RMC Security Guard Recruitment: રાજકોટ મહાનગરપાલિકામાં સિક્યોરિટી ગાર્ડની સરકારી નોકરીનો મોકો, પગાર ₹ 47,100 સુધી

RMC Security Guard Recruitment: રાજકોટ મહાનગરપાલિકામાં સિક્યોરિટી ગાર્ડની સરકારી નોકરીનો મોકો આવી ગયો છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેમ કે જરૂરી તારીખો, પદો ના નામ, જરૂરી શેક્ષણિક તથા અન્ય લાયકાત, પોસ્ટ અનુસાર પગારધોરણ, ખાલી જગ્યાઓની સંખ્યા, અરજી કઈ રીતે કરવી વગેરે આ લેખમાં જાણવા મળશે.

RMC Security Guard Recruitment | Rajkot Municipal Corporation Security Guard Recruitment

સંસ્થારાજકોટ મહાનગરપાલિકા
પોસ્ટસિક્યોરિટી ગાર્ડ
અરજી માધ્યમઓનલાઇન
જાહેરાતની તારીખ20 જાન્યુઆરી 2024
સત્તાવાર વેબસાઈટhttps://www.rmc.gov.in/

જરૂરી તારીખો:

રાજકોટ મહાનગરપાલિકાની આ ભરતીની નોટિફિકેશન 20 જાન્યુઆરી 2024 ના રોજ બહાર પાડવામાં આવી હતી. મિત્રો, તમને જણાવી દઈએ કે આ ભરતીમાં તમારે ઓનલાઈન ફોર્મ ડાઉનલોડ કરી તેમાં તમામ વિગતો ભરી જયારે તમે ઇન્ટરવ્યૂ તારીખે જાવ ત્યારે આ ફોર્મ જમા કરાવવાનું રહેશે.

પોસ્ટનું નામ:

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સિક્યોરિટી ગાર્ડના પદ માટે ભરતી કરવામાં આવી રહી છે.

ખાલી જગ્યા:

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સિક્યોરિટી ગાર્ડના પદ માટે કુલ 07 ખાલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે.

પગારધોરણ:

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ વિભાગ દ્વારા તમને પ્રથમ પાંચ વર્ષ માટે માસિક ફિક્સ રૂપિયા 21,100 પગારધોરણ ચુકવવામાં આવશે. ત્યારબાદ કામગીરી સંતોષકારક લગતા આ પગારધોરણ વધારીને રૂપિયા 14,800 થી 47,100 કરી દેવામાં આવશે.

વયમર્યાદા:

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની આ ભરતીમાં અરજી કરવા માટે ઓછામાં ઓછી કોઈ વયમર્યાદા નક્કી કરવામાં આવેલ નથી જયારે વધુમાં વધુ વયમર્યાદા 52 વર્ષ છે. રિઝર્વ કેટેગરીના ઉમેદવારોને વયમર્યાદામાં છૂટ મળી શકે છે.

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ:

આ ભરતીમાં અરજી કરવા માટે તમારે નીચે મુજબના ડોક્યુમેન્ટ રજુ કરવાના રહેશે.

  • આધારકાર્ડ /પાનકાર્ડ / ચૂટણીં કાર્ડ
  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • સહી
  • લિવિંગ સર્ટિફિકેટ
  • માર્કશીટ
  • જાતિનો દાખલો
  • તથા અન્ય જરૂરી પુરાવાઓ

અરજી ફી:

RMC ની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ ઉમેદવારોએ કોઈપણ પ્રકારની અરજી ફી ચુકવવાની રહેતી નથી.

પસંદગી પ્રક્રિયા:

RMC ની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે.

લાયકાત:

લાયકાત સંબંધિત વધુ માહિતી માટે જાહેરાતનો અભ્યાસ અવશ્ય કરવો.

અરજી કઈ રીતે કરવી?

RMC ની આ ભરતીમાં તમારે ઇન્ટરવ્યૂની તારીખે ઇન્ટરવ્યૂ સ્થળ પર રૂબરૂ જઈ અરજી ફોર્મ જમા કરાવવાનું રહેશે.

ઇન્ટરવ્યૂ તારીખ અને સ્થળ:

RMC ની આ ભરતીમાં ઇન્ટરવ્યૂની તારીખ 31 જાન્યુઆરી 2024 સવારે 9:30 થી 11:00 કલાક સુધી છે જયારે ઇન્ટરવ્યૂનું સ્થળ ડૉ. આંબેડકર ભવન, ઢેબરભાઈ રોડ, સેન્ટ્રલ ઝોન કચેરી, પહેલો માળ, મિટિંગ હોલ, રાજકોટ મહાનગરપાલિકા, રાજકોટ ખાતે છે.

તમારે નીચે મુજબની ભરતીઓની માહિતી પણ અવશ્ય મેળવવી જોઈએ:

અરજી કરવા માટે જરૂરી લિંક:

સત્તાવાર વેબસાઈટ માટેઅહીં ક્લિક કરો
જાહેરાત માટેઅહીં ક્લિક કરો
ઈગુજરાતી પર જવા માટેઅહીં ક્લિક કરો

નોંધ: મિત્રો, આ ભરતીની માહિતી સમાચાર પત્ર, રોજગાર સમાચાર, ન્યુઝ, સરકારી પ્લેટફોર્મ તથા અન્ય સોર્સ પરથી લેવામાં આવે છે. આ ભરતીની માહિતીમાં કોઈ ત્રુટી પણ હોઈ શકે છે. જેથી અમારી તમને વિનંતી છે કે આ ભરતીમાં અરજી કરતા પહેલા સત્તાવાર વેબસાઈટ પર જઈ તથા સંસ્થાનો સંપર્ક કરી સંપૂર્ણ માહિતી જાણી લેવી.

Leave a Comment