BMC Recruitment 2024: ભાવનગર મહાનગરપાલિકામાં સરકારી નોકરી મેળવવાની સુવર્ણ તક,

BMC Recruitment 2024: ભાવનગર મહાનગરપાલિકામાં સરકારી નોકરી મેળવવાની સુવર્ણ તક આવી ચુકી છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેમ કે જરૂરી તારીખો, પદો ના નામ, જરૂરી શેક્ષણિક તથા અન્ય લાયકાત, પોસ્ટ અનુસાર પગારધોરણ, ખાલી જગ્યાઓની સંખ્યા, અરજી કઈ રીતે કરવી વગેરે આ લેખમાં જાણવા મળશે.

BMC Recruitment 2024 | Bhavnagar Municipal Corporation Recruitment 2024

સંસ્થાભાવનગર મહાનગરપાલિકા
પોસ્ટવિવિધ
અરજી માધ્યમઓનલાઇન
અરજી છેલ્લી તારીખ23 માર્ચ 2024
સત્તાવાર વેબસાઈટhttps://bmcgujarat.com/

જરૂરી તારીખો:

ભાવનગર મહાનગરપાલિકાની આ ભરતીની નોટિફિકેશન 05 માર્ચ 2024 ના રોજ બહાર પાડવામાં આવી હતી. ભરતીના ફોર્મ 08 માર્ચ 2024 ના રોજથી ભરી શકાશે જયારે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 23 માર્ચ 2024 છે.

પોસ્ટનું નામ:

ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ગાયનેકોલોજિસ્ટ, પીડિયાટ્રિશિયન, ચીફ ફાયર ઓફિસર, સ્ટેશન ફાયર ઓફિસર, ડેપ્યુટી ચીફ એકાઉન્ટન્ટ, વેટરનરી ઓફિસર, ટેક્નિકલ આસિસ્ટન્ટ (ઇલેક્ટ્રિક) તથા સ્વિમિંગ ઇન્સ્ટ્રકટર (મહિલા) ના પદ માટે ભરતી કરવામાં આવી રહી છે.

પગારધોરણ:

ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની આ ભરતીમાં સિલેક્શન પામ્યા બાદ ઉમેદવારને ગુજરાત સરકારના નિયમોઅનુસાર માસિક કેટલા રૂપિયા ગારધોરણ ચુકવવામાં આવશે તેની માહિતી જાહેરાતમાં આપવામાં આવી નથી. આ માહિતી ટૂંક સમયમાં BMC ની વેબસાઈટ તથા ઓજસ ગુજરાત પર મુકવામાં આવશે.

અરજી કરવા માટે જરૂરી પુરાવાઓ:

આ ભરતીમાં અરજી કરવા માટે તમારે નીચે મુજબના પુરાવાઓ રજુ કરવાના રહેશે.

  • આધારકાર્ડ /પાનકાર્ડ / ચૂટણીં કાર્ડ
  • ડ્રાઇવિંગ લાયસન્સ
  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • લિવિંગ સર્ટિફિકેટ
  • માર્કશીટ
  • જાતિનો દાખલો
  • તથા અન્ય જરૂરી પુરાવાઓ

શેક્ષણિક લાયકાત:

મિત્રો, BMC ની આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી શેક્ષણિક લાયકાત તમામ પોસ્ટ માટે અલગ અલગ છે. લાયકાત સંબંધિત વધુ માહિતી માટે જાહેરાતનો અભ્યાસ અવશ્ય કરવો.

પસંદગી પ્રક્રિયા:

ભાવનગર મહાનગરપાલિકાની આ ભરતીમાં ઉમેદવારની પસંદગી તેમના અભ્યાસ, અનુભવ તથા અન્ય માપદંડના આધારે મેરીટ તૈયાર કરવામાં આવશે ત્યારબાદ મેરીટમાં સમાવેશ તથા ઉમેદવારોને લેખિત પરીક્ષામાં બોલાવવામાં આવશે.

તમારે નીચે મુજબની ભરતીઓની માહિતી પણ અવશ્ય મેળવવી જોઈએ:

અરજી કરવા માટે જરૂરી લિંક:

સત્તાવાર વેબસાઈટ માટેઅહીં ક્લિક કરો
જાહેરાત માટેઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
ઈગુજરાતી પર જવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment