NIACL Recruitment 2024: સરકારી કંપની ન્યુ ઈન્ડિયા એશ્યોરન્સમાં 300+ જગ્યાઓ પર ભરતી જાહેર

NIACL Recruitment 2024: સરકારી કંપની ન્યુ ઈન્ડિયા એશ્યોરન્સમાં 300+ જગ્યાઓ પર ભરતી જાહેર થઈ ચુકી છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેમ કે જરૂરી તારીખો, પદો ના નામ, જરૂરી શેક્ષણિક તથા અન્ય લાયકાત, પોસ્ટ અનુસાર પગારધોરણ, ખાલી જગ્યાઓની સંખ્યા, અરજી કઈ રીતે કરવી વગેરે આ લેખમાં જાણવા મળશે.

NIACL Recruitment 2024 | New India Assurance Company Ltd Recruitment 2024

સંસ્થાન્યુ ઈન્ડિયા એશ્યોરન્સ લિમિટેડ
પોસ્ટઆસિસ્ટન્ટ
અરજી માધ્યમઓનલાઇન
અરજી છેલ્લી તારીખ15 ફેબ્રુઆરી 2024
સત્તાવાર વેબસાઈટhttps://www.newindia.co.in/

જરૂરી તારીખો:

સરકારી કંપની ન્યુ ઈન્ડિયા એશ્યોરન્સની આ ભરતીની નોટિફિકેશન 18 જાન્યુઆરી 2024 ના રોજ બહાર પાડવામાં આવી હતી. ભરતીના ફોર્મ 01 ફેબ્રુઆરી 2024 ના રોજથી ભરી શકાશે જયારે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 15 ફેબ્રુઆરી 2024 છે.

પોસ્ટનું નામ:

ન્યુ ઈન્ડિયા એશ્યોરન્સ લિમિટેડ દ્વારા આસિસ્ટન્ટના પદ માટે ભરતી કરવામાં આવી રહી છે.

ખાલી જગ્યા:

ન્યુ ઈન્ડિયા એશ્યોરન્સ લિમિટેડમાં આસિસ્ટન્ટની કુલ 300 જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે.

પગારધોરણ:

સરકારી કંપનીની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ વિભાગ દ્વારા તમને માસિક રૂપિયા 37,000 પગારધોરણ ચુકવવામાં આવશે. વધુમાં તમને જણાવી દઈએ આ ભરતીમાં તમને એલાઉન્સ પણ મળવાપાત્ર રહેશે.

વયમર્યાદા:

સરકારી કંપનીની આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી વયમર્યાદા 21 થી 30 વર્ષ નક્કી કરવામાં આવેલ છે. રિઝર્વ કેટેગરીના ઉમેદવારોને વયમર્યાદામાં છૂટ મળવાપાત્ર રહેશે.

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ:

આ ભરતીમાં અરજી કરવા માટે તમારે નીચે મુજબના ડોક્યુમેન્ટ રજુ કરવાના રહેશે.

  • આધારકાર્ડ /પાનકાર્ડ / ચૂટણીં કાર્ડ
  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • સહી
  • લિવિંગ સર્ટિફિકેટ
  • માર્કશીટ
  • ડિગ્રી
  • જાતિનો દાખલો
  • તથા અન્ય જરૂરી પુરાવાઓ

શેક્ષણિક લાયકાત:

આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી શેક્ષણિક લાયકાત કોઈપણ પૂર્ણ કરેલ હોવું જરૂરી છે. લાયકાત સ્ટ્રીમ તથા કોઈપણ કોર્સથી સ્નાતક પૂર્ણ કરેલ હોવું જોઈએ. લાયકાત સંબંધિત વધુ માહિતી માટે જાહેરાતનો અભ્યાસ અવશ્ય કરવો.

પસંદગી પ્રક્રિયા:

NIACL કંપનીની આ ભરતીમાં પસંદગી પામવા માટે તમારે નીચે મુજબની પરીક્ષાઓમાં સફળ થવાનું રહેશે.

  • પ્રથમ પરીક્ષા (પ્રિલીમ)
  • મુખ્ય પરીક્ષા (મેન)
  • ડોક્યુમેન્ટ વેરિફિકેશન
  • તબીબી પરીક્ષા

અરજી ફી:

આ ભરતીમાં અરજી કરવા માટે ઇચ્છુક જનરલ, ઇડબલ્યુએસ તથા ઓબીસી કેટેગરીના ઉમેદવારોએ અરજી ફી પેટે 600 રૂપિયા તથા આ સિવાયના તમામ ઉમેદવારોએ અરજી ફી પેટે રૂપિયા 100 જમા કરાવવાના રહેશે.

અરજી કઈ રીતે કરવી?

NIACLની આ વેકેન્સીમાં ઇચ્છુક ઉમેદવારો ઓનલાઇન અરજી કરી શકે છે. અરજી કરવા માટેની વેબસાઈટ https://www.newindia.co.in/ છે.

તમારે નીચે મુજબની ભરતીઓની માહિતી પણ અવશ્ય મેળવવી જોઈએ:

અરજી કરવા માટે જરૂરી લિંક:

સત્તાવાર વેબસાઈટ માટેઅહીં ક્લિક કરો
જાહેરાત માટેઅહીં ક્લિક કરો
ઈગુજરાતી પર જવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment