Sports Shop Sahay Yojana Gujarat: ઘણા બધા લોકોનું નાનો પણ પોતાનો ધંધો હોય એવું સપનું હોય છે. પરંતુ પૈસાના અભાવના કારણે લોકો પોતાનો વ્યાપાર શરુ કરી શકતા નથી. શું તમે પણ પોતાનો બિઝનેસ કરવા માંગો છો તો અમે તમારા માટે સારા સમાચાર લઈને આવ્યા છે કારણ કે ગુજરાત સરકાર સ્પોર્ટ્સ સાધનની દુકાન ખોલવા માટે રૂપિયા 1,50,000 ની સહાય આપી રહી છે. આ યોજનાનો લાભ કઈ રીતે લેવો તથા આ યોજનામાં કઈ રીતે અરજી કરવી તેની સંપૂર્ણ માહિતી તમને આજના આ લેખમાં ખુબજ સરળ ભાષામાં જાણવા મળશે.
Sports Shop Sahay Yojana Gujarat । સ્પોર્ટ્સ શોપ સાધન સહાય યોજના
યોજનાનું નામ | સ્પોર્ટ્સ શોપ સાધન સહાય યોજના |
યોજના અંતર્ગત | સ્વરોજગારી યોજના |
વર્ષ | 2024 |
સહાયની રકમ | રૂપિયા 1,50,000 સુધી |
સહાય આપનાર | ગુજરાત સરકાર |
અરજીનું માધ્યમ | ઓફલાઈન |
યોજનાનો હેતુ:
આ યોજનાનો મુખ્ય હેતુ આર્થિક રીતે નબળા લોકો કે જેમને બેંક દ્વારા લોન લેવામાં સમસ્યાનો સામનો કરવો પડે છે અને તેઓ વધુ પડતા વ્યાજ દરો ચૂકવી શકતા નથી તેવા દરેક લોકોને આર્થિક રીતે આત્મનિર્ભર કરવાનો છે.
આ યોજનાનો લાભ કોણ લઇ શકે છે?
- આ યોજનાનો લાભ લેનાર વ્યક્તિ આદિજાતિનો હોવો જોઈએ (આદિજાતિ સિવાયના વ્યક્તિઓ પણ આ યોજનામાં અરજી કરી શકે છે.)
- અરજી કરનાર વ્યક્તિની ઉમર ઓછામાં ઓછી 18 વર્ષ અને 55 વર્ષથી વધુ નહોવી જોઈએ.
- અરજી કરનાર વ્યક્તિ ગ્રામ્ય વિસ્તારનો રહેવાસી હોય તો વાર્ષિક આવક રૂપિયા 1,20,000 થી વધુ ન હોવી જોઈએ તથા શહેરી વિસ્તા નો રહેવાસી હોય તો વાર્ષિક આવક રૂપિયા 1,50,000 થી વધુ ન હોવી જોઈએ
- અરજદારને સ્પોર્ટ્સના સંબંધિત કામનો અનુભવ અથવા તાલીમ લીધી હોવી જોઈએ.
સહાયની રકમ:
સ્વરોજગારી યોજના સ્પોર્ટ્સ સાધન સહાય હેતુ અનુસાર આ યોજનામાં ગુજરાત સરકાર દ્વારા રૂપિયા 1,50,000 ની સહાય આપવામાં આવે છે.
સ્પોર્ટ્સ સાધનમાં કઈ કઈ વસ્તુનો સમાવેશ થાય છે?
- બોલ
- બેટ
- સ્પોર્ટ્સ સંબંધિત કપડાં
- સ્પોર્ટ્સ શૂઝ
- સ્પોર્ટ્સ બેગ
- ક્રિકેટ સ્ટમ્પ
- સન ગ્લાસ
- તથા અન્ય
જરૂરી ડોક્યુમેન્ટ
સ્વરોજગારી યોજના સ્પોર્ટ્સ સાધન સહાયની આ યોજનામાં લાભ લેવા માટે તમારે નીચે મુજબના ડોક્યુમેન્ટ જમા કરાવવાના રહેશે.
- આધારકાર્ડ/પાનકાર્ડ/ચૂંટણીકાર્ડ
- જાતિનો દાખલો
- આવકનો દાખલો
- અનુભવનું અથવા તાલીમનું પ્રમાણપત્ર
- તથા અન્ય
સહાયની રકમ પરત કરવાનો સમયગાળો:
આ યોજનાનો લાભ મેળવ્યા બાદ તમે સરળ 20 ત્રિમાસિક હપ્તા દ્વારા સહાયની રકમની ભરપાઈ કરી શકો છો. જો તમે નિયત સમય પહલે સંપૂર્ણ રકમ પરત કરવા માંગો છો તો પણ કરી શકો છો.
વ્યાજનો દર
આ સહાય યોજનામાં વ્યાજનો દર 4 ટકા રહેશે. જો કોઈ અરજદાર હપ્તા ભરવામાં વિલંબ કરશે તો તેના ઉપર બીજા 2 ટકા દંડનીય વ્યાજ લેવામાં આવશે.
અરજી ફોર્મ ક્યાંથી મેળવવાનું રહેશે?
આ યોજનામાં અરજી ફોર્મ તમે પ્રયોજના વહીવટીદારશ્રીની કચેરી અથવા https://adijatinigam.gujarat.gov.in/ પરથી મેળવી શકો છો.
અરજી કઈ રીતે કરવાની રહેશે?
આ યોજનામાં તમારે ઓફલાઈન માધ્યમથી કરવાની રહેશે. આદિજાતિના વિસ્તારના વ્યક્તિએ જે તે વિસ્તારના પ્રાયોજના વહીટદારશ્રીની ભલામણથી અરજી મોકલવાની રહેશે. જયારે બિન આદિજાતિના વ્યક્તિએ મદદનીશ કશ્નરશ્રી આદિજાતિ ધ્વારા અરજી કોર્પોરેશનને મોકલવાની રહેશે.
તમારે નીચે મુજબની યોજના તથા ભરતીઓની માહિતી પણ અવશ્ય મેળવવી જોઈએ:
- મોબાઈલ એસેસરીઝનો બિઝનેસ કરવા માટે ગુજરાત સરકાર આપી રહી છે રૂ 50,000 ની સહાય
- સરકારી કંપની ન્યુ ઈન્ડિયા એશ્યોરન્સમાં 300+ જગ્યાઓ પર ભરતી જાહેર
- ભારતીય રેલવેમાં લોકો પાઈલોટની 5695+ જગ્યાઓ પર ભરતી જાહેર
- ગુજરાતની કોલેજમાં કાયમી જુનિયર ક્લાર્ક માટે ભરતી જાહેર
અરજી કરવા માટે જરૂરી લિંક:
સત્તાવાર વેબસાઈટ માટે | અહીં ક્લિક કરો |
ઈગુજરાતી પર જવા માટે | અહીં ક્લિક કરો |
નોંધ: મિત્રો, અમારા દ્વારા આપવામાં આવેલ માહતીમાં ફેરફાર પણ હોઈ શકે છે. જેથી આ યોજનામાં અરજી કરતા પહેલા યોજનાની તમામ માહિતી વિભાગનો સંપર્ક કરી જાણી લેવા વિનંતી.