10th Pass Government Job 2024: 10 પાસ માટે 169+ જગ્યાઓ પર સરકારી નોકરી મેળવવાનો મોકો, પગાર ₹ 69,100 સુધી

10th Pass Government Job 2024: 10 પાસ માટે 169+ જગ્યાઓ પર સરકારી નોકરી મેળવવાનો મોકો આવી ગયો છે. સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સની આ ભરતીની સંપૂર્ણ માહિતી જેમ કે જરૂરી તારીખો, પોસ્ટ, લાયકાત, પગાર, ખાલી જગ્યા, અરજી કઈ રીતે કરવી વગેરે આ લેખમાં જાણવા મળશે.

10th Pass Government Job 2024 । CRPF Recruitment 2024

સંસ્થાસેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ
પોસ્ટકોન્સ્ટેબલ
અરજી માધ્યમઓનલાઇન
અરજી છેલ્લી તારીખ15 ફેબ્રુઆરી 2024
સત્તાવાર વેબસાઈટhttps://crpf.gov.in/

જરૂરી તારીખો:

સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સની આ ભરતીની નોટિફિકેશન 13 જાન્યુઆરી 2024 ના રોજ બહાર પાડવામાં આવી હતી. ભરતીના ફોર્મ 16 જાન્યુઆરી 2024 ના રોજથી ભરી શકાશે જયારે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 15 ફેબ્રુઆરી 2024 રહેશે.

પોસ્ટનું નામ:

કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ દ્વારા કોન્સ્ટેબલના પદો માટે ભરતી કરવામાં આવી રહી છે.

ખાલી જગ્યા:

કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ દ્વારા કુલ 169 જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે. જેમાં પુરુષ માટે 83 તથા મહિલાઓ માટે 86 જગ્યા ખાલી છે.

પગારધોરણ:

સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સની આ ભરતીમાં સિલેક્શન પામ્યા બાદ ઉમેદવારને કેન્દ્ર સરકારના નિયમોઅનુસાર માસિક રૂપિયા 21,700 થી 69,100 સુધી પગારધોરણ ચુકવવામાં આવશે.

શેક્ષણિક લાયકાત:

મિત્રો, CRPF ની આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી શેક્ષણિક લાયકાત ધોરણ-10 પાસ જરૂરી છે. લાયકાત સંબંધિત વધુ માહિતી માટે જાહેરાતનો અભ્યાસ અવશ્ય કરવો.

વયમર્યાદા:

સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સની આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી વયમર્યાદા 18 થી 23 વર્ષ નક્કી કરવામાં આવેલ છે. રિઝર્વ કેટેગરીના ઉમેદવારોને વયમર્યાદામાં છૂટ મળવાપાત્ર રહેશે.

અરજી કરવા માટે જરૂરી પુરાવાઓ:

આ ભરતીમાં અરજી કરવા માટે તમારે નીચે મુજબના પુરાવાઓ રજુ કરવાના રહેશે.

  • આધારકાર્ડ /પાનકાર્ડ / ચૂટણીં કાર્ડ
  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • લિવિંગ સર્ટિફિકેટ
  • માર્કશીટ
  • જાતિનો દાખલો
  • તથા અન્ય જરૂરી પુરાવાઓ

પસંદગી પ્રક્રિયા:

CRPF ની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી લેખિત કસોટી તથા શારીરિક કસોટી દ્વારા કરવામાં આવશે.

તમારે નીચે મુજબની ભરતીઓની માહિતી પણ અવશ્ય મેળવવી જોઈએ:

અરજી કરવા માટે જરૂરી લિંક:

સત્તાવાર વેબસાઈટ માટેઅહીં ક્લિક કરો
જાહેરાત માટેઅહીં ક્લિક કરો
અરજી કરવા માટે અહીં ક્લિક કરો
ઈગુજરાતી પર જવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment