Gujarat Police Recruitment 2024: ગુજરાત પોલીસ વિભાગમાં 12472+ જગ્યાઓ સરકારી નોકરીની તક, પગાર ₹ 63,200 સુધી

Gujarat Police Recruitment 2024: ગુજરાત પોલીસ વિભાગમાં 12472+ જગ્યાઓ સરકારી નોકરીની તક આવી ચુકી છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેમ કે જરૂરી તારીખો, પદો ના નામ, જરૂરી શેક્ષણિક તથા અન્ય લાયકાત, પોસ્ટ અનુસાર પગારધોરણ, ખાલી જગ્યાઓની સંખ્યા, અરજી કઈ રીતે કરવી વગેરે આ લેખમાં જાણવા મળશે.

Gujarat Police Recruitment 2024 | Gujarat Police Vibhag Bharti 2024

સંસ્થાગુજરાત પોલીસ વિભાગ
પોસ્ટવિવિધ
અરજી માધ્યમઓનલાઇન
અરજી છેલ્લી તારીખ30 એપ્રિલ 2024
સત્તાવાર વેબસાઈટhttps://lrdgujarat2021.in/

જરૂરી તારીખો:

ગુજરાત પોલીસ વિભાગની આ ભરતીની નોટિફિકેશન 26 માર્ચ 2024 ના રોજ બહાર પાડવામાં આવી હતી. ભરતીના ફોર્મ 04 એપ્રિલ 2024 ના રોજથી ભરી શકાશે જયારે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 30 એપ્રિલ 2024 છે.

પોસ્ટનું નામ:

ગુજરાત પોલીસ વિભાગ દ્વારા બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર, બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ, જેલ સિપોઇ તથા હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (એસ.આર.પી.એફ) ના પદ માટે ભરતી કરવામાં આવી રહી છે.

ખાલી જગ્યા:

મિત્રો, ગુજરાત પોલીસ ડીપાર્ટમેન્ટ દ્વારા કુલ 12472 ખાલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે. પોસ્ટ અનુસાર ખાલી જગ્યાની સંખ્યા તમે નીચે મુજબ જોઈ શકો છો.

પોસ્ટનું નામખાલી જગ્યા
બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર472
બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ6600
હથિયારી પોલીસ કોન્સ્ટેબલ3302
જેલ સિપોઇ 1095
હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (એસ.આર.પી.એફ)1000

પગારધોરણ:

આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ વિભાગ દ્વારા તમને સરકારના ધારાધોરણ મુજબ કેટલો પગાર ચુકવવામાં આવશે તેની જાહેરાતમાં કોઈ માહિતી આપવામાં આવી નથી. અમુક સોર્સ દ્વારા મેળવેલ માહિતી અનુસાર તમને નીચે મુજબનો પગાર મળી શકે છે.

પોસ્ટનું નામપગારધોરણ
બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટરરૂપિયા 38,000 થી 43,000 સુધી
બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલરૂપિયા 19,900 થી 63,200 સુધી
હથિયારી પોલીસ કોન્સ્ટેબલરૂપિયા 19,900 થી 63,200 સુધી
જેલ સિપોઇ રૂપિયા 19,900 થી 63,200 સુધી
હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (એસ.આર.પી.એફ)રૂપિયા 19,900 થી 63,200 સુધી

વયમર્યાદા:

આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી વયમર્યાદા 18 થી 33 વર્ષ નક્કી કરવામાં આવેલ છે. રિઝર્વ કેટેગરીના અરજદારોને આ વયમર્યાદામાં છૂટ મળવાપાત્ર રહેશે.

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ:

આ ભરતીમાં અરજી કરવા માટે તમારે નીચે મુજબના ડોક્યુમેન્ટ રજુ કરવાના રહેશે.

  • આધારકાર્ડ /પાનકાર્ડ / ચૂટણીં કાર્ડ
  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • સહી
  • લિવિંગ સર્ટિફિકેટ
  • માર્કશીટ
  • જાતિનો દાખલો
  • તથા અન્ય જરૂરી પુરાવાઓ

શેક્ષણિક લાયકાત:

આ ભરતીમાં જરૂરી શેક્ષણિક લાયકાત કોન્સ્ટેબલ તથા જેલ સિપાહી માટે ધોરણ-12 તથા સબ ઇન્સ્પેક્ટર માટે સ્નાતક પાસ માંગવામાં આવી છે. અન્ય લાયકાત સંબંધિત વધુ માહિતી માટે જાહેરાતનો અભ્યાસ અવશ્ય કરવો.

પસંદગી પ્રક્રિયા:

આ ભરતીમાં પસંદગી પામવા માટે તમારે નીચે મુજબની પરીક્ષાઓમાં સફળ થવાનું રહેશે.

  • શારીરિક કાર્યક્ષમતા કસોટી (PET)
  • શારીરિક ધોરણ કસોટી (PST)
  • લેખિત પરીક્ષા
  • તબીબી પરીક્ષા

અરજી કઈ રીતે કરવી?

આ વેકેન્સીમાં જોબ મેળવવા ઇચ્છુક ઉમેદવારો ઓનલાઇન અરજી કરી શકે છે. અરજી કરવાની છેલ્લી તારીખ 30 એપ્રિલ 2024 નિર્ધારિત કરવામાં આવી છે. અરજી કરવા માટેની સત્તાવાર વેબસાઈટ www.lrdgujarat2021.in છે.

તમારે નીચે મુજબની ભરતીઓની માહિતી પણ અવશ્ય મેળવવી જોઈએ:

અરજી કરવા માટે જરૂરી લિંક:

સત્તાવાર વેબસાઈટ માટેઅહીં ક્લિક કરો
જાહેરાત માટેઅહીં ક્લિક કરો
ઈગુજરાતી પર જવા માટેઅહીં ક્લિક કરો

નોંધ: મિત્રો, આ ભરતીની માહિતી સમાચાર પત્ર, રોજગાર સમાચાર, ન્યુઝ, સરકારી પ્લેટફોર્મ તથા અન્ય સોર્સ પરથી લેવામાં આવે છે. આ ભરતીની માહિતીમાં કોઈ ત્રુટી પણ હોઈ શકે છે. જેથી અમારી તમને વિનંતી છે કે આ ભરતીમાં અરજી કરતા પહેલા સત્તાવાર વેબસાઈટ પર જઈ તથા સંસ્થાનો સંપર્ક કરી સંપૂર્ણ માહિતી જાણી લેવી.

Leave a Comment