Vadodara Airport Recruitment: વડોદરા એરપોર્ટમાં 10 પાસથી લઈ ગ્રેજ્યુએટ સુધી તમામ માટે પરીક્ષા વગર સીધી ભરતીનો મોકો આવી ચુક્યો છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેમ કે જરૂરી તારીખો, પદો ના નામ, જરૂરી શેક્ષણિક તથા અન્ય લાયકાત, પોસ્ટ અનુસાર પગારધોરણ, ખાલી જગ્યાઓની સંખ્યા, અરજી કઈ રીતે કરવી વગેરે આ લેખમાં જાણવા મળશે.
Vadodara Airport Recruitment । વડોદરા એરપોર્ટ ભરતી
સંસ્થા | એર ઈન્ડિયા એર ટ્રાન્સપોર્ટ સર્વિસ લિમિટેડ |
પોસ્ટ | વિવિધ |
અરજી માધ્યમ | ઓફલાઇન |
છેલ્લી તારીખ | અલગ અલગ |
સત્તાવાર વેબસાઈટ | https://www.aiasl.in/ |
જરૂરી તારીખો:
એરપોર્ટ વિભાગની આ ભરતીની નોટિફિકેશન 27 એપ્રિલ 2024 ના રોજ બહાર પાડવામાં આવી હતી. આ ભરતીમાં તમારે ઓનલાઇન કે ઓફલાઈન કોઈ ફોર્મ ભરવાનું થતું નથી પરંતુ નોકરી મેળવવા ઇચ્છુક ઉમેદવારોએ ઇન્ટરવ્યૂમાં રૂબરૂ જવાનું રહેશે.
પોસ્ટનું નામ:
એરપોર્ટ વિભાગ દ્વારા નીચે મુજબના પદ માટે ભરતી કરવામાં આવી રહી છે.
જુનિયર ઓફિસર | યુટીલીટી એજન્ટ કમ રેમ્પ ડ્રાઈવર |
કસ્ટમર સર્વિસ એક્ષેકયુટીવ | હેન્ડીમેન |
જુનિયર કસ્ટમર સર્વિસ એક્ષેકયુટીવ | હેન્ડીવુમન |
રેમ્પ સર્વિસ એક્ષેકયુટીવ |
🔥 આ પણ વાંચો – ગુજરાતમાં સહકારી બેંકમાં ક્લાર્ક, મેનેજર તથા ઓફિસરના પદ પર સીધી ભરતી જાહેર
પગારધોરણ:
એરપોર્ટ ડીપાર્ટમેન્ટની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ વિભાગ દ્વારા તમને કેટલો માસિક પગાર ચુકવવામાં આવશે તેની માહિતી તમે નીચે મુજબ જોઈ શકો છો.
પોસ્ટનું નામ | પગારધોરણ |
જુનિયર ઓફિસર | રૂપિયા 29,760 |
કસ્ટમર સર્વિસ એક્ષેકયુટીવ | રૂપિયા 24,960 |
જુનિયર કસ્ટમર સર્વિસ એક્ષેકયુટીવ | રૂપિયા 21,270 |
રેમ્પ સર્વિસ એક્ષેકયુટીવ | રૂપિયા 24,960 |
યુટીલીટી એજન્ટ કમ રેમ્પ ડ્રાઈવર | રૂપિયા 21,270 |
હેન્ડીમેન | રૂપિયા 18,840 |
હેન્ડીવુમન | રૂપિયા 18,840 |
ખાલી જગ્યા:
એરપોર્ટ વિભાગ દ્વારા કુલ 39 જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે. પોસ્ટ મુજબ ખાલી જગ્યાની સંખ્યા તમે જાહેરાતમાં જોઈ શકો છો.
🔥 આ પણ વાંચો – બેંક ઓફ બરોડા દ્વારા ઓફિસ આસિસ્ટન્ટના પદ માટે ભરતી જાહેર
વયમર્યાદા:
AIASLવડોદરાની આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી વયમર્યાદા 18 થી 28 વર્ષ નક્કી કરવામાં આવેલ છે. રિઝર્વ કેટેગરીના ઉમેદવારોને આ વયમર્યાદામાં છૂટ મળવાપાત્ર રહેશે.
અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ:
આ ભરતીમાં અરજી કરવા માટે તમારે નીચે મુજબના ડોક્યુમેન્ટ રજુ કરવાના રહેશે.
- આધારકાર્ડ /પાનકાર્ડ / ચૂટણીં કાર્ડ
- પાસપોર્ટ સાઈઝ ફોટો
- સહી
- લિવિંગ સર્ટિફિકેટ
- માર્કશીટ
- જાતિનો દાખલો
- તથા અન્ય જરૂરી પુરાવાઓ
શેક્ષણિક લાયકાત:
આ ભરતીમાં અરજી કરવા માટે તમામ પોસ્ટની શેક્ષણિક લાયકાત અલગ અલગ છે જે ધોરણ 10 પાસથી લઈ સ્નાતક સુધી છે. લાયકાત સંબંધિત વધુ માહિતી માટે જાહેરાતનો અભ્યાસ અવશ્ય કરવો.
🔥 આ પણ વાંચો – જાહેર બાંધકામ વિભાગમાં 4016+ જગ્યાઓ પર ભરતી જાહેર
પસંદગી પ્રક્રિયા:
AIASL ની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી વોલ્ક ઈન ઇન્ટરવ્યૂ તથા સ્કિલ ટેસ્ટ દ્વારા કરવામાં આવશે.
અરજી કરવા માટે જરૂરી લિંક:
સત્તાવાર વેબસાઈટ માટે | અહીં ક્લિક કરો |
જાહેરાત માટે | અહીં ક્લિક કરો |
ઈગુજરાતી પર જવા માટે | અહીં ક્લિક કરો |