Gujarat Junior Clerk Recruitment: ગુજરાત સરકારમાં 2608+ જુનિયર કલાર્કની જગ્યાઓ પર સરકારી નોકરીની તક

Gujarat Junior Clerk Recruitment: ગુજરાત સરકારમાં 2608+ જુનિયર કલાર્કની જગ્યાઓ પર સરકારી નોકરીની તક આવી ગઈ છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેમ કે જરૂરી તારીખો, પોસ્ટ, લાયકાત, પગાર, ખાલી જગ્યા, અરજી કઈ રીતે કરવી વગેરે આ લેખમાં જાણવા મળશે.

Gujarat Junior Clerk Recruitment | Gujarat Subordinate Service Selection Board Junior Clerk Recruitment 2024

સંસ્થાગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ
પોસ્ટક્લાર્ક તથા અન્ય
અરજી માધ્યમઓનલાઇન
અરજી છેલ્લી તારીખ31 જાન્યુઆરી 2024
સત્તાવાર વેબસાઈટhttps://gsssb.gujarat.gov.in/

જરૂરી તારીખો:

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની આ ભરતીની નોટિફિકેશન 03 જાન્યુઆરી 2024 ના રોજ બહાર પાડવામાં આવી હતી. ભરતીના ફોર્મ 06 જાન્યુઆરી 2024 ના રોજથી ભરી શકાશે જયારે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 31 જાન્યુઆરી 2024 છે.

પોસ્ટનું નામ:

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જુનિયર ક્લાર્કના પદો માટે ભરતી કરવામાં આવી રહી છે.

ખાલી જગ્યા:

ગુજરાત સબોર્ડીનેટ સર્વિસ સિલેક્શન બોર્ડ દ્વારા કુલ 2608 જગ્યાઓ પર ભરતી કરવામાં આવી રહી છે. જેમાં ગ્રુપ-A માં 2018 તથા ગ્રુપ-B માં 590 જગ્યાઓ ખાલી છે.

પગારધોરણ:

ગુજરાત સબોર્ડીનેટ સર્વિસ સિલેક્શન બોર્ડની આ ભરતીમાં સિલેક્શન પામ્યા બાદ ઉમેદવારને ગુજરાત સરકારના નિયમોઅનુસાર પ્રથમ પાંચ વર્ષ માટે ફિક્સ માસિક રૂપિયા 26,000 પગારધોરણ ચુકવવામાં આવશે ત્યારબાદ મહત્તમ પગાર વધારવામાં આવશે.

વયમર્યાદા:

ગુજરાત સરકારની આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી વયમર્યાદા 20 થી 35 વર્ષ નક્કી કરવામાં આવેલ છે. રિઝર્વ કેટેગરીના ઉમેદવારોને વયમર્યાદામાં છૂટ મળવાપાત્ર રહેશે.

અરજી કરવા માટે જરૂરી પુરાવાઓ:

આ ભરતીમાં અરજી કરવા માટે તમારે નીચે મુજબના પુરાવાઓ રજુ કરવાના રહેશે.

  • આધારકાર્ડ /પાનકાર્ડ / ચૂટણીં કાર્ડ
  • પાસપોર્ટ સાઈઝ ફોટો
  • લિવિંગ સર્ટિફિકેટ
  • માર્કશીટ
  • ડિગ્રી
  • જાતિનો દાખલો
  • તથા અન્ય જરૂરી પુરાવાઓ

શેક્ષણિક લાયકાત:

મિત્રો, GSSSB ની આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી શેક્ષણિક કોઈપણ સ્નાતક જરૂરી છે. લાયકાત સંબંધિત વધુ માહિતી માટે જાહેરાતનો અભ્યાસ અવશ્ય કરવો.

પસંદગી પ્રક્રિયા:

GSSSB ની આ ભરતીમાં ગ્રુપ-A માટે ઉમેદવારની પસંદગી લેખિત પરીક્ષા દ્વારા કરવામાં આવશે જયારે ગ્રુપ-B માટે ઉમેદવારની પસંદગી લેખિત (MCQ) પરીક્ષા દ્વારા કરવામાં આવશે.

તમારે નીચે મુજબની ભરતીઓની માહિતી પણ અવશ્ય મેળવવી જોઈએ:

અરજી કરવા માટે જરૂરી લિંક:

સત્તાવાર વેબસાઈટ માટેઅહીં ક્લિક કરો
જાહેરાત માટેઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
ઈગુજરાતી પર જવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment