DPMU Gandhinagar Recruitment: જિલ્લા પ્રોગ્રામ મેનેજમેન્ટ યુનિટ ગાંધીનગરમાં કોઈપણ પરીક્ષા તથા અરજી ફી વગર સીધી ભરતી

DPMU Gandhinagar Recruitment: જિલ્લા પ્રોગ્રામ મેનેજમેન્ટ યુનિટ ગાંધીનગરમાં કોઈપણ પરીક્ષા તથા અરજી ફી વગર સીધી ભરતી જાહેર થઈ ચુકી છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેમ કે જરૂરી તારીખો, પદો ના નામ, જરૂરી શેક્ષણિક તથા અન્ય લાયકાત, પોસ્ટ અનુસાર પગારધોરણ, ખાલી જગ્યાઓની સંખ્યા, અરજી કઈ રીતે કરવી વગેરે આ લેખમાં જાણવા મળશે.

DPMU Gandhinagar Recruitment | District Programme Management Unit Gandhinagar Recruitment

સંસ્થાજિલ્લા પ્રોગ્રામ મેનેજમેન્ટ યુનિટ
પોસ્ટવિવિધ
અરજી માધ્યમઓનલાઇન
અરજી છેલ્લી તારીખ13 માર્ચ 2024
સત્તાવાર વેબસાઈટhttps://arogyasathi.gujarat.gov.in/

જરૂરી તારીખો:

જિલ્લા પ્રોગ્રામ મેનેજમેન્ટ યુનિટ ગાંધીનગરની આ ભરતીની નોટિફિકેશન 08 માર્ચ 2024 ના રોજ બહાર પાડવામાં આવી હતી. ભરતીના ફોર્મ 08 માર્ચ 2024 ના રોજથી ભરી શકાશે જયારે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 13 માર્ચ 2024 છે.

પોસ્ટનું નામ:

જિલ્લા પ્રોગ્રામ મેનેજમેન્ટ યુનિટ દ્વારા આઈ.એફ.વી (ઇમ્યુનાઈઝેશન ફિલ્ડ વોલેન્ટિયર), એ.એન.એમ (ફીમેલ હેલ્થ વર્કર), એકાઉન્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર, સ્ટાફ નર્સ, લેબોરેટરી ટેક્નિશિયન તથા લેબોરેટરી અટેન્ડન્ટના પદ પર ભરતી કરવામાં આવી રહી છે.

અરજી ફી:

જિલ્લા પ્રોગ્રામ મેનેજમેન્ટ યુનિટની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ કેટેગરીના ઉમેદવારોએ અરજી ફી ચુકવવાની જરૂર નથી. તમામ કેટેગરીના ઉમેવારો વિનામૂલ્યે ફોર્મ સબમિટ કરાવી શકે છે.

વયમર્યાદા:

ડીસ્ટ્રીકટ પ્રોગ્રામ મેનેજમેન્ટ યુનિટની આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી વયમર્યાદા 18 થી 45 વર્ષ નક્કી કરવામાં આવેલ છે. આ ઉમર મર્યાદા પદ અનુસાર અલગ અલગ છે.

પસંદગી પ્રક્રિયા:

DPMU ની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી કોઈપણ પરીક્ષા વગર એટલે કે મેરીટના આધારે કરવામાં આવશે. વધુમાં તમને જણાવી દઈએ કે ઉમેદવારની પસંદગી 11 માસના કોન્ટ્રાકટ ઉપર કરવામાં આવશે.

અરજી કરવા માટે જરૂરી પુરાવાઓ:

આ ભરતીમાં અરજી કરવા માટે તમારે નીચે મુજબના પુરાવાઓ રજુ કરવાના રહેશે.

  • આધારકાર્ડ /પાનકાર્ડ / ચૂટણીં કાર્ડ
  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • લિવિંગ સર્ટિફિકેટ
  • માર્કશીટ
  • ડિગ્રી
  • જાતિનો દાખલો
  • તથા અન્ય જરૂરી પુરાવાઓ

શેક્ષણિક લાયકાત:

મિત્રો, DPMU ની આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી શેક્ષણિક લાયકાત ધોરણ 10 પાસથી લઇ સ્નાતક સુધી અલગ અલગ છે. લાયકાત સંબંધિત વધુ માહિતી માટે જાહેરાતનો અભ્યાસ અવશ્ય કરવો.

પગારધોરણ:

ડીસ્ટ્રીકટ પ્રોગ્રામ મેનેજમેન્ટ યુનિટની આ ભરતીમાં ઉમેદવારની ફાઈનલ પસંદગી બાદ તેમને કેટલા રૂપિયા વેતન ચુકવવામાં આવશે તેની માહિતી તમે નીચે મુજબ જોઈ શકો છો.

પોસ્ટનું નામપગારધોરણ
આઈ.એફ.વી (ઇમ્યુનાઈઝેશન ફિલ્ડ વોલેન્ટિયર)રૂપિયા 600 પ્રતિ વિઝીટ તથા ટી.એ/ડી.એ રૂપિયા 300 પ્રતિ વિઝીટ
એ.એન.એમ (ફીમેલ હેલ્થ વર્કર)રૂપિયા 12,500
એકાઉન્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટરરૂપિયા 13,000
સ્ટાફ નર્સરૂપિયા 13,000
લેબોરેટરી ટેક્નિશિયન રૂપિયા 9,000
લેબોરેટરી અટેન્ડન્ટરૂપિયા 13,000

તમારે નીચે મુજબની ભરતીઓની માહિતી પણ અવશ્ય મેળવવી જોઈએ:

અરજી કરવા માટે જરૂરી લિંક:

સત્તાવાર વેબસાઈટ માટેઅહીં ક્લિક કરો
જાહેરાત માટેઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
ઈગુજરાતી પર જવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment