Loco Pilot Recruitment 2024: ભારતીય રેલવેમાં લોકો પાઈલોટની 5695+ જગ્યાઓ પર ભરતી જાહેર

Loco Pilot Recruitment 2024: ભારતીય રેલવેમાં લોકો પાઈલોટની 5695+ જગ્યાઓ પર ભરતી જાહેર થઈ ચુકી છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેમ કે જરૂરી તારીખો, પદો ના નામ, જરૂરી શેક્ષણિક તથા અન્ય લાયકાત, પોસ્ટ અનુસાર પગારધોરણ, ખાલી જગ્યાઓની સંખ્યા, અરજી કઈ રીતે કરવી વગેરે આ લેખમાં જાણવા મળશે.

સંસ્થારેલવે રિક્રુટમેન્ટ બોર્ડ (RRB)
પોસ્ટલોકો પાઈલોટ
અરજી માધ્યમઓનલાઇન
અરજી છેલ્લી તારીખ19 ફેબ્રુઆરી 2024
સત્તાવાર વેબસાઈટhttps://indianrailways.gov.in/

જરૂરી તારીખો:

ભારતીય રેલવે વિભાગની આ ભરતીની નોટિફિકેશન 18 જાન્યુઆરી 2024 ના રોજ બહાર પાડવામાં આવી હતી. ભરતીના ફોર્મ 20 જાન્યુઆરી 2024 ના રોજથી ભરી શકાશે જયારે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 19 ફેબ્રુઆરી 2024 છે.

પોસ્ટનું નામ:

ભારતીય રેલવે વિભાગ દ્વારા આસિસ્ટન્ટ લોકો પાઇલોટના પદ માટે ભરતી કરવામાં આવી રહી છે.

ખાલી જગ્યા:

ભારતીય રેલવેમાં આસિસ્ટન્ટ લોકો પાઈલોટની કુલ 5696 જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે.

પગારધોરણ:

રેલવે રિક્રુટમેન્ટ બોર્ડની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ વિભાગ દ્વારા તમને માસિક રૂપિયા 19,900 થી 35,000 પગારધોરણ ચુકવવામાં આવશે.

વયમર્યાદા:

રેલવે રિક્રુટમેન્ટ બોર્ડની આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી વયમર્યાદા 18 થી 30 વર્ષ નક્કી કરવામાં આવેલ છે. રિઝર્વ કેટેગરીના ઉમેદવારોને વયમર્યાદામાં છૂટ મળવાપાત્ર રહેશે.

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ:

આ ભરતીમાં અરજી કરવા માટે તમારે નીચે મુજબના ડોક્યુમેન્ટ રજુ કરવાના રહેશે.

  • આધારકાર્ડ /પાનકાર્ડ / ચૂટણીં કાર્ડ
  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • લિવિંગ સર્ટિફિકેટ
  • માર્કશીટ
  • ડિગ્રી
  • જાતિનો દાખલો
  • તથા અન્ય જરૂરી પુરાવાઓ

અરજી ફી:

આ ભરતીમાં અરજી કરવા માટે ઇચ્છુક જનરલ તથા ઓબીસી કેટેગરીના ઉમેદવારોએ અરજી ફી પેટે 500 રૂપિયા તથા આ સિવાયના તમામ ઉમેદવારોએ અરજી ફી પેટે રૂપિયા 250 જમા કરાવવાના રહેશે.

શેક્ષણિક લાયકાત:

આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી શેક્ષણિક લાયકાત આઈટીઆઈ અથવા ડિપ્લોમા અથવા ડિગ્રી પૂર્ણ કરેલ હોવું જરૂરી છે. લાયકાત સંબંધિત વધુ માહિતી માટે જાહેરાતનો અભ્યાસ અવશ્ય કરવો.

પસંદગી પ્રક્રિયા:

RRB ની આ રિક્રુટમેન્ટ પ્રોસેસ માટે અરજી ફોર્મ ભરાઈ ગયા બાદ ઉમેદવારની પસંદગી નિયત તારીખે લેખિત પરીક્ષા, ડોક્યુમેન્ટ વેરિફિકેશન તથા તબીબી પરીક્ષા દ્વારા કરવામાં આવશે.

અરજી કઈ રીતે કરવી?

RRB ની આ વેકેન્સીમાં ઇચ્છુક ઉમેદવારો ઓનલાઇન અરજી કરી શકે છે. અરજી કરવા માટેની વેબસાઈટ https://indianrailways.gov.in/ છે.

તમારે નીચે મુજબની ભરતીઓની માહિતી પણ અવશ્ય મેળવવી જોઈએ:

અરજી કરવા માટે જરૂરી લિંક:

સત્તાવાર વેબસાઈટ માટેઅહીં ક્લિક કરો
જાહેરાત માટેઅહીં ક્લિક કરો
ઈગુજરાતી પર જવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment