Karuna Setu Trust Gujarat Recruitment: કરુણા સેતુ ટ્રસ્ટ દ્વારા વિવિધ કોલેજ તથા હોસ્પિટલમાં ક્લાર્ક, એન્જીનીયર, ઓફિસર તથા અન્ય પદો પર સીધી ભરતી જાહેર થઈ ચુકી છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેમ કે જરૂરી તારીખો, પદો ના નામ, જરૂરી શેક્ષણિક તથા અન્ય લાયકાત, પોસ્ટ અનુસાર પગારધોરણ, ખાલી જગ્યાઓની સંખ્યા, અરજી કઈ રીતે કરવી વગેરે આ લેખમાં જાણવા મળશે.
Karuna Setu Trust Gujarat Recruitment 2024
સંસ્થા | કરુણા સેતુ ટ્રસ્ટ |
પોસ્ટ | વિવિધ |
અરજી માધ્યમ | ઓફલાઇન |
અરજી છેલ્લી તારીખ | ખુબજ નજીક |
સત્તાવાર વેબસાઈટ | https://www.karunasetutrust.org/ |
સંસ્થા વિશે માહિતી:
કરુણા સેતુ ટ્રસ્ટની સ્થાપના સ્વ. ડો. વસંત પરીખજી દ્વારા કરવામાં આવી હતી. આ સંસ્થા દ્વારા મેડિકલ કોલેજ, નર્સિંગ કોલેજ, હોસ્પિટલ, છાત્રાલય, ગૌશાળા, આઈ.ટી.આઈ તથા આંગણવાડી ચલાવવામાં આવે છે જેમાં ભરતી કરવામાં આવી રહી છે.
જરૂરી તારીખો:
કરુણા સેતુ ટ્રસ્ટની આ ભરતીની નોટિફિકેશન 12 એપ્રિલ 2024 ના રોજ બહાર પાડવામાં આવી હતી. આ ભરતીમાં ઓનલાઇન કે ઓફલાઈન કોઈપણ રીતે ફોર્મ ભરવાના રહેતા નથી. નોકરી મેળવવા ઇચ્છુક ઉમેદવારોએ રૂબરૂ સ્વખર્ચે ઇન્ટરવ્યૂની તારીખે ઇન્ટરવ્યૂ સ્થળે હાજર રહેવાનું રહેશે.
પોસ્ટનું નામ:
કરુણા સેતુ ટ્રસ્ટ દ્વારા નીચે મુજબના પદો માટે ભરતી કરવામાં આવી રહી છે.
સિનિયર કોમ્પ્યુટર એન્જીનીયર | ગૃહમાતા |
કોમ્પ્યુટર એન્જીનીયર | રેકટર |
એકાઉન્ટ મેનેજર | ઓફિસ ક્લાર્ક |
એકાઉન્ટ ઓફિસર/એક્ષેકયુટીવ | લાઇબ્રરીયન |
ઇન્ટરનલ ઓડિટર | પર્સનલ આસિસ્ટન્ટ |
વિદ્યાદીપ યુનિવર્સિટીમાં પરીક્ષા વગર ભરતી
અરજી ફી:
કરુણા સેતુ ટ્રસ્ટની આ ભરતીમાં તમામ ઉમેદવારો નિઃશુલ્ક અરજી કરી શકે છે તેઓએ કોઈપણ પ્રકારની ફી ચુકવવાની રહેતી નથી.
વયમર્યાદા:
આ ભરતીમાં કોઈ વયમર્યાદા નક્કી કરવામાં આવેલ નથી જેથી તમામ વયના અરજદારો અરજી કરી શકે છે.
અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ:
આ ભરતીમાં અરજી કરવા માટે તમારે નીચે મુજબના ડોક્યુમેન્ટ રજુ કરવાના રહેશે.
- રીઝયુમ/સી.વી
- આધારકાર્ડ /પાનકાર્ડ / ચૂટણીં કાર્ડ
- પાસપોર્ટ સાઈઝ ફોટો
- સહી
- લિવિંગ સર્ટિફિકેટ
- માર્કશીટ
- ડિગ્રી
- અનુભવનું પ્રમાણપત્ર
- તથા અન્ય જરૂરી પુરાવાઓ
પસંદગી પ્રક્રિયા:
આ ભરતીમાં ઉમેદવારની પસંદગી ઇન્ટરવ્યૂ ના આધારે કરવામાં આવશે.
શ્રી બ્રહ્માનંદ વિદ્યામંદિરમાં પરીક્ષા વગર સીધી ભરતી
પગારધોરણ:
મિત્રો, આ ભરતીમાં ફાઇનલ સિલેક્શન પામ્યા બાદ ઉમેદવારને સંસ્થાના નિયમો મુજબ અનુભવ અને લાયકાત મુજબ પગારધોરણ ચુકવવામાં આવશે.
શેક્ષણિક લાયકાત:
આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી શેક્ષણિક લાયકાત તમામ પોસ્ટ માટે અલગ અલગ માંગવામાં આવી છે. લાયકાત સંબંધિત વધુ માહિતી માટે જાહેરાતનો અભ્યાસ અવશ્ય કરવો.
ખાલી જગ્યા:
કરુણા સેતુ ટ્રસ્ટ દ્વારા સિનિયર કોમ્પ્યુટર એન્જીનીયરની 02, ગૃહમાતાની 03 કોમ્પ્યુટર એન્જીનીયરની 02, રેકટરની 03, એકાઉન્ટ મેનેજરની 02 ઓફિસ ક્લાર્કની 04, એકાઉન્ટ ઓફિસર/એક્ષેકયુટીવની 04, લાઇબ્રરીયનની 02, ઇન્ટરનલ ઓડિટરની 01 તથા પર્સનલ આસિસ્ટન્ટની 01 જગ્યા પર ભરતી કરવામાં આવી રહી છે.
ઇન્ટરવ્યુનું સ્થળ તથા તારીખ:
આ ભરતીમાં ઇન્ટરવ્યૂનું સ્થળ – ડો. વસંત પરીખ, આયુર્વેદિક મેડિકલ કોલેજ/રત્નપ્રભા નર્સિંગ કોલેજ, મીઠીમાં કેમ્પસ, શેખપુર (વડ) રોડ, વડનગર – 384355 છે તથા ઇન્ટરવ્યૂની તારીખ 13 તથા 14 એપ્રિલ 2024 શનિવાર અને રવિવાર સવારે 10:00 થી 01:00 કલાક છે.
જો તમને આ ભરતી સંબંધિત કોઈ પ્રશ્ન કે મૂંઝવણ હોય તો તમે સંસ્થાના મોબાઈલ નંબર – 9727604021 અથવા 9537266053 પર સંપર્ક પણ કરી શકો છો.
શ્રી સ્વામિનારાયણ ગુરુકુળમાં પરીક્ષા વગર સીધી ભરતી
અરજી કરવા માટે જરૂરી લિંક:
સત્તાવાર વેબસાઈટ માટે | અહીં ક્લિક કરો |
જાહેરાત માટે | અહીં ક્લિક કરો |
ઈગુજરાતી પર જવા માટે | અહીં ક્લિક કરો |
નોંધ: મિત્રો, આ ભરતીની માહિતી સમાચાર પત્ર, રોજગાર સમાચાર, ન્યુઝ, સરકારી પ્લેટફોર્મ તથા અન્ય સોર્સ પરથી લેવામાં આવે છે. આ ભરતીની માહિતીમાં કોઈ ત્રુટી પણ હોઈ શકે છે. જેથી અમારી તમને વિનંતી છે કે આ ભરતીમાં અરજી કરતા પહેલા સત્તાવાર વેબસાઈટ પર જઈ તથા સંસ્થાનો સંપર્ક કરી સંપૂર્ણ માહિતી જાણી લેવી.