VMC 4th Pass Job: વડોદરા મહાનગરપાલિકામાં ધોરણ-04 પાસથી લઈ તમામ માટે સીધી ભરતીનો મોકો આવી ગયો છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેમ કે જરૂરી તારીખો, પદો ના નામ, જરૂરી શેક્ષણિક તથા અન્ય લાયકાત, પોસ્ટ અનુસાર પગારધોરણ, ખાલી જગ્યાઓની સંખ્યા, અરજી કઈ રીતે કરવી વગેરે આ લેખમાં જાણવા મળશે.
VMC 4th Pass Job | Vadodara Municipal Corporation 4th Pass Job
સંસ્થા | વડોદરા મહાનગરપાલિકા |
પોસ્ટ | વિવિધ |
અરજી માધ્યમ | ઓનલાઇન |
અરજી છેલ્લી તારીખ | 22 માર્ચ 2024 |
સત્તાવાર વેબસાઈટ | https://vmc.gov.in/ |
જરૂરી તારીખો:
વડોદરા મહાનગરપાલિકાની આ ભરતીની નોટિફિકેશન 13 માર્ચ 2024 ના રોજ બહાર પાડવામાં આવી હતી. ભરતીના ફોર્મ 13 માર્ચ 2024 ના રોજથી ભરી શકાશે જયારે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 22 માર્ચ 2024 છે.
પોસ્ટનું નામ:
વડોદરા મહાનગરપાલિકા દ્વારા આયુષ મેડીકલ ઓફિસર, જુનિયર ક્લાર્ક, કેસ રાઈટર, પટાવાળા, આયાબેન તથા ડ્રેસરના પદ માટે ભરતી કરવામાં આવી રહી છે.
ખાલી જગ્યા:
વડોદરા મહાનગરપાલિકા દ્વારા આયુષ મેડીકલ ઓફિસરની 06, જુનિયર ક્લાર્કની 08, કેસ રાઈટરની 19, પટાવાળાની 13, આયાબેનની 21 તથા ડ્રેસરની 06 ખાલી જગ્યાઓ માટે ભરતી કરવામાં આવી રહી છે.
વયમર્યાદા:
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી વયમર્યાદા પોસ્ટ અનુસાર અલગ અલગ છે જે તમે નીચે મુજબ જોઈ શકો છો.
પોસ્ટનું નામ | વયમર્યાદા |
આયુષ મેડીકલ ઓફિસર | 18 થી 58 વર્ષ સુધી |
જુનિયર ક્લાર્ક | 18 થી 58 વર્ષ સુધી |
કેસ રાઈટર | 18 થી 58 વર્ષ સુધી |
પટાવાળા | 18 થી 45 વર્ષ સુધી |
આયાબેન | 18 થી 45 વર્ષ સુધી |
ડ્રેસર | 18 થી 45 વર્ષ સુધી |
અરજી ફી:
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની આ ભરતીમાં તમામ કેટેગરીના ઉમેદવારો નિઃશુલ્ક અરજી કરી શકે છે તેઓએ કોઈપણ પ્રકારની ફી ચુકવવાની રહેતી નથી.
અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ:
આ ભરતીમાં અરજી કરવા માટે તમારે નીચે મુજબના ડોક્યુમેન્ટ રજુ કરવાના રહેશે.
- આધારકાર્ડ /પાનકાર્ડ / ચૂટણીં કાર્ડ
- પાસપોર્ટ સાઈઝ ફોટો
- સહી
- લિવિંગ સર્ટિફિકેટ
- માર્કશીટ
- ડિગ્રી
- અનુભવનું પ્રમાણપત્ર
- તથા અન્ય જરૂરી પુરાવાઓ
શેક્ષણિક લાયકાત:
આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી શેક્ષણિક લાયકાત તમામ પોસ્ટ માટે અલગ અલગ માંગવામાં આવી છે જે તમે નીચે મુજબ જોઈ શકો છો. લાયકાત સંબંધિત વધુ માહિતી માટે જાહેરાતનો અભ્યાસ અવશ્ય કરવો.
પોસ્ટનું નામ | શેક્ષણિક લાયકાત |
આયુષ મેડીકલ ઓફિસર | આયુર્વેદ કે હોમિયોપેથી સ્નાતક |
જુનિયર ક્લાર્ક | કોઈપણ સ્નાતક |
કેસ રાઈટર | ધોરણ-12 પાસ |
પટાવાળા | ધોરણ-08 પાસ |
આયાબેન | ધોરણ-04 પાસ |
ડ્રેસર | ધોરણ-07 પાસ |
પગારધોરણ:
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ આયુષ મેડીકલ ઓફિસરને માસિક રૂપિયા 22,000 પગારધોરણ ચુકવવામાં આવશે તથા અન્ય તમામ પદ માટે શ્રમ અને રોજગાર વિભાગ, ગુજરાત સરકારના નિયમ અનુસાર પગાર ચુકવવામાં આવશે.
પસંદગી પ્રક્રિયા:
VMC ની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી ઇન્ટરવ્યૂ અથવા લેખિત કસોટી દ્વારા કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી 11 માસના કરાર ઉપર કરવામાં આવશે.
અરજી કઈ રીતે કરવી?
VMCની આ વેકેન્સીમાં ઇચ્છુક ઉમેદવારો ઓનલાઇન અરજી કરી શકે છે. અરજી કરવાની છેલ્લી તારીખ 22 માર્ચ 2024 છે. અરજી કરવા માટેની સત્તાવાર વેબસાઈટ www.vmc.gov.in છે.
તમારે નીચે મુજબની ભરતીઓની માહિતી પણ અવશ્ય મેળવવી જોઈએ:
- JMC Recruitment 2024: જૂનાગઢ મહાનગરપાલિકામાં ક્લાર્ક તથા અન્ય પદો પર કાયમી નોકરી મેળવવાનો ગોલ્ડન ચાન્સ, પગાર ₹ 63,200 સુધી
- AMC Bharti 2024: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 100+ જગ્યાઓ પર ભરતી જાહેર
- MSU Baroda Recruitment 2024: મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી વડોદરામાં વિવિધ પદો પર ભરતી જાહેર
- BOB 7th Pass Job: બેંક ઓફ બરોડામાં 07 પાસ માટે માળી તથા ઓફિસ આસિસ્ટન્ટ માટે સીધી ભરતી જાહેર
અરજી કરવા માટે જરૂરી લિંક:
સત્તાવાર વેબસાઈટ માટે | અહીં ક્લિક કરો |
જાહેરાત માટે | અહીં ક્લિક કરો |
અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
ઈગુજરાતી પર જવા માટે | અહીં ક્લિક કરો |
નોંધ: મિત્રો, આ ભરતીની માહિતી સમાચાર પત્ર, રોજગાર સમાચાર, ન્યુઝ, સરકારી પ્લેટફોર્મ તથા અન્ય સોર્સ પરથી લેવામાં આવે છે. આ ભરતીની માહિતીમાં કોઈ ત્રુટી પણ હોઈ શકે છે. જેથી અમારી તમને વિનંતી છે કે આ ભરતીમાં અરજી કરતા પહેલા સત્તાવાર વેબસાઈટ પર જઈ તથા સંસ્થાનો સંપર્ક કરી સંપૂર્ણ માહિતી જાણી લેવી.