Gujarat Municipal Corporation Recruitment 2024: ગુજરાત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સફાઈ કામદારની 73+ જગ્યાઓ પર સરકારી નોકરીની તક, પગાર ₹ 47,100 સુધી

Gujarat Municipal Corporation Recruitment 2024: ગુજરાત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સફાઈ કામદારની 73+ જગ્યાઓ પર સરકારી નોકરીની તક આવી ગઈ છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેમ કે જરૂરી તારીખો, પદો ના નામ, જરૂરી શેક્ષણિક તથા અન્ય લાયકાત, પોસ્ટ અનુસાર પગારધોરણ, ખાલી જગ્યાઓની સંખ્યા, અરજી કઈ રીતે કરવી વગેરે આ લેખમાં જાણવા મળશે.

Gujarat Municipal Corporation Recruitment 2024 | Gujarat Nagarpalika Bharti 2024

સંસ્થાગુજરાત મ્યુનિસિપલ કોર્પોરેશન
પોસ્ટવિવિધ
અરજી માધ્યમઓફલાઇન
અરજી છેલ્લી તારીખ13 એપ્રિલ 2024
સત્તાવાર વેબસાઈટhttps://enagar.gujarat.gov.in/

જરૂરી તારીખો:

ગુજરાત મ્યુનિસિપલ કોર્પોરેશનની આ ભરતીની નોટિફિકેશન 13 માર્ચ 2024 ના રોજ બહાર પાડવામાં આવી હતી. આ ભરતીમાં ફોર્મ ભરવાની શરૂઆત 13 માર્ચ 2024 થી થઇ ચુકી છે જયારે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 13 એપ્રિલ 2024 (જાહેરાત બહાર પડયાના 30 દિવસ સુધી) છે.

પોસ્ટનું નામ:

ગુજરાત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્વીપર/ ડ્રેનેજ સફાઈ કામદારના પદ માટે ભરતી કરવામાં આવી રહી છે.

ખાલી જગ્યા:

ગુજરાત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્વીપર/ ડ્રેનેજ સફાઈ કામદારના પદ માટે કુલ 73 ખાલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે. કેટેગરી અનુસાર ખાલી જગ્યાની માહિતી તમે જાહેરાતમાં જાણી શકો છો.

પગારધોરણ:

ગુજરાત નગરપાલિકાની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ સંસ્થા દ્વારા તમને સરકારના ધારાધોરણ મુજબ માસિક રૂપિયા 14,800 થી લઈ 47,100 સુધી પગારધોરણ ચુકવવામાં આવશે. મિત્રો, વધુમાં તમને જણાવી દઈએ ઉમેદવારની પસંદગી થયા બાદ 5 વર્ષ સુધી ફિક્સ પગાર ચુકવવામાં આવશે.

શેક્ષણિક લાયકાત:

આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી શેક્ષણિક લાયકાત ઉમેદવારને લખતા વાંચતા આવડતું હોવું જોઈએ. લાયકાત સંબંધિત વધુ માહિતી માટે જાહેરાતનો અભ્યાસ અવશ્ય કરવો.

પસંદગી પ્રક્રિયા:

ભરતીમાં ઉમેદવારની પસંદગી કોઈપણ પરીક્ષા વગર એટલે કે ઇન્ટરવ્યૂ (રૂબરૂ મુલાકાત) ના આધારે કરવામાં આવશે.

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ:

આ ભરતીમાં અરજી કરવા માટે તમારે નીચે મુજબના ડોક્યુમેન્ટ રજુ કરવાના રહેશે.

  • આધારકાર્ડ /પાનકાર્ડ / ચૂટણીં કાર્ડ
  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • સહી
  • લિવિંગ સર્ટિફિકેટ
  • જાતિનો દાખલો
  • ડિમાન્ડ ડ્રાફ્ટ (બિનઅનામત ઉમેદવારો માટે)
  • માર્કશીટ
  • તથા અન્ય જરૂરી પુરાવાઓ

અરજી ફી:

ગુજરાત નગરપાલિકાની આ ભરતીમાં આવેદન કરવા માટે બિનઅનામત વર્ગના ઉમેદવારોએ 300 રૂપિયાનો ડિમાન્ડ ડ્રાફ્ટ બનાવવાનો રહેશે જયારે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક શેક્ષણિક પછાત વર્ગ તથા આર્થિક નબળા વર્ગના ઉમેદવારોએ કોઈ પ્રકારની ફી ચુકવવાની રહેતી નથી.

અરજી કઈ રીતે કરવી?

આ ભરતીમાં અરજી કરવા ઇચ્છુક ઉમેદવારો ઓફલાઈન ઇન્ડિયા પોસ્ટ દ્વારા અરજી કરી શકે છે. અરજી કરવાની છેલ્લી તારીખ 13 એપ્રિલ 2024 છે. અરજી કરવા માટેનું ફોર્મ તમે www.unjhanagarpalika.org તથા www.enagar.gujarat.gov.in પરથી મેળવી શકો છો.અરજી કરવાનું સરનામું – ચીફ ઓફિસરશ્રી, ઊંઝા નગરપાલિકા, જિલ્લો- મહેસાણા છે.

તમારે નીચે મુજબની ભરતીઓની માહિતી પણ અવશ્ય મેળવવી જોઈએ:

અરજી કરવા માટે જરૂરી લિંક:

સત્તાવાર વેબસાઈટ માટેઅહીં ક્લિક કરો
જાહેરાત માટેઅહીં ક્લિક કરો
અરજી ફોર્મ માટે અહીં ક્લિક કરો
ઈગુજરાતી પર જવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment