Gujarat Police Recruitment 2024: ગુજરાત પોલીસ વિભાગમાં 12472+ જગ્યાઓ સરકારી નોકરીની તક આવી ચુકી છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેમ કે જરૂરી તારીખો, પદો ના નામ, જરૂરી શેક્ષણિક તથા અન્ય લાયકાત, પોસ્ટ અનુસાર પગારધોરણ, ખાલી જગ્યાઓની સંખ્યા, અરજી કઈ રીતે કરવી વગેરે આ લેખમાં જાણવા મળશે.
Gujarat Police Recruitment 2024 | Gujarat Police Vibhag Bharti 2024
સંસ્થા | ગુજરાત પોલીસ વિભાગ |
પોસ્ટ | વિવિધ |
અરજી માધ્યમ | ઓનલાઇન |
અરજી છેલ્લી તારીખ | 30 એપ્રિલ 2024 |
સત્તાવાર વેબસાઈટ | https://lrdgujarat2021.in/ |
જરૂરી તારીખો:
ગુજરાત પોલીસ વિભાગની આ ભરતીની નોટિફિકેશન 26 માર્ચ 2024 ના રોજ બહાર પાડવામાં આવી હતી. ભરતીના ફોર્મ 04 એપ્રિલ 2024 ના રોજથી ભરી શકાશે જયારે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 30 એપ્રિલ 2024 છે.
પોસ્ટનું નામ:
ગુજરાત પોલીસ વિભાગ દ્વારા બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર, બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, જેલ સિપોઇ તથા હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (એસ.આર.પી.એફ) ના પદ માટે ભરતી કરવામાં આવી રહી છે.
ખાલી જગ્યા:
મિત્રો, ગુજરાત પોલીસ ડીપાર્ટમેન્ટ દ્વારા કુલ 12472 ખાલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે. પોસ્ટ અનુસાર ખાલી જગ્યાની સંખ્યા તમે નીચે મુજબ જોઈ શકો છો.
પોસ્ટનું નામ | ખાલી જગ્યા |
બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર | 472 |
બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ | 6600 |
હથિયારી પોલીસ કોન્સ્ટેબલ | 3302 |
જેલ સિપોઇ | 1095 |
હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (એસ.આર.પી.એફ) | 1000 |
પગારધોરણ:
આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ વિભાગ દ્વારા તમને સરકારના ધારાધોરણ મુજબ કેટલો પગાર ચુકવવામાં આવશે તેની જાહેરાતમાં કોઈ માહિતી આપવામાં આવી નથી. અમુક સોર્સ દ્વારા મેળવેલ માહિતી અનુસાર તમને નીચે મુજબનો પગાર મળી શકે છે.
પોસ્ટનું નામ | પગારધોરણ |
બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર | રૂપિયા 38,000 થી 43,000 સુધી |
બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ | રૂપિયા 19,900 થી 63,200 સુધી |
હથિયારી પોલીસ કોન્સ્ટેબલ | રૂપિયા 19,900 થી 63,200 સુધી |
જેલ સિપોઇ | રૂપિયા 19,900 થી 63,200 સુધી |
હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (એસ.આર.પી.એફ) | રૂપિયા 19,900 થી 63,200 સુધી |
વયમર્યાદા:
આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી વયમર્યાદા 18 થી 33 વર્ષ નક્કી કરવામાં આવેલ છે. રિઝર્વ કેટેગરીના અરજદારોને આ વયમર્યાદામાં છૂટ મળવાપાત્ર રહેશે.
અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ:
આ ભરતીમાં અરજી કરવા માટે તમારે નીચે મુજબના ડોક્યુમેન્ટ રજુ કરવાના રહેશે.
- આધારકાર્ડ /પાનકાર્ડ / ચૂટણીં કાર્ડ
- પાસપોર્ટ સાઈઝ ફોટો
- સહી
- લિવિંગ સર્ટિફિકેટ
- માર્કશીટ
- જાતિનો દાખલો
- તથા અન્ય જરૂરી પુરાવાઓ
શેક્ષણિક લાયકાત:
આ ભરતીમાં જરૂરી શેક્ષણિક લાયકાત કોન્સ્ટેબલ તથા જેલ સિપાહી માટે ધોરણ-12 તથા સબ ઇન્સ્પેક્ટર માટે સ્નાતક પાસ માંગવામાં આવી છે. અન્ય લાયકાત સંબંધિત વધુ માહિતી માટે જાહેરાતનો અભ્યાસ અવશ્ય કરવો.
પસંદગી પ્રક્રિયા:
આ ભરતીમાં પસંદગી પામવા માટે તમારે નીચે મુજબની પરીક્ષાઓમાં સફળ થવાનું રહેશે.
- શારીરિક કાર્યક્ષમતા કસોટી (PET)
- શારીરિક ધોરણ કસોટી (PST)
- લેખિત પરીક્ષા
- તબીબી પરીક્ષા
અરજી કઈ રીતે કરવી?
આ વેકેન્સીમાં જોબ મેળવવા ઇચ્છુક ઉમેદવારો ઓનલાઇન અરજી કરી શકે છે. અરજી કરવાની છેલ્લી તારીખ 30 એપ્રિલ 2024 નિર્ધારિત કરવામાં આવી છે. અરજી કરવા માટેની સત્તાવાર વેબસાઈટ www.lrdgujarat2021.in છે.
તમારે નીચે મુજબની ભરતીઓની માહિતી પણ અવશ્ય મેળવવી જોઈએ:
- JMC Recruitment 2024: જૂનાગઢ મહાનગરપાલિકામાં ક્લાર્ક તથા અન્ય પદો પર કાયમી નોકરી મેળવવાનો ગોલ્ડન ચાન્સ, પગાર ₹ 63,200 સુધી
- AMC New Bharti 2024: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જુનિયર ક્લાર્ક તથા અન્ય કુલ 731+ જગ્યાઓ પર કાયમી ભરતી જાહેર
અરજી કરવા માટે જરૂરી લિંક:
સત્તાવાર વેબસાઈટ માટે | અહીં ક્લિક કરો |
જાહેરાત માટે | અહીં ક્લિક કરો |
ઈગુજરાતી પર જવા માટે | અહીં ક્લિક કરો |
નોંધ: મિત્રો, આ ભરતીની માહિતી સમાચાર પત્ર, રોજગાર સમાચાર, ન્યુઝ, સરકારી પ્લેટફોર્મ તથા અન્ય સોર્સ પરથી લેવામાં આવે છે. આ ભરતીની માહિતીમાં કોઈ ત્રુટી પણ હોઈ શકે છે. જેથી અમારી તમને વિનંતી છે કે આ ભરતીમાં અરજી કરતા પહેલા સત્તાવાર વેબસાઈટ પર જઈ તથા સંસ્થાનો સંપર્ક કરી સંપૂર્ણ માહિતી જાણી લેવી.