Vadodara Airport Recruitment: વડોદરા એરપોર્ટમાં 10 પાસથી લઈ ગ્રેજ્યુએટ સુધી તમામ માટે પરીક્ષા વગર સીધી ભરતીનો મોકો, પગાર ₹ 29,760 સુધી

Vadodara Airport Recruitment: વડોદરા એરપોર્ટમાં 10 પાસથી લઈ ગ્રેજ્યુએટ સુધી તમામ માટે પરીક્ષા વગર સીધી ભરતીનો મોકો આવી ચુક્યો છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેમ કે જરૂરી તારીખો, પદો ના નામ, જરૂરી શેક્ષણિક તથા અન્ય લાયકાત, પોસ્ટ અનુસાર પગારધોરણ, ખાલી જગ્યાઓની સંખ્યા, અરજી કઈ રીતે કરવી વગેરે આ લેખમાં જાણવા મળશે.

Vadodara Airport Recruitment । વડોદરા એરપોર્ટ ભરતી

સંસ્થાએર ઈન્ડિયા એર ટ્રાન્સપોર્ટ સર્વિસ લિમિટેડ
પોસ્ટવિવિધ
અરજી માધ્યમઓફલાઇન
છેલ્લી તારીખઅલગ અલગ
સત્તાવાર વેબસાઈટhttps://www.aiasl.in/

જરૂરી તારીખો:

એરપોર્ટ વિભાગની આ ભરતીની નોટિફિકેશન 27 એપ્રિલ 2024 ના રોજ બહાર પાડવામાં આવી હતી. આ ભરતીમાં તમારે ઓનલાઇન કે ઓફલાઈન કોઈ ફોર્મ ભરવાનું થતું નથી પરંતુ નોકરી મેળવવા ઇચ્છુક ઉમેદવારોએ ઇન્ટરવ્યૂમાં રૂબરૂ જવાનું રહેશે.

પોસ્ટનું નામ:

એરપોર્ટ વિભાગ દ્વારા નીચે મુજબના પદ માટે ભરતી કરવામાં આવી રહી છે.

જુનિયર ઓફિસર યુટીલીટી એજન્ટ કમ રેમ્પ ડ્રાઈવર
કસ્ટમર સર્વિસ એક્ષેકયુટીવહેન્ડીમેન
જુનિયર કસ્ટમર સર્વિસ એક્ષેકયુટીવહેન્ડીવુમન
રેમ્પ સર્વિસ એક્ષેકયુટીવ

🔥 આ પણ વાંચો – ગુજરાતમાં સહકારી બેંકમાં ક્લાર્ક, મેનેજર તથા ઓફિસરના પદ પર સીધી ભરતી જાહેર

પગારધોરણ:

એરપોર્ટ ડીપાર્ટમેન્ટની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ વિભાગ દ્વારા તમને કેટલો માસિક પગાર ચુકવવામાં આવશે તેની માહિતી તમે નીચે મુજબ જોઈ શકો છો.

પોસ્ટનું નામપગારધોરણ
જુનિયર ઓફિસર રૂપિયા 29,760
કસ્ટમર સર્વિસ એક્ષેકયુટીવરૂપિયા 24,960
જુનિયર કસ્ટમર સર્વિસ એક્ષેકયુટીવરૂપિયા 21,270
રેમ્પ સર્વિસ એક્ષેકયુટીવરૂપિયા 24,960
યુટીલીટી એજન્ટ કમ રેમ્પ ડ્રાઈવરરૂપિયા 21,270
હેન્ડીમેનરૂપિયા 18,840
હેન્ડીવુમનરૂપિયા 18,840

ખાલી જગ્યા:

એરપોર્ટ વિભાગ દ્વારા કુલ 39 જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે. પોસ્ટ મુજબ ખાલી જગ્યાની સંખ્યા તમે જાહેરાતમાં જોઈ શકો છો.

🔥 આ પણ વાંચો – બેંક ઓફ બરોડા દ્વારા ઓફિસ આસિસ્ટન્ટના પદ માટે ભરતી જાહેર

વયમર્યાદા:

AIASLવડોદરાની આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી વયમર્યાદા 18 થી 28 વર્ષ નક્કી કરવામાં આવેલ છે. રિઝર્વ કેટેગરીના ઉમેદવારોને આ વયમર્યાદામાં છૂટ મળવાપાત્ર રહેશે.

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ:

આ ભરતીમાં અરજી કરવા માટે તમારે નીચે મુજબના ડોક્યુમેન્ટ રજુ કરવાના રહેશે.

  • આધારકાર્ડ /પાનકાર્ડ / ચૂટણીં કાર્ડ
  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • સહી
  • લિવિંગ સર્ટિફિકેટ
  • માર્કશીટ
  • જાતિનો દાખલો
  • તથા અન્ય જરૂરી પુરાવાઓ

શેક્ષણિક લાયકાત:

આ ભરતીમાં અરજી કરવા માટે તમામ પોસ્ટની શેક્ષણિક લાયકાત અલગ અલગ છે જે ધોરણ 10 પાસથી લઈ સ્નાતક સુધી છે. લાયકાત સંબંધિત વધુ માહિતી માટે જાહેરાતનો અભ્યાસ અવશ્ય કરવો.

🔥 આ પણ વાંચો – જાહેર બાંધકામ વિભાગમાં 4016+ જગ્યાઓ પર ભરતી જાહેર

પસંદગી પ્રક્રિયા:

AIASL ની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી વોલ્ક ઈન ઇન્ટરવ્યૂ તથા સ્કિલ ટેસ્ટ દ્વારા કરવામાં આવશે.

અરજી કરવા માટે જરૂરી લિંક:

સત્તાવાર વેબસાઈટ માટેઅહીં ક્લિક કરો
જાહેરાત માટેઅહીં ક્લિક કરો
ઈગુજરાતી પર જવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment