PRL Ahmedabad Recruitment 2024: ભૌતિક સંશોધન પ્રયોગશાળા અમદાવાદમાં સરકારી નોકરીનો મોકો, પગાર ₹ 81,100 સુધી

PRL Ahmedabad Recruitment 2024: ભૌતિક સંશોધન પ્રયોગશાળા અમદાવાદમાં સરકારી નોકરીનો મોકો આવી ગયો છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેમ કે જરૂરી તારીખો, પદો ના નામ, જરૂરી શેક્ષણિક તથા અન્ય લાયકાત, પોસ્ટ અનુસાર પગારધોરણ, ખાલી જગ્યાઓની સંખ્યા, અરજી કઈ રીતે કરવી વગેરે આ લેખમાં જાણવા મળશે.

PRL Ahmedabad Recruitment 2024 | Physical Research Laboratory Ahmedabad Recruitment 2024

સંસ્થાભૌતિક સંશોધન પ્રયોગશાળા
પોસ્ટવિવિધ
અરજી માધ્યમઓનલાઇન
અરજી છેલ્લી તારીખ31 માર્ચ 2024
સત્તાવાર વેબસાઈટhttps://www.prl.res.in/

જરૂરી તારીખો:

ભૌતિક સંશોધન પ્રયોગશાળા અમદાવાદની આ ભરતીની નોટિફિકેશન 06 માર્ચ 2024 ના રોજ બહાર પાડવામાં આવી હતી. ભરતીના ફોર્મ 09 માર્ચ 2024 ના રોજથી ભરી શકાશે જયારે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2024 છે.

પોસ્ટનું નામ:

ભૌતિક સંશોધન પ્રયોગશાળા દ્વારા આસિસ્ટન્ટ તથા જુનિયર પર્સનલ આસિસ્ટન્ટ (PA) ના પદ માટે ભરતી કરવામાં આવી રહી છે.

પગારધોરણ:

PRL અમદાવાદની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ સંસ્થા દ્વારા તમને સરકારના ધારાધોરણ મુજબ રૂપિયા 25,500 થી લઇ 81,100 સુધી પગારધોરણ ચુકવવામાં આવશે.

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ:

આ ભરતીમાં અરજી કરવા માટે તમારે નીચે મુજબના ડોક્યુમેન્ટ રજુ કરવાના રહેશે.

  • આધારકાર્ડ /પાનકાર્ડ / ચૂટણીં કાર્ડ
  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • સહી
  • લિવિંગ સર્ટિફિકેટ
  • માર્કશીટ
  • જાતિનો દાખલો
  • તથા અન્ય જરૂરી પુરાવાઓ

શેક્ષણિક લાયકાત:

આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી શેક્ષણિક લાયકાત તમામ પોસ્ટ માટે અલગ અલગ માંગવામાં આવેલ છે. લાયકાત સંબંધિત વધુ માહિતી માટે જાહેરાતનો અભ્યાસ અવશ્ય કરવો.

પસંદગી પ્રક્રિયા:

ફિજિકલ રિસર્ચ લેબોરેટરીની આ ભરતીમાં પસંદગી પામવા માટે તમારે નીચે મુજબની પરીક્ષાઓમાં સફળ થવાનું રહેશે.

  • લેખિત પરીક્ષા
  • સ્કિલ ટેસ્ટ
  • ડોક્યુમેન્ટ વેરિફિકેશન

ખાલી જગ્યા:

ભૌતિક સંશોધન પ્રયોગશાળાની આ ભરતીમાં કુલ ખાલી જગ્યા 16 છે. જેમાં આસિસ્ટન્ટની 10 તથા જુનિયર પર્સનલ આસિસ્ટન્ટ (PA)ની 06 જગ્યા ખાલી છે.

અરજી કઈ રીતે કરવી?

PRLની આ વેકેન્સીમાં ઇચ્છુક ઉમેદવારો ઓનલાઇન અરજી કરી શકે છે. અરજી કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2024 છે. અરજી કરવા માટેની વેબસાઈટ www.prl.res.in છે.

તમારે નીચે મુજબની ભરતીઓની માહિતી પણ અવશ્ય મેળવવી જોઈએ:

અરજી કરવા માટે જરૂરી લિંક:

સત્તાવાર વેબસાઈટ માટેઅહીં ક્લિક કરો
જાહેરાત માટેઅહીં ક્લિક કરો
ઈગુજરાતી પર જવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment