UPSC Recruitment 2024: કેન્દ્રીય જાહેર સેવા આયોગમાં 323+ જગ્યાઓ પર સરકારી નોકરીની સુવર્ણ તક આવી ચુકી છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેમ કે જરૂરી તારીખો, પદો ના નામ, જરૂરી શેક્ષણિક તથા અન્ય લાયકાત, પોસ્ટ અનુસાર પગારધોરણ, ખાલી જગ્યાઓની સંખ્યા, અરજી કઈ રીતે કરવી વગેરે આ લેખમાં જાણવા મળશે.
UPSC Recruitment 2024 | Union Public Service Commission Recruitment 2024
સંસ્થા | કેન્દ્રીય જાહેર સેવા આયોગ |
પોસ્ટ | વિવિધ |
અરજી માધ્યમ | ઓનલાઇન |
અરજી છેલ્લી તારીખ | 27 માર્ચ 2024 |
સત્તાવાર વેબસાઈટ | https://upsc.gov.in/ |
જરૂરી તારીખો:
કેન્દ્રીય જાહેર સેવા આયોગની આ ભરતીની નોટિફિકેશન 07 માર્ચ 2024 ના રોજ બહાર પાડવામાં આવી હતી. ભરતીના ફોર્મ 07 માર્ચ 2024 ના રોજથી ભરી શકાશે જયારે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 27 માર્ચ 2024 છે.
પોસ્ટનું નામ:
કેન્દ્રીય જાહેર સેવા આયોગ દ્વારા પર્સનલ આસિસ્ટન્ટ એટલે કે અંગત મદદનીશના પદ માટે ભરતી કરવામાં આવી રહી છે.
ખાલી જગ્યા:
કેન્દ્રીય જાહેર સેવા આયોગની આ ભરતીમાં કુલ ખાલી જગ્યા 323 છે. કેટેગરી અનુસાર ખાલી જગ્યાની સંખ્યા તમે જાહેરાતમાં જોઈ શકો છો.
પગારધોરણ:
કેન્દ્રીય જાહેર સેવા આયોગની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ સંસ્થા દ્વારા તમને ધારાધોરણ મુજબ રૂપિયા 56,000 થી લઇ 1,32,000 સુધી પગારધોરણ ચુકવવામાં આવશે.
અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ:
યુનિયન પબ્લિક સર્વિસ કમિશનની આ ભરતીમાં અરજી કરવા માટે તમારે નીચે મુજબના ડોક્યુમેન્ટ રજુ કરવાના રહેશે.
- આધારકાર્ડ /પાનકાર્ડ / ચૂટણીં કાર્ડ
- પાસપોર્ટ સાઈઝ ફોટો
- સહી
- લિવિંગ સર્ટિફિકેટ
- માર્કશીટ
- ડિગ્રી
- જાતિનો દાખલો
- તથા અન્ય જરૂરી પુરાવાઓ
વયમર્યાદા:
યુનિયન પબ્લિક સર્વિસ કમિશનની આ ભરતીમાં અરજી કરવા માટે ઓછામાં ઓછી વયમર્યાદા 18 વર્ષ તથા વધુમાં વધુ વયમર્યાદા 30 વર્ષ નક્કી કરવામાં આવેલ છે. વધુમાં તમને જણાવી દઈએ કે આ વયમર્યાદામાં અનામત વર્ગના ઉમેદવારોને છૂટ મળવાપાત્ર રહેશે.
શેક્ષણિક લાયકાત:
યુનિયન પબ્લિક સર્વિસ કમિશનની આ ભરતીમાં અરજી કરવા માટે જરૂરી શેક્ષણિક લાયકાત કોઈપણ સ્નાતક માંગવામાં આવેલ છે. લાયકાત સંબંધિત વધુ માહિતી માટે જાહેરાતનો અભ્યાસ અવશ્ય કરવો.
પસંદગી પ્રક્રિયા:
UPSCની આ ભરતીમાં પસંદગી પામવા માટે તમારે નીચે મુજબની પરીક્ષાઓમાં સફળ થવાનું રહેશે.
- લેખિત પરીક્ષા
- સ્કિલ ટેસ્ટ
- ડોક્યુમેન્ટ વેરિફિકેશન
- તબીબી પરીક્ષા
અરજી કઈ રીતે કરવી?
UPSCની આ વેકેન્સીમાં ઇચ્છુક ઉમેદવારો ઓનલાઇન રીતે અરજી કરી શકે છે. અરજી કરવાની છેલ્લી તારીખ 27 માર્ચ 2024 છે. અરજી કરવા માટેની વેબસાઈટ www.upsc.gov.in છે.
તમારે નીચે મુજબની ભરતીઓની માહિતી પણ અવશ્ય મેળવવી જોઈએ:
- GMDC Recruitment 2024: ગુજરાત ખનીજ વિકાસ નિગમ લિમિટેડમાં કોઈપણ પરીક્ષા વગર સીધી ભરતી જાહેર
- PRL Ahmedabad Recruitment 2024: ભૌતિક સંશોધન પ્રયોગશાળા અમદાવાદમાં સરકારી નોકરીનો મોકો, પગાર ₹ 81,100 સુધી
- BMC Recruitment 2024: ભાવનગર મહાનગરપાલિકામાં સરકારી નોકરી મેળવવાની સુવર્ણ તક
- TATA Recruitment 2024: ટાટા ઇન્સ્ટિટ્યૂટમાં ક્લાર્ક, કુક, સિક્યોરિટી ગાર્ડ, એન્જીનીયર તથા અન્ય પદો પર સીધી ભરતી જાહેર
અરજી કરવા માટે જરૂરી લિંક:
સત્તાવાર વેબસાઈટ માટે | અહીં ક્લિક કરો |
જાહેરાત માટે | અહીં ક્લિક કરો |
અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
ઈગુજરાતી પર જવા માટે | અહીં ક્લિક કરો |
નોંધ: મિત્રો, આ ભરતીની માહિતી સમાચાર પત્ર, રોજગાર સમાચાર, ન્યુઝ, સરકારી પ્લેટફોર્મ તથા અન્ય સોર્સ પરથી લેવામાં આવે છે. આ ભરતીની માહિતીમાં કોઈ ત્રુટી પણ હોઈ શકે છે. જેથી અમારી તમને વિનંતી છે કે આ ભરતીમાં અરજી કરતા પહેલા સત્તાવાર વેબસાઈટ પર જઈ તથા સંસ્થાનો સંપર્ક કરી સંપૂર્ણ માહિતી જાણી લેવી.