GMDC Recruitment 2024: ગુજરાત ખનીજ વિકાસ નિગમ લિમિટેડમાં કોઈપણ પરીક્ષા વગર સીધી ભરતી જાહેર

GMDC Recruitment 2024: ગુજરાત ખનીજ વિકાસ નિગમ લિમિટેડમાં કોઈપણ પરીક્ષા વગર સીધી ભરતી જાહેર થઈ ચુકી છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેમ કે જરૂરી તારીખો, પદો ના નામ, જરૂરી શેક્ષણિક તથા અન્ય લાયકાત, પોસ્ટ અનુસાર પગારધોરણ, ખાલી જગ્યાઓની સંખ્યા, અરજી કઈ રીતે કરવી વગેરે આ લેખમાં જાણવા મળશે.

GMDC Recruitment 2024 | Gujarat Mineral Development Corporation Recruitment 2024

સંસ્થાગુજરાત ખનીજ વિકાસ નિગમ
પોસ્ટવિવિધ
અરજી માધ્યમઓફલાઇન
અરજી છેલ્લી તારીખ12 માર્ચ 2023
સત્તાવાર વેબસાઈટhttps://www.gmdcltd.com/

જરૂરી તારીખો:

ગુજરાત ખનીજ વિકાસ નિગમ દ્વારા આ ભરતીની નોટિફિકેશન 05 માર્ચ 2024 ના રોજ બહાર પાડવામાં આવી હતી. ભરતીના ફોર્મ 05 માર્ચ 2024 ના રોજથી ભરી શકાશે જયારે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 12 માર્ચ 2024 છે.

પોસ્ટનું નામ:

ગુજરાત ખનીજ વિકાસ નિગમ દ્વારા ડીઝલ મેકેનિક, ઇલેકટ્રીશ્યન, ગ્રેજ્યુએટ, કોમ્પ્યુટર ઓપરેટર, વાયરમેન ફીટર તથા વેલ્ડરના પદ માટે ભરતી કરવામાં આવી રહી છે.

અરજી ફી:

ગુજરાત ખનીજ વિકાસ નિગમની આ ભરતીમાં તમામ કેટેગરીના ઉમેદવારો નિઃશુલ્ક અરજી કરી શકે છે તેઓએ કોઈપણ પ્રકારની ફી ચુકવવાની રહેતી નથી.

પસંદગી પ્રક્રિયા:

ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશનની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી તેઓએ અભ્યાસ દરમ્યાન મેળવેલ ગુણના મેરિટના આધારે કરવામાં આવશે.

વયમર્યાદા:

ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશનની આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી ઓછામાં ઓછી વયમર્યાદા 18 વર્ષ તથા વધુમાં વધુ વયમર્યાદા 25 વર્ષ નક્કી કરવામાં આવેલ છે. અનામત કેટેગરીના ઉમેદવારોને આ વયમર્યાદામાં છૂટ મળી શકે છે.

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ:

આ ભરતીમાં અરજી કરવા માટે તમારે નીચે મુજબના ડોક્યુમેન્ટ રજુ કરવાના રહેશે.

  • આધારકાર્ડ /પાનકાર્ડ / ચૂટણીં કાર્ડ
  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • લિવિંગ સર્ટિફિકેટ
  • માર્કશીટ
  • ડિગ્રી
  • અનુભવનું પ્રમાણપત્ર (જો હોય તો)
  • તથા અન્ય જરૂરી પુરાવાઓ

શેક્ષણિક લાયકાત:

GMDCની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ પદની લાયકાત અલગ અલગ છે. લાયકાત સંબંધિત તમામ માહિતી તમે નીચે આપેલ સત્તાવાર જાહેરાતમાં જોઈ શકો છો.

પગારધોરણ:

GMDCની આ એક એપ્રેન્ટિસ ભરતી છે. આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ તમને સરકારના એપ્રેન્ટિસ એક્ટ અનુસાર વેતન ચુકવવામાં આવશે.

અરજી કઈ રીતે કરવી?

આ ભરતીમાં તમારે ઓફલાઈન માધ્યમ જેવા કે પોસ્ટ, કુરિયરથી અરજી કરવાની રહેશે. અરજી કરવાની છેલ્લી 12 માર્ચ 2024 છે. અરજી કરવાનું સરનામું જી.એમ.ડી.સી, લિગ્નાઇટ પ્રોજેક્ટ, પાનન્ધ્રો, વહીવટ કચેરી, પાનન્ધ્રો, તા-લખપત, જી-કચ્છ, પિન- 370601 છે.

તમારે નીચે મુજબની ભરતીઓની માહિતી પણ અવશ્ય મેળવવી જોઈએ:

અરજી કરવા માટે જરૂરી લિંક:

સત્તાવાર વેબસાઈટ માટેઅહીં ક્લિક કરો
જાહેરાત માટેઅહીં ક્લિક કરો
ઈગુજરાતી પર જવા માટેઅહીં ક્લિક કરો

નોંધ: મિત્રો, આ ભરતીની માહિતી સમાચાર પત્ર, રોજગાર સમાચાર, ન્યુઝ, સરકારી પ્લેટફોર્મ તથા અન્ય સોર્સ પરથી લેવામાં આવે છે. આ ભરતીની માહિતીમાં કોઈ ત્રુટી પણ હોઈ શકે છે. જેથી અમારી તમને વિનંતી છે કે આ ભરતીમાં અરજી કરતા પહેલા સત્તાવાર વેબસાઈટ પર જઈ તથા સંસ્થાનો સંપર્ક કરી સંપૂર્ણ માહિતી જાણી લેવી.

Leave a Comment