AMTS Bharti Mela Gujarat: અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસમાં ડ્રાઈવર તથા કંડકટર માટે ખુબ મોટો ભરતી મેળો જાહેર, પગાર ₹ 28,000 સુધી

AMTS Bharti Mela Gujarat: અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસમાં ડ્રાઈવર તથા કંડકટર માટે ખુબ મોટો ભરતી મેળો જાહેર થઈ ચુક્યો છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેમ કે જરૂરી તારીખો, પદો ના નામ, જરૂરી શેક્ષણિક તથા અન્ય લાયકાત, પોસ્ટ અનુસાર પગારધોરણ, ખાલી જગ્યાઓની સંખ્યા, અરજી કઈ રીતે કરવી વગેરે આ લેખમાં જાણવા મળશે.

AMTS Bharti Mela Gujarat | Ahmedabad Municipal Transport Service Bharti Mela Gujarat

સંસ્થાઅમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ
પોસ્ટવિવિધ
અરજી માધ્યમઓનલાઇન
અરજી છેલ્લી તારીખ
સત્તાવાર વેબસાઈટhttps://www.amts.co.in/

જરૂરી તારીખો:

અમદાવાદ મહાનગરપાલિકા પરિવહન સેવાની આ ભરતીની નોટિફિકેશન 28 એપ્રિલ 2024 ના રોજ બહાર પાડવામાં આવી હતી. આ ભરતીના ફોર્મ 28 એપ્રિલ 2024 ના રોજથી ભરી શકાશે જયારે ફોર્મ ભરવાની કોઈ છેલ્લી તારીખ નથી જેથી નોકરી મેળવવા ઇચ્છુક ઉમેદવારોએ જેમ બને એમ વહેલી તકે અરજી કરી દેવી.

પોસ્ટનું નામ:

અમદાવાદ મહાનગરપાલિકા પરિવહન સેવા દ્વારા ડ્રાઈવર તથા કંડક્ટરના પદ પર ભરતી કરવામાં આવી રહી છે.

પગારધોરણ:

મિત્રો, AMTSની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ ડ્રાઇવરના પદ પર માસિક રૂપિયા 24,000 થી 28,000 તથા કંડકટરના પદ પર માસિક રૂપિયા 21,000 થી 25,000 સુધી પગારધોરણ ચુકવવામાં આવશે.

🔥 આ પણ વાંચો – કેન્દ્રીય જાહેર સેવા આયોગ દ્વારા કુલ 506+ જગ્યાઓ પર ભરતી જાહેર

ખાલી જગ્યા:

અમદાવાદ મહાનગરપાલિકા પરિવહન સેવા દ્વારા ડ્રાઈવર તથા કંડક્ટરના પદ પર કુલ કેટલી ખાલી જગ્યાઓ માટે ભરતી કરવામાં આવી રહી છે તેની જાહેરાતમાં માહિતી આપવામાં આવી નથી પરંતુ ભરતી મેળો હોવાથી અનુમાન લગાવી શકાય છે કે આ ભરતીમાં ખાલી જગ્યાની સંખ્યા વધુ હોઈ શકે છે.

અરજી ફી:

અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસની આ ભરતીમાં તમામ ઉમેદવારો નિઃશુલ્ક અરજી કરી શકે છે તેઓએ કોઈપણ પ્રકારની ફી ચુકવવાની રહેતી નથી.

વયમર્યાદા:

અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસની આ ભરતીમાં અરજી કરવા માટે ઓછામાં ઓછી 18 વર્ષ તથા વધુમાં વધુ 50 વર્ષ સુધી વયમર્યાદા નક્કી કરવામાં આવેલ છે.

🔥 આ પણ વાંચો – વડોદરા એરપોર્ટમાં 10 પાસથી લઈ ગ્રેજ્યુએટ સુધી તમામ માટે પરીક્ષા વગર સીધી ભરતી

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ:

AMTSની આ ભરતીમાં અરજી કરવા માટે તમારે નીચે મુજબના ડોક્યુમેન્ટ રજુ કરવાના રહેશે.

ડ્રાઈવર માટે:

  • હેવી બેઝ ડ્રાઇવિંગ લાઈસન્સ
  • આધારકાર
  • પાસપોર્ટ સાઈઝ ફોટા – નંગ 4

કંડકટર માટે:

  • કંડકટર લાઇસન્સ
  • ફસ્ટ એડ સર્ટિફિકેટ
  • 10 પાસ માર્કશીટ
  • સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ
  • આધારકાર્ડ
  • પાસપોર્ટ સાઈઝ ફોટા – નંગ 4

પસંદગી પ્રક્રિયા:

આ ભરતીમાં ઉમેદવારની પસંદગી ઇન્ટરવ્યૂ અથવા લાયકાત, આવડત તથા મેરીટના આધારે કરવામાં આવશે.

🔥 આ પણ વાંચો – ગુજરાતમાં સહકારી બેંકમાં ક્લાર્ક, મેનેજર તથા ઓફિસરના પદ પર સીધી ભરતી જાહેર

અરજી કઈ રીતે કરવી?

આ ભરતીમાં તમે જાહેરાતમાં આપેલ વોટ્સઅપ નંબર પર જરૂરી ડોક્યુમેન્ટ મોકલી તથા કોલ કરીને અરજી જમા કરાવી શકો છો.

અરજી કરવા માટે જરૂરી લિંક:

સત્તાવાર વેબસાઈટ માટેઅહીં ક્લિક કરો
જાહેરાત માટેઅહીં ક્લિક કરો
ઈગુજરાતી પર જવા માટેઅહીં ક્લિક કરો

નોંધ: મિત્રો, આ ભરતીની માહિતી સમાચાર પત્ર, રોજગાર સમાચાર, ન્યુઝ, સરકારી પ્લેટફોર્મ તથા અન્ય સોર્સ પરથી લેવામાં આવે છે. આ ભરતીની માહિતીમાં કોઈ ત્રુટી પણ હોઈ શકે છે. જેથી અમારી તમને વિનંતી છે કે આ ભરતીમાં અરજી કરતા પહેલા સત્તાવાર વેબસાઈટ પર જઈ તથા સંસ્થાનો સંપર્ક કરી સંપૂર્ણ માહિતી જાણી લેવી.

Leave a Comment