજકની 125, સેન્ટર ઈન્ચાર્જની 250 તથા કેન્દ્ર સહાયકની 750 જગ્યાઓ ખાલી છે.
પગારધોરણ:
પશુપાલન વિભાગની આ ભરતીમાં સિલેક્શન પામ્યા બાદ ઉમેદવારને સરકારના નિયમોઅનુસાર કેટલો પગાર ચુકવવામાં આવશે તેની માહિતી નીચે મુજબ છે
પોસ્ટ | પગારધોરણ |
કેન્દ્ર સંયોજક | 43,500 રૂપિયા |
સેન્ટર ઈન્ચાર્જ | 40,500 રૂપિયા |
કેન્દ્ર સહાયક | 37,500 રૂપિયા |
વયમર્યાદા:
પશુપાલન વિભાગની આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી વયમર્યાદા તમામ પોસ્ટ માટે અલગ અલગ છે જે તમે નીચે મુજબ જોઈ શકો છો. રિઝર્વ કેટેગરીના ઉમેદવારોને વયમર્યાદામાં છૂટ મળવાપાત્ર રહેશે.
પોસ્ટ | વયમર્યાદા |
કેન્દ્ર સંયોજક | 25 થી 45 વર્ષ સુધી |
સેન્ટર ઈન્ચાર્જ | 21 થી 40 વર્ષ સુધી |
કેન્દ્ર સહાયક | 18 થી 35 વર્ષ સુધી |
અરજી કરવા માટે જરૂરી પુરાવાઓ:
પશુપાલન વિભાગની આ ભરતીમાં અરજી કરવા માટે તમારે નીચે મુજબના પુરાવાઓ રજુ કરવાના રહેશે.
- આધારકાર્ડ /પાનકાર્ડ / ચૂટણીં કાર્ડ
- પાસપોર્ટ સાઈઝ ફોટો
- લિવિંગ સર્ટિફિકેટ
- માર્કશીટ
- ડિગ્રી
- જાતિનો દાખલો
- તથા અન્ય જરૂરી પુરાવાઓ
શેક્ષણિક લાયકાત:
મિત્રો, BPNL ની આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી શેક્ષણિક લાયકાત કેન્દ્ર સંયોજક, સેન્ટર ઈન્ચાર્જ માટે કોઈપણ સ્નાતક તથા કેન્દ્ર સહાયક માટે ધોરણ-10 પાસ જરૂરી છે.
પસંદગી પ્રક્રિયા:
BPNLની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી ઓનલાઇન પરીક્ષા દ્વારા કરવામાં આવશે.
અરજી કઈ રીતે કરવી?
આ ભરતીમાં અરજી કરવા ઇચ્છુક ઉમેદવારો www.bharatiyapashupalan.com પર અરજી કરી શકે છે. અરજી કરવાની છેલ્લી તારીખ 21 માર્ચ 2024 છે.
તમારે નીચે મુજબની ભરતીઓની માહિતી પણ અવશ્ય મેળવવી જોઈએ:
- GETCO Recruitment 2024: ગુજરાત એનર્જી ટ્રાન્સમીશન કોર્પોરેશન લીમીટેડમાં વિદ્યુત સહાયકની 153+ જગ્યાઓ પર સરકારી નોકરીનો મોકો
- GSSSB Bharti 2024: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળમાં 154+ જગ્યાઓ પર સરકારી નોકરીનો મોકો, પગાર ₹ 81,100 સુધી
- Gujarat Municipal Corporation Recruitment 2024: ગુજરાત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સફાઈ કામદારની 73+ જગ્યાઓ પર સરકારી નોકરીની તક, પગાર ₹ 47,100 સુધી
- AMC New Bharti 2024: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જુનિયર ક્લાર્ક તથા અન્ય કુલ 731+ જગ્યાઓ પર કાયમી ભરતી જાહેર
અરજી કરવા માટે જરૂરી લિંક:
સત્તાવાર વેબસાઈટ માટે | અહીં ક્લિક કરો |
જાહેરાત માટે | અહીં ક્લિક કરો |
અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
ઈગુજરાતી પર જવા માટે | અહીં ક્લિક કરો |